Truth of Bharat
ગાર્મેન્ટ્સગુજરાતટેક્સટાઇલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મફતલાલ એપરલ્સ સાથે ગ્લોબલ ફેશનમાં પ્રવેશ

વિશ્વસનીય ટેક્સટાઈલ સપ્લાયરથી ગ્લોબલ ફેશન ખેલાડી સુધી મફતલાલ તેના આગામી અધ્યાય પર આગળ વધે છે

મુંબઈ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: અરવિંદ મફતલાલ ગ્રુપની ફ્લેગશિપ કંપની અને ભારતની સૌથી પ્રાચીન અને સૌથી વિશ્વસનીય ટેક્સટાઈલ સંસ્થામાંથી એક મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એમઆઈએલ) દ્વારા મફતલાલ એપરલ એક્સપોર્ટસ પ્રા. લિ. (એમએઈ)માં પ્રવેશ કર્યો હોવાની ઘોષણા કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પગલા સાથે એમઆઈએલે અગ્રણી ટેક્સટાઈલ અને સંસ્થાકીય સપ્લાયરમાંથી પરિપૂર્ણ સમકાલીન એપરલ બ્રાન્ડ તરીકે રૂપાંતર કર્યું છે, જે આધુનિક, વૈશ્વિક આઉટલૂક સાથે તેના 120 વર્ષના વારસા પર ભાર આપે છે.

ગુણવત્તા અને કળાકારીગરી માટે તેની નામના પર નિર્મિત મફતલાલ એપરલ્સ ફેશન અને કેઝ્યુઅલ એપરલ શ્રેણીઓની બહુઆયામને પહોંચી વળે છે. આરંભિક એકાગ્રતા રોબરોજની ફેશન અને કેઝ્યુઅલ વેર પર રહેશે, જે વૈશ્વિક બજારોની આકાંક્ષાઓ અને અગ્રણી બહુરાષ્ટ્રીય બ્રાન્ડ્સની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે તૈયાર કરાયું છે.

લોન્ચ પર બોલતાં મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રિયવ્રત મફતલાલે જણાવ્યું હતું કે, “આ લોન્ચ મફતલાલના 120 વર્ષના વારસામાં નક્કર નવો અધ્યાય લખે છે. પેઢી દર પેઢી માટે ભારતે ફેબ્રિક્સ અને યુનિફોર્મ્સ થકી પોશાક ધારણ કરવા માટે અમારી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે અમે આજે તે વિશ્વાસને આધુનિક વૈશ્વિક એપરલ સપ્લાયરમાં ફેરવ્યો છે. મફતલાલ એપરલ સાથે અમારો ધ્યેય વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા સાથે અમારે માટે વ્યાખ્યા કરતી અખંડતા અને કળાકારીગરી જાળવી રાખવાનો છે. અમે વપાર લોન્ચ કરવા સાથે નવા હેતુ સાથે વારસો આગળ પણ લઈ જઈ રહ્યા છીએ.”

આ સેન્ટિમેન્ટના પડઘા પાડતાં મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના સીઈઓ શ્રી એમ. બી. રઘુનાથે ઉમેર્યું હતું કે, “મફતલાલ એપરલ ટેક્સટાઈલ ઉત્પાદનથી પરિપૂર્ણ અખંડ એપરલ સમાધાન છત્રછાયા સુધી અમારી ઉત્ક્રાંતિમાં દાખલારૂપ માઈલસ્ટોન છે. એક સદીથી વધુ સમયથી મફતલાલ ગુણવત્તા, વિશ્વાસ અને કળાકારીગરી સાથે પ્રતીકાત્મક છે. હવે વૈશ્વિક ગ્રાહકોની નજીક પહોંચીને, નિકાસ મજબૂત બનાવીને અને સક્ષમતા અને ઈનોવેશનમાં પોતાને સંપૂર્ણ પરોવીને અમે ભાવિ તૈયાર વપાર નિર્માણ કરી રહ્યા છીએ. આ રોકાણથી મફતલાલ એપરલ વૈશ્વિક બ્રાન્ડ્સ માટે વિશ્વસનીય સોર્સિંગ પાર્ટનર તરીકે સ્થાનબદ્ધ કરે છે.”

આ સાહસ વ્યૂહાત્મક અને નાણાકીય મહત્ત્વ આલેખિત કરીને ગ્રુપની ગ્રાહક રૂપરેખાની નવી ઊંચાઈએ લઈ જાય છે. તે અરવિંદ મફતલાલ ગ્રુપનું લાઈફસ્ટાઈલ, હેલ્થ અને ડ્યુરેબલ્સમાં વ્યાપક ડાઈવર્સિફિકેશનને પણ પ્રમાણિત કરે છે, જ્યાં ઔદ્યોગિક ક્ષમતાઓ સહજ રીતે ગ્રાહક સન્મુખ વેપારો સાથે સુમેળ સાધે છે.

આ લોન્ચ સાથે મફતલાલ મેક ઈન ભારત ફોર ધ વર્લ્ડ માટે પોતાની કટબદ્ધતા પર ભાર આપીને ઘરઆંગણાની અને વૈર્શ્વિક બજારો સાથે સુમેળ સાધતા એપરલ પ્રદાન કરવા વારસો, નવીનતા, મૂલ્ય નિર્મિતી અને જવાબદારીને સંમિશ્રિત કરે છે.

Related posts

ડેવુએ મંગાલી ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારીમાં ભારતીય બજારમાં લ્યુબ્રિકન્ટ્સની શ્રેણી લોન્ચ કરી

truthofbharat

મનીષ મલ્હોત્રાની ફિલ્મ ગુસ્તાખ ઇશ્કનું નવું ગીત ‘ઉલ્જાલુલ ઇશ્ક’ પ્રેક્ષકોની માંગ પર રિલીઝ થયું

truthofbharat

સલામતી પહેલાં: ભારતમાં સલામત ટ્રકિંગ માટે ટાટા મોટર્સનો વ્યાપક દ્રષ્ટિકોણ

truthofbharat