Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેવગાણાના શહીદ જવાનને અને સાંઢીડા ખાતે માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગુજરાત, અમદાવાદ 27 મે 2025: પ્રાપ્ત વિગતો અનુસાર શિહોર નજીકના દેવગાણા ખાતે સીઆરપીએફના જવાન શહીદ થયા છે. એમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે પૂજ્ય મોરારીબાપુએ પણ આ જવાનની શહીદીને નમન કર્યા છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ જવાનના પરિવારજનોને રુપિયા ૨૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ભાવનગર અમદાવાદ હાઈવે વારંવાર રક્તરંજિત બનતો જાય છે. તાજેતરમાં ધોલેરા નજીક આવેલા સાંઢીડા ખાતે છેલ્લા ૧૩ દીવસોમાં થયેલા અકસ્માતમાં ૯ લોકોનાં મોત નિપજયા છે. ગઈકાલે આવા એક અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

બિહારની રામકથાના શ્રોતા દ્વારા આ વિતજા સેવા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

ટાટા મોટર્સએ તદ્દન નવી LPT 812 લોન્ચ કરી, નફાકારકતામાં નવો માપદંડ સ્થાપિત કર્યો

truthofbharat

રોટરેક્ટ ક્લબ અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા નિસ્વાર્થ લહિયાઓ અને તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માન

truthofbharat

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

truthofbharat