Truth of Bharat
ગુજરાતફાઇનાન્શિયલબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

લેનદેનક્લબ ગ્રુપ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫માં વેરા પછીના નફામાં વર્ષ દર વર્ષ ૩૪૦ ટકા સાથે રૂ. ૩૪ કરોડ અને મહેસૂલમાં રૂ. ૨૩૬ કરોડનો ઉછાળો

ઈબીઆઈટીડીએ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૩૦૦ ટકાના વર્ષ દર વર્ષ ઉછાળા સાથે રૂ. ૫૦ કરોડ થઈ

મુંબઈ | ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ડિજિટલ ક્રેડિટ ઈકોસિસ્ટમ ખેલાડીમાંથી એક LenDenClub Group દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે તેનાં ઓડિટેડ એકત્રિત નાણાકીય પરિણામોની ઘોષણા કરવામાં આવી છે, જેમાં તેણે ગ્રુપ સ્તરે તેની આજ સુધીની સૌથી મજબૂત નફાશક્તિ નોંધાવી છે. ગ્રુપે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૧૪ કરોડના વેરા પછીના નફાની તુલનામં રૂ. ૩૪ કરોડનો વેરા પછીનો નફો નોંધાવ્યો છે, જે વર્ષ દર વર્ષ ૩૪૦ ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે. આ માઈલસ્ટોન મજબૂત યુનિટ ઈકોનોમિક્સ, બહેતર જોખમ વ્યવસ્થાપન અને સક્ષમ મહેસૂલ ગતિના ટેકા સાથે ગ્રુપની આર્થિક ગતિમાં સ્પષ્ટ પરિવર્તન આલેખિત કરે છે.

નિયામક અવરોધો છતાં લેનદેનક્લબ ગ્રુપે મજબૂત કામગીરી નોંધાવી છે. આખા વર્ષ માટે એકત્રિત મહેસૂલ નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ. ૧૮૫ કરોડ પરથી ૨૮ ટકા વધીને રૂ. ૨૩૬ કરોડે પહોંચી છે. સંચાલન કાર્યક્ષમતાઓ અને ખર્ચ વ્યવસ્થાપનમાં શિસ્તબદ્ધ અભિગમથી નફાશક્તિ વધી મજબૂત બની છે, જેમાં ગ્રુપે રૂ. ૫૦ કરોડની હકારાત્મક ઈબીઆઈટીડીએ નોંધાવી છે, જે ગત નાણાકીય વર્ષની તુલનામાં ૩૦૦ ટકાથી વધુનો સુધારો દર્શાવે છે. ખાસ કરીને અચાનક નીતિમાં ફેરફાર, મોજૂદ વ્યવહારોને નવા નિયમો હેઠળ લાવવાની આવશ્યકતાઓ અને ઓવરહોલિંગ પેમેન્ટ યંત્રણા માટે ટૂંકી રૂપાંતર બારી સહિત ક્ષેત્ર દ્વારા નિયામક પલટાને ધ્યાનમાં લેતાં આ મહત્ત્વપૂર્ણ છે.

આ પરિણામો સમોવડિયાથી સમોવડિયા (પી૨પી) ધિરાણ, લોન સેવા પ્રદાતા (એલએસપી) કામગીરીઓ અને ટેકનોલોજી સેવા પ્રદાતા (ટીએસપી) ઓફરોમાં લેનદેનક્લબ ગ્રુપની વિવિધ વેપાર ક્ષિતિજોની શક્તિ દર્શાવે છે, જે ક્ષેત્રમાં ગ્રુપે બે વર્ષ પૂર્વે વ્યૂહાત્મક રીતે ડાઈવર્સિફાઈ કર્યું હતું અને જે હવે એકંદર કામગીરીમાં અર્થપૂર્ણ યોગદાન આપી રહી છે. ટેકનોલોજી મંચ વેપારે ગ્રુપની મહેસૂલમાં આશરે ૨૦ ટકાનું યોગદાન આપ્યું છે.

