Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેટ્રો શહેરોની બહાર 10 ઉભરતા ભારતીય શહેરોમાં નોકરીઓ અને પ્રતિભામાં તેજી જોવા મળી રહી છે: લિંક્ડઇન સિટીસ ઑન ધ રાઇઝ 2025

  • વિશાખાપટ્ટનમ (#1), રાંચી (#2), વિજયવાડા (#3), નાસિક (#4), રાયપુર (#5) આ વર્ષના ટોચના 5 ઉભરતા કેરિયર કેન્દ્ર છે
  • ટેકનોલોજી, હેલ્થકેર, ફાઇનાન્સિયલ સર્વિસીસ જેવી કંપનીઓ આ ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં એન્જિનિયરિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ ભૂમિકાઓ માટે ભરતી કરી રહી છે.

ભારત | ૧૫ જુલાઈ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક, લિંક્ડઇન દ્વારા તેની પ્રથમ સિટીઝ ઑન ધ રાઇઝ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતના ટોચના 10 શહેરોનો સમાવેશ કરાયો છે જ્યાં નોકરીઓના માર્કેટમાં તેજી અને આર્થિક તકો વધી રહી છે. આ યાદીમાં વિશાખાપટ્ટનમ (#1), રાંચી (#2), વિજયવાડા (#3), નાસિક (#4) અને રાયપુર (#5) ને સૌથી ઝડપથી વિકસતા નોન-મેટ્રો હબ તરીકે ઓળખવામાં આવ્યા છે જ્યાં પ્રોફેશનલ તકો ઝડપથી વધી રહી છે.

સિટીઝ ઑન ધ રાઇઝ એ લિંક્ડઇનનું પ્રથમ સ્થાન-આધારિત રેન્કિંગ છે જે એક્લકલુઝિવ લિંક્ડઇન ડેટા પર આધારિત છે, જે સમગ્ર ભારતમાં ભરતી, રોજગાર સર્જન અને ટેલેન્ટ ઇન્ફલોમાં વૃદ્ધિને દર્શાવે છે.

આ વર્ષે 5 માંથી 4 થી વધુ ભારતીય પ્રોફેશનલ્સ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, સિટીઝ ઑન ધ રાઇઝ પરંપરાગત મુખ્ય શહેરોથી આગળના પ્રદેશોમાં રસ્તો દેખાડે છે જ્યાં આર્થિક રોકાણો રોજગારની તકો ઉભી કરી રહ્યા છે. આ યાદી એ પ્રોફેશનલ્સ માટે ઉભરતા ટાયર-2 અને ટાયર-3 વિકાસ ક્ષેત્રો પર પ્રકાશ પાડે છે જે સ્થાનાંતરિત થવા માંગે છે, નવી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરવા માંગે છે, અથવા સ્થાનિક સ્તર પર પોતાની કારકિર્દીને આગળ ધપાવવા માંગે છે.

લિંક્ડઇન કેરિયર એક્સપર્ટ અને ભારતના સિનિયર મેનેજિંગ એડિટર નિરજિતા બેનર્જી કહે છે, “ટાયર-2 અને ટાયર-3 શહેરો ભારતના આર્થિક પરિવર્તનના કેન્દ્રમાં છે. GCC ઇન્વેસ્ટમેન્ટસનો ધસારો, સ્થાનિક MSMEમાં તેજી અને સરકારનું વિકસિત ભારતનું વિઝન સામૂહિક રીતે નાના શહેરોને ગંભીર કેરિયર હબમાં ફેરવી રહ્યા છે. આનો અર્થ એ છે કે, ઘણા ભારતીયો માટે સાર્થક કેરિયર પ્રગતિ માટે હવે મોટા શહેરમાં સ્થળાંતર કરવાની જરૂર નથી. કારણ કે આ 10 ઉભરતા શહેરો ઇન્ડસ્ટ્રીઝ, કાર્યો અને ભૂમિકાઓમાં વાસ્તવિક તકો પ્રદાન કરે છે – જ્યાં તેઓ છે ત્યાં જ.”

