ભારતની ઉદ્યોગ સાહસિકતાની ચેતનાને વિસ્તારવા તેમજ સંવર્ધન નેટવર્ક પૂરું પાડવા કોટક તેની પ્રતિબદ્ધતા વધુ વ્યાપક બનાવે છે
મુંબઈ | ૧૦મી ઓક્ટોબર ૨૦૨૫: કોટક મહિન્દ્રા બેંક લિ. (“KMBL”/ “Kotak”)એ તેના કોટક બિઝલેબ એક્સલેટર કાર્યક્રમની બીજી સીઝનનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ કોટકની અગ્રીમ સીએસઆર પહેલનું મક્કમ વિસ્તરણ છે જે ખાસ કરીને પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને નિશ્ચિત માર્ગદર્શન, બજારની ઉપલબ્ધી તથા પ્રોત્સાહજનક નાણાકીય સહાય માટે શરૂ કરવામાં આવેલી છે.
ઓક્ટોબર 2025થી નવેમ્બર 2026 સુધી ચાલનારી સીઝન-2 ભારતભરમાં 75થી વધુ સ્ટાર્ટઅપ્સને સમર્થન આપશે, જેમાં સઘન ટેકનોલોજી, ટકાઉ વિકાસ, સ્વચ્છ ઊર્જા, ફિનટેક, ડિજિટલ ટેક્નોલોજી, શૈક્ષણિક ટેકનોલોજી (એડટેક), કૃષિ ટેકનોલોજી (એગ્રિટેક) અને આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રહેશે. આ કાર્યક્રમ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભારત એમ રાષ્ટ્રીય સ્તરે વિસ્તારેલો છે. હવે તેમાં IIT દિલ્હીના ફાઉન્ડેશન ફોર ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર (FITT)ને નવા સંવર્ધન ભાગીદાર તરીકે આવકારે છે, જે IIMA વેન્ચર્સ, NSRCEL – IIM બેંગ્લોર તથા T-Hub જેવા સાથીદારોની યાદીમાં જોડાયું છે. ઉદ્યોગ સાહસિકોની પસંદગી અને તેમની કામગીરીને સમર્થનનું સંચાલન સંવર્ધન ભાગીદારો દ્વારા થશે. કોટક મહિંદ્રા બેંક લિ.ના CSR અને ESGના વડા હિમાંશુ નિવસર્કરે જણાવ્યું કે, “કોટક હંમેશા ભારતના ઉદ્યમી વલણને પ્રોત્સાહન આપવામાં માને છે. આ કામગીરી માત્ર મેટ્રો શહેરોમાં જ નહીં, પરંતુ ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં પણ વિસ્તારવમાં આવી છે જ્યાં નવીન વિચારો ઝડપથી વિકસી રહ્યા છે. કોટક બિઝલેબ્સ એક્સલરેટર પ્રોગ્રામની સીઝન-2 દ્વારા અમે સ્ટાર્ટઅપ સ્થાપકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરીએ છીએ જેઓ મોટાં સપનાં જુએ છે તથા નિર્ભયપણ કશુંક નિર્માણ કરે છે.”
કોટક મહિંદ્રા બેંક લિ.ના એફ્લુઅન્ટ, NRI અને બિઝનેસ બેંકિંગના પ્રેસિડન્ટ – હેડ તથા ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસિને આ અંગે જણાવ્યું કે, “કોટક બિઝલેબ્સ અમારા વિચારને કામમાં પરિવર્તિત કરવાનું માધ્યમ છે—આ એક મિશન જેવું છે જે મોટા અને નિર્ભય સપનાંને પાંખો આપે છે જે ભારતના ભાવિસ્યને સાચા અર્થમાં બદલી શકે તેમ છે. અમારું માનવું છે કે સાચી દિશાના વિચારોને સાચા ઈરાદા સાથે સમર્થન મળે ત્યારે જાદુઈ પરિણામ આવે છે. આ રીતે ‘હૌંસલા હૈ તો હો જાએગા’ની ભાવના વાસ્તવિકતામાં જીવંત થાય છે.”
NSRCELના સીઈઓ આનંદ શ્રી ગણેશે કહ્યું કે, “કોટક બિઝલેબ્સની સીઝન-2 દ્વારા અમે કોટક મહિંદ્રા બેંક સાથે ફરીથી હાથમિલાવીને ભારતના ગતિશીલ અને જીવંત સ્ટાર્ટઅપ વ્યવસ્થા તંત્રને મજબૂત બનાવવા માટે અત્યંત ઉત્સાહિત છીએ. વિવિધ ક્ષેત્રોમાંથી આવતા આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને વ્યાપક માર્ગદર્શન, બજારની સુલભતા અને સહાયરૂપ નાણાકીય મદદ આપતી આ પહેલ મેટ્રો શહેરો ઉપરાંત ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં પરિવર્તનકારી નવીન વિચારોને સાકાર કરે છે. NSRCELનું મિશન કોટકના વિઝન સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે, જે મોટાં સપનાં જોનારા ઉદ્યમીઓને પોષણ આપે છે અને તેઓ ભારતના વિકાસને આગળ ધપાવનારા અસરકારક ઔદ્યોગિક એકમો બનાવે છે.”
