Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ત્રાપજ અને કેન્યા ખાતે અકસ્માતમાં અવસાન પામેલા લોકોને મોરારી બાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

અમદાવાદ, ગુજરાત | ૦૭ ઓક્ટોબર ૨૦૨૬ | જીવન કેટલું ક્ષણભંગુર છે તે જોવું હોય તો ગઈકાલે સવારે અલંગ જતા માર્ગ પર ત્રાપજ નજીક થયેલા ભીષણ અકસ્માતનાં સીસીટીવી ફૂટેજ જોવા જોઈએ. ઘડી બે ઘડી પહેલાં જે લોકો આનંદ કરતાં હતા તેઓ અચાનક જ કાળનો કોળિયો બની ગયાં. ત્રાપજ નજીક રસ્તામાં ઉભેલ ટ્રક સાથે ધડાકાભેર વાહન અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. આ અત્યંત હ્રદયદ્રાવક ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા બાદ પૂજ્ય બાપુ અત્યંત વ્યથિત થઈ ગયા હતા. પૂજ્ય મોરારી બાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે.

સંવેદનાને સીમાડા ન હોય. તા. ૩ ઓકટોબરે નૈરોબી મોમ્બાસા હાઈવે પર અકસ્માતમાં ૧૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. કેથોલિક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જતા હતા તે દરમિયાન અચાનક જ મિલિમા કીયુ વિસ્તારમાં તેમનાં વાહનનો અકસ્માત થયો હતો અને જોતજોતામાં ૧૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય બાપુએ આ ધટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૫૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સ્થાનિક ચલણમાં નાઈરોબી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે અને તેની વિતિય સેવા પણ રામકથાના શ્રોતા દ્વારા કરવામા આવશે. ત્રીજી એક ઘટના રોહિસા ચોકડી નજીક બની હતી જેમાં એક શ્રમિક નું મોત નિપજ્યું હતું. તેનાં પરિવારને રુ ૧૫,૦૦૦ ની સહાય કરેલ છે. પૂજ્ય મોરારી બાપુએ સૌનાં નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે.

== સમાપ્ત ==

Related posts

સાધુનાં ગુણોને સાધુ બનીને જ ગાઈ શકાય છે.

truthofbharat

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

truthofbharat

વી-ગાર્ડને લક્સીક્યુબ વોટર હીટર માટે જર્મન ડિઝાઈન એવોર્ડ 2026 ખાતે વૈશ્વિક સન્માન

truthofbharat

Leave a Comment