ટેક, ફાર્મા અને ફાઇનાન્સ કંપનીઓના આગમનની સાથે, ટાયર-2 અને ટાયર-3 ભારતીય શહેરો પ્રતિભાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

ડેટા અને એઆઈના ક્ષેત્રમાં તેજીની વચ્ચે મિરેકલ સોફ્ટવેર સિસ્ટમ્સ, ઇન્ક (વિશાખાપટ્ટનમ), HCLટેક (વિજયવાડા, મદુરાઈ), ઇન્ફોસિસ (વિજયવાડા), ડેટામેટિક્સ (નાસિક), બુલ આઇટી સર્વિસીસ (મદુરાઈ) જેવી ટેક કંપનીઓ ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં પોતાની દુકાનો સ્થાપિત કરી રહી છે, જે સ્થાનિક પ્રતિભાઓની ગતિવિધિઓને વેગ આપી રહી છે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, લૌરસ લેબ્સ લિમિટેડ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, સન ફાર્મા જેવી હેલ્થકેર અને ફાર્મા કંપનીઓ વિશાખાપટ્ટનમ અને વડોદરામાં તકો ઊભી કરી રહી છે; જ્યારે HDFC બેંક, ICICI બેંક રાયપુર, આગ્રા અને જોધપુરમાં ફાઇનાન્સિયલ સર્વિસીસના વિકાસને વેગ આપી રહી છે.

ઉભરતા શહેરોમાં બિઝનેસ ડેવલપમેન્ટ અને એન્જિનિયરિંગ ફંકશન્સનું કારણ રોજગારીમાં વધારો: 
નાસિક, રાયપુર, રાજકોટ, આગ્રા, વડોદરા અને જોધપુર સહિત 10માંથી 6 ઉભરતા શહેરોમાં બિઝનેસ ડેવલપમેન્ટની ભૂમિકાઓ સૌથી વધુ ભરતીના કારણ બની રહ્યા છે. વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને મદુરાઈના પ્રોફેશનલ્સ માટે, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી વધુ નોકરીની તકો ઉભરી રહી છે. સેલ્સ, ઓપરેશન્સ અને શિક્ષણ એ અન્ય મુખ્ય ક્ષેત્ર છે જ્યાં ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં પ્રોફેશનલ્સ નોકરીને શોધી શકે છે.

સરકાર હોમટાઉન્સને કારકિર્દીના હોટસ્પોટમાં ફેરવવા માટે સ્માર્ટ શહેરોનું નિર્માણ કરી રહી છે
કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સ્થાનિક વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસો ઉભરતા શહેરોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, ખાસ કરીને રાંચી (#2) માટે જ્યાં સ્માર્ટ સિટી પહેલ ઝારખંડના પ્રોફેશનલ્સ માટે રાજધાનીને પસંદગીની જગ્યા બનાવી રહ્યા છે અને રાજકોટ (#6) માટે જ્યાં રોડ કનેક્ટિવિટી સુધારવા માટે અર્બન પ્લાનિંગ આર્થિક વિકાસને વેગ આપી રહ્યું છે. છત્તીસગઢ સરકારની ‘નયા રાયપુર’ ની મહત્વાકાંક્ષા પણ શહેરની માળખાગત સુવિધાઓમાં રોકાણને વધારી રહી છે.

લિંક્ડઇનના ભારત માટે ઉભરતા 2025ના શહેરોની સંપૂર્ણ યાદી અહીં આપવામાં આવી છે:
વિશાખાપટ્ટનમ
રાંચી
વિજયવાડા
નાસિક
રાયપુર
રાજકોટ
આગ્રા
મદુરાઈ
વડોદરા
જોધપુર

 

Related posts

કેસિયો ગુજરાતમાં તેની રિટેલ હાજરીને મજબૂત બનાવે છે, વડોદરામાં નવો એક્સક્લુઝિવ સ્ટોર લોન્ચ કર્યો

truthofbharat

આરસીએમની રૂપાંતર યાત્રાએ અમદાવાદમાં ભારે પ્રતિક્રિયા મેળવી

truthofbharat

એમેઝોનના એવરીડે એસેન્સિયલ્સ પરથી વિન્ટર વેલનેસ માટેનાં અચૂક ઉત્પાદનો મેળવો

truthofbharat