Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ખેલોમોર ભારતની સૌથી મોટી પિકલબોલ કલબ અમદાવાદની બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે જોડાય છે

અમદાવાદ, ગુજરાત | ૨૩મી જૂન ૨૦૨૫: રમતગમતને વધુ સુલભ અને સમુદાય-સંચાલિત બનાવવાના પોતાના મિશનને આગળ વધારવા માટે એક મોટું પગલું ભરતા ભારતના અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ પ્લેટફોર્મ, ખેલોમોરે દેશની સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ પિકલબોલ કલબ અમદાવાદની બેઇનબ્રિજ પિકલબોલ ક્લબ સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.

અમદાવાદના હૃદયમાં સ્થિત બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ 20 વિશ્વ કક્ષાના કોર્ટ અને પ્રદેશમાં પિકલબોલની વધતી જતી માંગને પૂર્ણ કરવા માટે એક મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. આ કલબ દરરોજ સવારે 6:00 થી 2:00 વાગ્યા સુધી ખુલ્લી રહે છે, જેમાં તમામ રમત પ્રેમીઓ માટે પ્રવેશ ઉપલબ્ધ છે. આ ભાગીદારી દ્વારા, ખેલોમોર વ્યાવસાયિક પિકલબોલ કોચિંગ પણ ઓફર કરશે, જે પાયાના સ્તરની પ્રતિભાને પ્રોત્સાહન આપવાની અને ગુણવત્તાયુક્ત રમત તાલીમની પહોંચને વિસ્તૃત કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. 

બેઇનબ્રિજ પિકલબોલ ક્લબના ભાગીદાર વિવેક પટેલે સહયોગમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું “અમે રમતગમત પ્રત્યેનો અમારો જુસ્સો શેર કરતી બ્રાન્ડખેલોમોર સાથે જોડાણ કરવા માટે ઉત્સાહિત છીએ. આ ભાગીદારી અમારા ખેલાડીઓ માટે અનુભવને વધારશે અને ભારતમાં પિકલબોલ સમુદાય માટે વિશ્વ-સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડશે.” 

ખેલોમોરના સ્થાપક, ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને BCCI ક્રિકેટ સલાહકાર સમિતિના વર્તમાન સભ્ય જતીન પરાંજપેએ પોતાનો ઉત્સાહ શેર કરતા કહ્યુંઆ ભાગીદારી લોકોના રોજિંદા જીવનમાં રમતગમતને સ્થાન અપાવવાના અમારા મિશનનું એક મહત્ત્વનું પગલું છે. ખેલોમોરના AI સંચાલિત બુકિંગ પ્લેટફોર્મ સાથે નિષ્ણાત કોચ અને બેઈનબ્રિજની ઉચ્ચ-સ્તરીય સુવિધાઓ સાથે, અમારું લક્ષ્ય એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનું છે જે પ્રીમિયમ રમતગમત માળખાને દરેક માટે સુલભ બનાવે છે.”

ખેલોમોરના સહ-સ્થાપક અને સીઓઓ ઉજ્વલ દેવલે ઉમેર્યું “આ ભાગીદારી ખેલોમોરના અગ્રણી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ તરીકેના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ છે. તે બધા રમતવીરો, માતાપિતા અને રમતગમતના ઉત્સાહીઓ માટે શ્રેષ્ઠ સ્થળો અને તાલીમ વિકલ્પો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. સાથે મળીને, અમે ભારતીય રમતગમત ઇકોસિસ્ટમમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યા છીએ.”

ખેલોમોર યૂઝરને વિવિધ શાખાઓમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્થળો સાથે જોડી ભારતમાં રમતગમતની ઉપલબ્ધતા અને રમતની શૈલીમાં ક્રાંતિ લાવી રહ્યું છે. આમાં બેઈનબ્રિજ પિકલબોલ ક્લબ સાથેનું જોડાણ સ્પોર્ટ્સ દ્વારા સમુદાયોને એક કરવા માટેનું ખેલોમોરની સફરમાં વધુ એક સાહસિક પગલું છે.

Related posts

પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડનો IPO સોમવાર, 4 ઓગસ્ટ, 2025 ના રોજ ખુલશે, જેમાં પ્રાઇસ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેર માટે 160 થી 170 રૂપિયાની હશે, અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે.

truthofbharat

નીતિ આયોગ અને જનઆગ્રહે ડેટા-સંચાલિત શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું

truthofbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા સ્થિત ખોડિયાર ધામ પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત શતચંડી મહાયાગ મહોત્સવમાં આપી હાજરી

truthofbharat