Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રાજકોટમાં ભાનુ કુમાર મહેતાના 6 વૈવિધ્યસભર પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે સાહિત્ય પ્રેમીઓનો મેળાવડો જામ્યો

રાજકોટ, ગુજરાત | ૨૪ જૂન ૨૦૨૬ | “પ્રવીણ પ્રકાશન” અને “બી ધ ચેન્જ” દ્વારા આયોજિત રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે તાજેતરમાં મુંબઈ નિવાસી લેખક શ્રી ભાનુ કુમાર મહેતાના 6 વૈવિધ્યસભર પુસ્તકોના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાહિત્ય પ્રેમીઓ અને રાજકોટના દિગ્ગજોનો મોટી સંખ્યામાં મેળાવડો જામ્યો હતો.

આ કાર્યક્રમમાં મુંબઈ નિવાસી લેખક પ્રોડ્યુસર અને કોલમિસ્ટ શ્રી આશુ પટેલ મુખ્ય વક્તા તરીકે જોડાઈ ભાનુ કુમાર મહેતા માટે કહ્યું હતું કે, એક સાથે આટલા અલગ અલગવિષયો પર પુસ્તક લખવા એ તેમની આગવી ખૂબી છે. ભાનુ કુમાર મહેતાએ બાળકોને ગમતી વાર્તા સીરીઝ પાતાળ નગરીમાં અદભુત રોમાન્સ સાથે ઘડ રહસ્ય પીરસ્યું છે.

આ ઉપરાંત ભાનુ કુમાર મહેતાના પુસ્તકોના લોકાર્પણ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જાણીતા પત્રકાર શ્રી દિલીપ ભટ્ટે જણાવ્યું હતું કે, ભાનુ કુમારના જીવનની યાત્રામાં જે સત્યનો રણકો છે તેનું પ્રતિબિંબ અહીં આ પુસ્તકોમાં જોવા મળે છે. તેઓએ પોતે બહુ અલ્પ સાધનોમાં પોતાની જાતને ઘડી છે અને પોતાના સ્વયં પુરુષાર્થથી એક જીવનને ચોક્કસ ઊંચાઈ સુધી પહોંચાડ્યું છે. આજે તેઓ જિંદગીના એક ઉત્તરાર્ધમાં પ્રવેશ્યા છે તો પણ એમની વાણીમાં વસંત છે અને તેમના આ 6 પુસ્તકોમાં તેમણે જે કંઈ લખ્યું છે તે સત્યપ્રતિજ્ઞ લેખકે લખ્યું હોય એ કક્ષાનું છે. એમાં નાટકો છે, નિબંધો છે, જીવનચરિત્રો અને વાર્તાઓ પણ છે.

જોકે, આ બધું એમની જીવન મૂડી છે. હું આશા રાખું કે તેઓ યાદ રાખે કે, તુલસીદાસે પોતાની પ્રથમ ચોપાઈ 80 વર્ષની ઉંમરે લખી હતી તો તેઓ જીવનના એક નૂતન આરંભ તરીકે આ પ્રસંગને લે અને અત્રે ઉપસ્થિત સર્વ સભાજનોનું માન રાખીને પોતાની લખીનીને નિરંતર એક ઝરણાની જેમ વહેવા દે.

આ પ્રસંગે ભાનુકુમારમહેતાના સાહિત્ય સર્જનને વધાવવાસંજુ વાળા, આર. પી જોશી, ગીતા બેનગડા, અશ્વિનીબેન શાહ, નગીન દવે, ભરત યાજ્ઞિક, ડો. નવલ શીલુ, હરેશપંડ્યા, મુકેશપંડ્યા જેવા પેનલિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે કર્ણાટક સ્ટેટનાંIAS ઓફિસર જ્ઞાનેન્દ્રગંગવાર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ ઉપરાંત પદ્મ શ્રી રતિલાલબોરીસાગર પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ, પદ્મશ્રી તુષાર શુક્લ, દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મના લેખક મુકેશમાલવનકર, નવગુજરાતટાઈમ્સના એડિટર શ્રી અજયભાઈઉમટ, અને ગુજરાત સમાચારનાંસીનિયર પત્રકાર ભવન કચ્છી એ ભાનુ કુમાર મહેતાના પુસ્તકો તેમજ તેમનાં જીવનસભર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ સાથે કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અગ્રણી ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો, પ્રતિષ્ઠિત બિઝનેસમેન, શિક્ષણવિદો, સાહિત્યકારો તેમજ રાજકોટના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશિષ્ટ ગૌરવ અને ભવ્યતા બક્ષી હતી. કાર્યક્રમના અંતે ભાનુ કુમાર મહેતાના ધર્મપત્ની શ્રીમતી રશ્મિ મહેતાએહૃદયસ્પર્શીઆભારવિધિ રજૂ કરી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, આયોજકો, મહેમાનો અને ઉપસ્થિત શ્રોતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પોતાના ગ્રંથ *”રાજકોટને સાષ્ટાંગ પ્રણામ”*ની ભાવના સાથે સમગ્ર રાજકોટ શહેર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં રાજકોટવાસીઓને પણ હૃદયપૂર્વક વંદન અને આભાર અર્પણ કર્યો હતો.

ભાનુ કુમાર મહેતાનાવૈવિધ્યસભર પુસ્તકો વિશે જણાવીએ તો સૌ પ્રથમ ગુલાબનું ફૂલ, પાતાળ નગરી, શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજ, સિદ્ધ શ્રીનાથજી દાદા, પ્રીત હૃદય છલકે, તમે ભગવાન જોયા છે? જેવા પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રકાશક પ્રવીણ પ્રકાશન છે. જેમાં સાહિત્ય રસીકો આ પુસ્તકને પ્રવીણ પ્રકાશનથી ખરીદી.

== સમાપ્ત ==

Related posts

WhatsApp દ્વારા ભારતમાં બીજી બિઝનેસ સંમિટનું આયોજન; લોકો અને બિઝનેસીસને કનેક્ટ અને બિઝનેસ કરવાના ફીચર્સનું નિરૂપણ કરે છે

truthofbharat

વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડે નિમિત્તે જાવા, યઝદી અને બીએસએના રાઇડર્સ મોટરસાઇક્લિંગના અદમ્ય જુસ્સાને બિરદાવવા માટે એક મંચ પર આવ્યા

truthofbharat

સિમ્બાયોસિસ પ્રવેશ પરીક્ષા (SET) દ્વારા SCMS પુણેના BBA પ્રોગ્રામ માટે ફાઇનલ કૉલ

truthofbharat