Truth of Bharat
ગુજરાતટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેકમાયટ્રિપ એ ભારતમાં યર-એન્ડ ટ્રાવેલ પ્લાનિંગ માટે બનાવી નવી કેલેન્ડર મોમેન્ટ

ટ્રાવેલ કા મુહૂરત’ 25+ અવ્વલ એરલાઈન્સ, 30+ ટોચની હોટેલ બ્રાન્ડ્સ, અવ્વલ બેન્કો અને વધુને એકત્ર લાવીને દેશવિદેશના પ્રવાસીઓ માટે બેજોડ મૂલ્ય ઉજાગર કરે છે.
  • અવ્વલ એરલાઈન્સ સાથે ભાગીદારીમાં એર ઈન્ડિયા, ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, એતિહાદ એરવેઝ, એર એશિયાનો સમાવેશ થાય છે. હોસ્પિટાલિટી મોરચે લાઈન-અપમાં અવ્વલ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ચેઈન્સમાં ધ લીલા પેલેસીસ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, ધ ઓબેરોય ગ્રુપ, રેડિસન હોટેલ ગ્રુપ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, લેમન ટ્રી હોટેલ્સ, રોયલ આર્કિડ હોટેલ્સ, ધ ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, વિન્ધેમ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, એટલાન્ટિસ રિસોર્ટસ, અમારી હોટેલ્સ એન્ડ રિસોર્ટસ અને મિલેનિયમ હોટેલ્સ એન્ડ રિસોર્ટસનો સમાવેશ થાય છે, જ્યારે વિલા ભાગીદારોમાં અમા સ્ટેઝ એન્ડ ટ્રેઈલ્સ, એલિવાસ અને સેફ્રોનસ્ટેઝનો સમાવેશ થાય છે.
  • ભારતના સૌથી વહાલા લીઝર ડેસ્ટિનેશન્સ આંદામાન્સ, ગોવા, જમ્મુ એન્ડ કાશ્મીર, કેરાલા અને રાજસ્થાનથી લઈને વૈશ્વિક ફેવરીટ્સમાં અબુ ધાબી, દુબઈ, મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ વિયેતનામ અને યુરોપનો સમાવેશ થાય છે, જે ટૂંકા અને લાંબા ગાળાના પ્રવાસને આવરી લે છે.
  • મહિનો લાંબી બચતો ભારતીય બેન્ક ભાગીદારો, જેમ કે, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એચએસબીસી બેન્કે અભિમુખ બનાવીને કેમ્પેઈનના સમયગાળામાં ખાસ સાપ્તાહિક ડિસ્કાઉન્ટ્સ ઓફર કરી રહી છે. વિઝા અને રુપે નેટવર્ક પાર્ટનર્સ છે. પ્રથમ સપ્તાહ એચડીએફસી બેન્ક ક્રેડિટ કાર્ડસ પર 15 ટકા સુધી ડિસ્કાઉન્ટ સાથે શરૂ થાય છે, જે 2 નવેમ્બર, 2025 સુધી ચાલશે.*

ગુરુગ્રામ | 24 ઓક્ટોબર 2025: ભારતની અવ્વલ ઓનલાઈન ટ્રાવેલ કંપની મેકમાયટ્રિપે આજે ‘ટ્રાવેલ કા મુહૂરત’ની રજૂઆતની ઘોષણા કરી હતી, જે નવી કેલેન્ડર મોમેન્ટ ભારતના વર્ષાંત પ્રવાસ નિયોજન મોસમની શરૂઆત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. પ્રોપર્ટીમાં ફ્લાઈટ્સ અને મુકામથી હોલીડે પેકેજીસ, ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ, ટુર્સ એન્ડ એટ્રેક્શન્સ અને એસેન્શિયલ્સમાં વિઝા, ફોરેક્સ અને ટ્રાવેલ ઈન્શ્યુરન્સ સુધી સંપૂર્ણ પ્રવાસનો સમાવેશ થાય છે, જે પ્રવાસીઓને ઉત્તમ મૂલ્ય પ્રદાન કરવા માટે દેશવિદેશમાં અવ્વલ એરલાઈન્સ, હોસ્પિટાલિટી બ્રાન્ડ્સ અને મુખ્ય બેન્કિંગ ભાગીદારોને એકત્ર લાવે છે.

