Truth of Bharat
અવેરનેસગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ દ્વારા નવી મુંબઈમાં આધુનિક કેન્સર ઉપચાર લાવવા માટે ટાટા મેમોરિયલના એસીટીઆરઈસી સાથે ભાગીદારી

મુંબઈ | ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ — કેન્સર સંભાળને વધુ પહોંચક્ષમ બનાવવાના શક્તિશાળી પગલાંમાં કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડ (કેએમપીએલ) દ્વારા નવી મુંબઈના ખારઘરમાં તેના પ્રોટોન થેરપી સેન્ટર ખાતે SDX® વોલન્ટરી બ્રેથ હોલ્ડ સિસ્ટમ ગોઠવવા માટે ટાટા મેમોરિયલ હોસ્પિટલનો હિસ્સો એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રીટમેન્ટ, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સર (એસીટીઆરઈસી) સાથે ભાગીદારી કરી છે. ઉદઘાટન શ્રી મુરલીધરન એસ (બિઝનેસ હેડ, કેએમપીએલ) સાથે શ્રી સૂરજ રાજાપ્પન (પ્રેસિડેન્ટ અને હોલ ટાઈમ ડાયરેક્ટર) દ્વારા કરાયું હતું.

આ આધુનિક ટેકનોલોજી ડોક્ટરોને ખાસ કરીને ફેફસાં, યકૃત, સ્વાદુપિંડ અને સ્તનમાં કેન્સરમાં શ્વાસ લેવા પર ગાંઠ ખસી જતી હોવાથી તેના માટે મહત્ત્વપૂર્ણ ઉપચાર દરમિયાન તેમનો શ્વાસ પકડી રાખવા માટે દર્દીઓને માર્ગદર્શન આપીને અત્યંત અચૂક રેડિયેશન થેરપી પ્રદાન કરવામાં મદદ કરે છે. SDX® સિસ્ટમ રેડિયેશન ગાંઠને જ લક્ષ્ય બનાવે તેની ખાતરી રાખીને આરોગ્યવર્ધક અવયવોનું રક્ષણ કરે છે અને ઉપચારનાં પરિણામો સુધારે છે.

આ મહત્ત્વપૂર્ણ શા માટે છે?

  • પ્રોટોન થેરપી કેન્સરના ઉપચારનાં સૌથી આધુનિક સ્વરૂપમાંથી એક છે. આ ભાગીદારી એ ખાતરી રાખે છે કે અત્યાધુનિક કેન્સર ઉપચાર પણ સૌથી વધુ જરૂર હોય તેમને માટે પહોંચક્ષમ બની શકે.
  • SDX® સિસ્ટમ ટેકનોલોજી એસીટીઆરઈસીના પ્રોટોન થેરપી માળખા સાથે કોમ્પેટિબલ છે અને તેથી મોશન- સંવેદનશીલ કેન્સરોનો સુરક્ષિત અને અસરકારક રીતે ઉપચાર કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.
  • આ પ્રણાલી વિના યકૃતના કેન્સર માટે પ્રોટોન થેરપી, દાખલા તરીકે, શ્વાસ લેવા સમયે અવયવના હલનચલન (3 સેમી સુધી)ને કારણે સુરક્ષિત નહીં બની શકે.
  • આ અપગ્રેડ સાથે એસીટીઆરઈસી હવે પ્રોટોન આધારિત એસબીઆરટી (સ્ટીરિયોટેક્ટિક બોડી રેડિયેશન થેરપી) પ્રદાન કરી શકે છે, જે અત્યંત અચૂક, ઉચ્ચ માત્રાનો ઉપચાર છે, જે હયાતિ સુધારે છે અને આડઅસરો ઓછી કરે છે.

એકસમાન આરોગ્ય સંભાળ માટે કટિબદ્ધ

એસીટીઆરઈસી વાર્ષિક 35,000થી વધુ દર્દીઓનો ઉપચાર કરે છે, જેમાં મોટા ભાગના આર્થિક રીતે પછાત પાર્શ્વભૂમાંથી આવે છે. આ ભાગીદારી અત્યાધુનિક કેન્સરના ઉપચારો પણ સૌથી વધુ જરૂર હોય તેવા લોકો માટે પહોંચક્ષમ બને તેની ખાતરી રાખશે.