અલગ અલગ મંચના વેપારોમાં ગ્રુપે આજ સુધી ૩ કરોડથી વધુના નોંધણીકૃત ઉપભોક્તા મૂળ સાથે એકત્રિત રીતે રૂ. ૧૬,૦૦૦ કરોડથી વધુ ધિરાણ વિતરણ કર્યું છે. આ સિદ્ધિ ડાઈવર્સિફાઈડ ડિજિટલ ક્રેડિટ ઈકોસિસ્ટમ તરીકે તેની ભૂમિકા પર ભાર આપીને ભારતભરમાં ધિરાણને પહોંચ અને વૈકલ્પિ રોકાણોને અભિમુખ બનાવે છે.

આ પરિણામો પર બોલતાં લેનદેનક્લબ ગ્રુપના સહ-સંસ્થાપક અને સીઈઓ ભાવિન પટેલે જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ ૨૦૨૫ અમારે માટે માઈલસ્ટોન રહ્યું છે, જેમાં અમે વેપારના રિસ્ટ્રક્ચરિંગની આવશ્યકતા ધરાવતા પી૨પી ધિરાણમાં નિયામક પરિવર્તન છતાં ગ્રુપના સ્તરે નફાશક્તિ હાંસલ કરી છે. ગત વર્ષમાં અમે પૂર્વ નિયમન પી૨પી લેણદેણના વારસામાંથી લગભગ બહાર આવ્યા છીએ અને અમારા સર્વ નવા વ્યવહારો હવે અદ્યતન નિયામક કાર્યરેખા સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.

અમે આ સમયગાળામાં પાયો મજબૂત બનાવવા, સંચાલન કાર્યક્ષમતા હાંસલ કરવા અને વિવિધ મંચોમાં ઈનોવેશનને ગતિ આપવા માટે ભાર આપ્યો હતો. આ ટર્નઅરાઉન્ડ અમારી ઈકોસિસ્ટમની મજબૂતીનો દાખલો છે અને અમે ઋણદારો અને ધિરાણદારોનો ભરોસો જીતવાનું ચાલુ રાખ્યું છે. આજ સુધી અમારી ઈકોસિસ્ટમે હકારાત્મક રીતે ૧ કરોડથી વધુ ભારતીયો પર પ્રભાવ પાડ્યો છે, જેમાંથી ઘણા બધા પારંપરિક નાણાકીય સંસ્થાઓ દ્વારા વંચિત સેગમેન્ટ્સનું પ્રતિનિધિત્વ કરે છે.

આ સાથે અમારા લોન સેવા પ્રદાતા (એલએસપી) કામગીરીમાં ડાઈવર્સિફિકેશન અને ટેકનોલોજી સેવા પ્રદાતા (ટીએસપી) ઓફરોએ ગ્રુપ સ્તરે નોંધપાત્ર મૂલ્ય પ્રદાન કરવાનું શરૂ કર્યું છે. આગળ જોતાં અમે માનીએ છીએ કે યોગ્ય ગતિ અને ટેકનોલોજિકલ ઈનોવેશન્સ માટે ટેકા સાથે અમારી કંપની સાથે સમગ્ર ફિનટેક ક્ષેત્ર ઉત્તમ વૃદ્ધિ અને પ્રભાવ ઉજાગર કરી શકે છે.’’

આગળ જોતાં કંપની ડેટા પ્રેરિત ઈનસાઈટ્સનો લાભ લેતાં, વંચિત સેગમેન્ટ્સમાં પહોંચ વધારીને અને સંસ્થાઓ તથા ઈકોસિસ્ટમ ભાગીદારો સાથે મજબૂત જોડાણો સ્થાપિત કરીને ધિરાણ પહોંચ વિસ્તારવાની યોજના ધરાવે છે. ગ્રુપે અનુપાલન અને નિયામક અપેક્ષોઓ સાથે સુમેળ સાધીને ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ અને ધિરાણ સમાધાન પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું છે.

Related posts

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાના મહા અભિયાનમાં સંસ્થાકીય પ્રદાન

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

truthofbharat

ડાન્સ, ડાંડિયા, ડિલાઈટ. ગુજરાતમાં નવરાત્રી 2025માં હેવમોર ઠંડક લાવી

truthofbharat