Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુ અને પુના ખાતે દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — જમ્મુમાં નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે બ્લાસ્ટ થયો હતો જેમાં ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. શ્રીનગરના નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે રાસાયણિક પદાર્થો ને ઝડપવામાં આવ્યા હતા અને તે પદાર્થની તપાસ કરવાની હતી. તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો જેમાં ૯પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.

બીજી તરફ પૂના ખાતે પૂના-બેંગલોર હાઈવે પર એક સાથે ૨૫ વાહનો અથડાયા હતા જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને પણ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

MakeMyTripના પિલગ્રીમેજ ટ્રાવેલ ટ્રેન્ડઝ 2024-25એ તમામ યાત્રાધામ સ્થળોએ મજબૂત વૃદ્ધિ દર્શાવી

truthofbharat

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય

truthofbharat

મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો

truthofbharat