કેમ્પેઈનના દરેક સપ્તાહ બીચીસ, હિલ્સ, સંસ્કૃતિ અને સિટી એસ્કેપ્સને સંમિશ્રિત કરતાં ચુનંદાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લીઝર ડેસ્ટિનેશન્સને પ્રકાશમાં લાવશે, જે પ્રવાસીઓને વર્ષાંતના વેકેશન માટે નવી પ્રેરણા શોધવા માટે પ્રવાસીઓને મદદરૂપ થશે. ટ્રાવેલ કા મુહૂરતની આરંભિક આવૃત્તિ 29મી ઓક્ટોબરથી 30મી નવેમ્બર, 2025 સુધી ચાલશે, જેમાં એમએમટીબ્લેક મેમ્બરો ખાસ વહેલી પહોંચ માણી શકશે, જ્યારે બ્લેક ફ્રાઈ ડીલ્સ દરેક શુક્રવારે અને લાઈટનિંગ ડ્રોપ્સ, લિમિટેડ ઈન્વેન્ટરી ઓફરો રોજ સાંજે 6.00થી રાત્રે 9.00 વચ્ચે ઉપલબ્ધ થશે.

“ટ્રાવેલ કા મુહૂરત પ્રવાસ શ્રેણીમાં અનોખી પહેલ છે, જેનાથી પ્રવાસીઓ અને આપણા ભાગીદારોને પણ ભરપૂર લાભ થશે,’’ એમ મેકમાયટ્રિપના સહ-સંસ્થાપક અને ગ્રુપ સીઈઓ રાજેશ મેગોવે જણાવ્યું હતું. ‘‘ભારતના અવ્વલ પ્રવાસ મંચ તરીકે અમે અજોડ રીતે ઉચ્ચ સ્તરે એવી ઈકોસિસ્ટમને એકત્ર લાવવા માટે અજોડ રીતે સ્થાનબદ્ધ છે કે તે પ્રવાસીઓને ઉત્તમ મૂલ્ય પ્રદાન કરી શકે. અમારા ભાગીદારોના ટેકા સાથે અમે નિયોજન અનુભવને પ્રવાસની જેમ જ રોમાંચક અને પ્રેરણા બનાવવા માગીએ છીએ.’’

ટ્રાવેલ કા મુહૂરતનો સમય ભારતીયો સક્રિય રીતે તેમની ટ્રિપ્સનું નિયોજન કરે છે તેમાં ઈનસાઈટ્સ પર આધારિત છે. મેકમાયટ્રિપ પર જોવામાં આવેલા બુકિંગના પ્રવાહોને આધારે ઘણા બધા પ્રવાસીઓ એવું ધારે છે કે ગુણવત્તાયુક્ત વિકલ્પો વેચાઈ જશે અને ડિસેમ્બરમાં ભાડાંમાં વધારો થશે, જેથી તેમની ટ્રિપનું વહેલું નિયોજન કરે છે, જેમાં લગભગ 30 ટકાએ નવેમ્બર સુધી તેમના બુકિંગ પૂર્ણ કર્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે વિંડો ઓક્ટોબરમાં જોવામાં આવેલા ઉછાળા સાથે ટૂંક સમયમાં જ ખૂલશે.

આ ઉત્ક્રાંતિ પામતી કિંમત અને ઉપલબ્ધતાની ધારણાની વિચારધારાએ સમર્પિત પ્રવાસ નિયોજન મોસમ માટે મંચ સ્થાપિત કર્યું છે, જે અંતરને ટ્રાવેલ કા મુહૂરત દૂર કરવા માગે છે અને પ્રવાસ નિયોજન માટે ભારતના પોતાના વાર્ષિક મોમેન્ટને વિધિસર કરવા માગે છે. આ નક્કર તબક્કા માટે તૈયાર કરવામાં આવ્યું હોઈ તે પ્રવાસીઓને ફ્લાઈટ્સ, મુકામ અને ડેસ્ટિનેશન્સમાં ક્યુરેટેડ ઓફરો હેતુને કૃતિમાં ફેરવવા માટે મદદરૂપ થાય છે.

‘ટ્રાવેલ કા મુહૂરત’ સેલ દરમિયાન આકર્ષક ડીલ્સ અને ઓફર્સ જોવા માટે ક્લિક કરો here

*નિયમો અને શરતો લાગુ.

Related posts

Amazon.in ઉપર ભારતના #GSTબચતઉત્સવની ઉજવણી

truthofbharat

કુશલ ધામએ બીએનઆઈ પ્રોમિથિયસના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

truthofbharat

કીવે ઇન્ડિયાએ એક્સક્લુઝિવ લોન્ચ ઓફર સાથે કે300 એસએફનું અનાવરણ કર્યું

truthofbharat