IIMA વેન્ચર્સના ઇન્ક્યુબેશન ભાગીદાર ચિંતન બક્ષીએ જણાવ્યું કે, “કોટક બિઝલેબ્સ એટલે ખાસ છે કે તે ટાયર-2 અને ટાયર-3 શહેરોના સ્થાપકોને સઘન અને આવશ્યકતા મુજબ સમર્થન આપે છે, પરિણામે આવા સ્ટાર્ટઅપ્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સૌથી મુશ્કેલ સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલો શોધે છે. IIMA વેન્ચર્સ સાથેની આ ભાગીદારીમાં આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના સ્ટાર્ટઅપ્સના સ્થાપકોને વિવિધ સ્તરની મદદ આપવા માટે ખાસ રીતે તૈયાર કરાયો છે. તેના હેઠળ ચાર શહેરોમાં ધ્યાન કેન્દ્રિત કરીને સ્થાનિક એન્જલ રોકાણકારો તથા HNIને સક્રિય કરવામાં આવે છે, IIMA ખાતે સઘન તાલીમ કેમ્પ યોજવામાં આવે છે તેમજ નિર્ધારિત માર્ગદર્શન અને તકનીકી સહાય આપવામાં આવે છે.”
કોટક બિઝલેબ્સ એક્સલરેટર પ્રોગ્રામની સીઝન-1માં ઉત્તમ સંભાવનાવાળા 32 સ્ટાર્ટઅપ્સને એગ્રિટેક, ક્લાઇમેટ ટેક, ફિનટેક, એડટેક, હેલ્થકેર, સ્વદેશી કળા અને હસ્તકલા, ડીપટેક, ક્લીનટેક અને ટકાઉ વિકાસ જેવાં ક્ષેત્રોમાં ક્રાંતિકારી ઉકેલો માટે નાણાકીય સહાય આપવામાં આવી હતી. આ વેન્ચર્સ પહેલેથી જ રોજગારી ઊભી કરી રહ્યા છે, વધુ મૂડી મેળવી રહ્યા છે અને વાસ્તવિક વિશ્વની સમસ્યાઓને તેમની આવડત તથા ઉદ્દેશ્ય સાથે ઉકેલી રહ્યા છે. સીઝન-1ની આ સફળતાએ કોટકને તેના પ્રયાસોને વધુ વિસ્તારવા પ્રેરિત કરી છે, જેથી સીઝન-2માં કાર્યક્રમની પહોંચ અને મહત્વાકાંક્ષાનો વિસ્તાર સૂચવે છે.
T-Hubના સીઈઓ કવિકૃતે કહ્યું હતું કે, “કોટકના આ પરિણામો પર કેન્દ્રિત કાર્યક્રમે CSRને પ્રારંભિક અસરકારક સ્ટાર્ટઅપ્સ સાથે જોડાવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે. T-Hub સાથે કામ કરતા સ્થાપકોએ માર્ગદર્શકોની મદદથી તેમના વૃદ્ધિના પ્લાનને વધુ સક્ષમ બનાવ્યા છે, ક્ષમતાઓ વિકસાવવા માટે મૂડીનો સમર્થ ઉપયોગ કર્યો છે તથા આ કાર્યક્રમે તેમનાં ઉત્પાદનોની બજાર-લક્ષિતાને મજબૂત પુષ્ટિ આપી છે. આગામી સીઝનની શરૂઆત સાથે સ્ટાર્ટઅપ્સ, કોટક અને T-Hub વચ્ચેની આ ભાગીદારી વધુ વિસ્તારે તે માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.”
FITT IIT દિલ્હીના MD ડૉ. નિખિલ અગરવાલના જણાવ્યા મુજબ, “FITT IIT દિલ્હીમાં અમે કોટક મહિંદ્રા બેંક સાથે હાથમિલાવીને મજબૂત અને નવીન વિચારોવાળા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા તથા તેમને વૈશ્વિક મહત્વાકાંક્ષા તથા વ્યાપક સામાજિક પ્રભાવ સાથે વિસ્તારવામાં મદદ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ, કારણ કે અમારું મિશન અને કોટકના વિશ્વાસના કેન્દ્રમાં એ જ ભાવના છે કે – ‘હૌસલા હૈ તો હો જાએગા’.”
ભારત હવે વિશ્વમાં ત્રીજા ક્રમની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ધરાવે છે ત્યારે કોટક બિઝલેબ એક્સલેટર પ્રોગ્રામ ખાસ કરીને સાહસિક મૂડીરોકાણકારોની નજરથી દૂર રહેલા સ્થાપકોને માર્ગદર્શક, બજાર ઉપલબ્ધી તથા મૂળભૂત મૂડી વચ્ચેની ખાઈ પૂરવા સક્ષમ બન્યો છે.
કોટક બિઝલેબ એક્સલેટર કાર્યક્રમ એ કોટક મહિન્દ્રા બેંક લિમિટેડની સીએસઆર પહેલ છે.
DOIITમાં નોંધાયેલા સ્ટાર્ટઅપ માટે સીઝન-2માં અરજી કરી શકે છેઃ
https://kotakbizlabs.accubate.app/ext/form/8675/1/apply
