Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોવા સિલિન્ડર બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ — ગઈકાલે રાત્રે ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ ક્લબમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ લોકો માર્યા ગયા છે. અરપોરાની નાઈટ ક્લબનાં રસોડામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગના ક્લબ કર્મચારીઓ હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ છે.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

============

Related posts

“મડઈ જા માડૂ”, રામસેતુ ગ્રુપ,અમદાવાદ એ લાઈવ વિધાનસભા નિહાળીને પ્રસન્નતા અનુભવી

truthofbharat

પોલિકેબ ઈન્ડિયા ફેન કેટેગરીમાં તેની પકડ મજબૂત કરે છે; સુપર ROI ફેનસ લોન્ચ કર્યા – સુપિરિયર એર ડિલિવરી, સુપિરિયર સેવિંગ્સ

truthofbharat

આવી રહી છે વહાલા ગુજરાતીઓને ગમી જાય તેવી ફિલ્મ ‘વ્હાલી’

truthofbharat