ટીએમસી, મુંબઈમાં જીઆઈ ડીએમજીના રેડિયેશન ઓન્કોલોજી વિભાગના પ્રોફેસર ડો. રાહુલ કૃષ્ણત્રયે જણાવ્યું હતું કે, “SDX સિસ્ટમ મોશન- મેનેજ્ડ રેડિયેશન પ્રદાન કરવા માટે પરિવર્તનકારી છે. ગાંઠ શ્વાસ લેવા સમયે બહુ ખસી જાય, જેમ કે, યકૃત અને સ્વાદુપિંડમાં ગાંઠ, તેવા કિસ્સામાં અચૂકતા સાથે કોઈ બાંધછોડ નહીં કરી શકાય. આ અપગ્રેડ સાથે અમે હવે અન્યથા મર્યાદિત વિકલ્પો ધરાવતા દર્દીઓ માટે પ્રોટોન આધારિત એસબીઆરટી (સ્ટીરિયોટેક્ટિક બોડી રેડિયોથેરપી) પ્રદાન કરવા સુસજ્જ છીએ. આને કારણે હયાતિમાં લાભ થશે અને ટોક્સિસિટી ઓછી થશે.”

એસીટીઆરઈસીના ડાયરેક્ટર ડો. પંકજ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, SDX® વોલંટરી બ્રીધ હોલ્ડ સિસ્ટમ એસીટીઆરઈસીના પ્રોટોન થેરપી માળખા સાથે જ અભિમુખ ટેકનોલોજી છે, જે તેને મોશન- સંવેદનશીલ કેન્સરના સુરક્ષિત અને અસરકારક ઉપચાર માટે મહત્ત્વપૂર્ણ બનાવે છે. “હું રેડિયેશન ઓન્કોલોજી વિભાગને અભિનંદન આપું છું, જેમણે દર્દીઓના અત્યંત હકદાર વર્ગોને અત્યાધુનિક ઉપચાર વિકલ્પો પૂરા પાડવા માટે તેમની ટેકનોલોજીને સતત અપગ્રેડ અને અપડેટ કરવા પર ભાર આપ્યો છે. ટીએમસી વતી હું સામાજિક કાજમાં યોગદાન આપવા માટે કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડનો પણ આભાર માનું છું. અમે અમારા કેમ્પસમાં ખુલ્લા હાથે તેમને આવકારીએ છીએ અને અમારા દર્દીઓને મદદરૂપ થવા અને રાષ્ટ્રનિર્માણના અમારા પ્રયાસમાં દદરૂપ થવા ભાવિ તકો માટે ઉત્સુક છીએ. SDX® વોલંટરી બ્રીધ હોલ્ડ સિસ્ટમ સ્માર્ટ બ્રીધ- હોલ્ડિંગ કોચ જેવી છે, જે દર્દીઓ અને ડોક્ટરોને અત્યંત અચૂક રેડિયેશન સુરક્ષિત રીતે પ્રદાન કરવા માટે એકત્ર કામ કરવા મદદરૂપ થાય છે. આ નાનો ફેરફાર કેન્સરના ઉપચારમાં મોટો ફરક લાવે છે.”

હેતુ માટે સીએસઆર

આ પહેલ કેએમપીએલની હેલ્થકેરના એકાગ્ર ક્ષેત્ર હેઠળ કેએમપીએલની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) કટિબદ્ધતાનો ભાગ છે. કેએમપીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ્સ અને આધુનિક તબીબી ટેકનોલોજી સહિત ગુણવત્તાયુક્ત હેલ્થકેરને પહોંચ સુધારતા પ્રોજેક્ટોને ટેકો આપે છે.

“કેએમપીએલમાં અમે માનીએ છીએ કે વિશ્વ કક્ષાની હેલ્થકેર જરૂર હોય તે બધા માટે પહોંચક્ષમ હોવી જોઈએ. ટાટા મેમોરિયલ સેન્ટર સાથે આ ભાગીદારી થકી અમને દરેક દર્દીને વૈશ્વિક સ્તરની કેન્સર સંભાળ પ્રદાન કરવામાં એસીટીઆરઈસીને ટેકો આપવામાં ગૌરવની લાગણી છે,” એમ કોટક મહિંદ્રા પ્રાઈમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શાહરુખ તોડીવાલાએ જણાવ્યું હતું.

==============

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા

truthofbharat

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

truthofbharat

વાધવાણી ફાઉન્ડેશનએ ઇનોવેશન આધારિત વૃદ્ધિને વેગ આપવા માટે ગુજરાતમાં ઝીરો-કોસ્ટ, ઝીરો-ઇક્વિટી એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ્સનો વિસ્તાર કર્યો

truthofbharat