ગુજરાત, અમદાવાદ | ૨૬ નવેમ્બર ૨૦૨૫ — ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત નિપજયા છે.
ટીહરી જીલ્લામાં ગુજરાતી શ્રધ્ધાળુઓની બસ ૭૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને હનુમંત સંવેદના રુપે રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
