- ભારતની સૌથી મોટી ફ્યુઅલ રિટેલ સાઇટ જે ઇંધણ, CNG, EV ચાર્જિંગ અને કાફેના અહેસાસને એકીકૃત કરે છે
- 28 ચાર્જિંગ પોઈન્ટ પર 360kW સુધીના સુપરફાસ્ટ DC ચાર્જર્સથી સજ્જ
- ફ્લેગશિપ રિટેલ આઉટલેટ જે સુલભ, આરામદાયક મુસાફરીની પુનઃવ્યાખ્યા કરે છે
બેંગલુરુ | ૨૯મી ઓક્ટોબર ૨૦૨૫ — જિયો-bpએ આજે બેંગલુરુના દેવનાહલ્લી ખાતે રિટેલ આઉટલેટમાં 28 EV ચાર્જિંગ પોઈન્ટ સાથે ભારતના પોતાના પ્રકારના સૌપ્રથમ અને સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ મોબિલિટી હબના લોન્ચિંગની જાહેરાત કરી છે, જેના થકી દેશના સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન પરત્વેના પરિવર્તનમાં એક મુખ્ય સીમાચિહ્ન સ્થાપિત થયો છે.
દેવનાહલ્લી આઉટલેટ એક મલ્ટી-ફ્યુઅલ રિટેલ સાઇટ છે, જે પેટ્રોલ, ડીઝલ, CNG અને વાઇલ્ડબીન કાફેને પ્રસ્તુત કરે છે. તેમાં હવે એક અત્યાધુનિક EV ચાર્જિંગ હબનો પણ ઉમેરો થાય છે, જેમાં 28 ચાર્જિંગ પોઈન્ટ સાથેના સુપરફાસ્ટ DC ચાર્જર્સ છે જે 360kW સુધીનું વિતરણ કરે છે. આ ફ્લેગશીપ ડેસ્ટિનેશન હવે ફ્યુઅલ, CNG, EV, રિટેલ અને કાફેના અનુભવોને એક છત નીચે લાવે છે, જે ગ્રાહકો અને પ્રવાસીઓ માટે સુગમતાની પુનઃવ્યાખ્યા કરે છે.
આ લોન્ચ વિશે, જિયો-bp ના ચેરમેન, સાર્થક બેહુરિયા જણાવે છે કે, “દેવનહલ્લી મોબિલિટી સ્ટેશન ભારતમાં એકીકૃત મોબિલિટીના ભવિષ્ય માટે અમારી પરિકલ્પનાનું પ્રતિનિધિત્વ કરે છે. અમારીવર્તમાન રિટેલ ઇકોસિસ્ટમમાં અદ્યતન EV ચાર્જિંગ ટેકનોલોજી લાવીને, અમે ગ્રાહકો માટે સુલભતા અને સુવિધાઓમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છીએ અને તેની સાથે-સાથે ભારતના લો-કાર્બન પરિવહન તરફના પરિવર્તનમાં સહભાગી થઈ રહ્યા છીએ. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલું આહબ બેંગલુરુ અને તેની આસપાસના EV માલિકો અને કાફલાઓ માટે ઝડપથી ચાર્જ કરવા ઉપરાંતઆરામ ફરમાવવાનું અને આત્મવિશ્વાસ સાથે તેમની મુસાફરીને આગળ ધપાવવાનું સરળ બનાવે છે.”
કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત, આ સ્ટેશન ખાનગી અને કોમર્શિયલ EV યુઝર્સને સેવા પૂરી પાડવાની સાથે, રિફ્યુઅલિંગ, શોપિંગ અને વાઇલ્ડબીન કાફે જેવી સુવિધાઓ દ્વારા આરામ અને સુલભતાને સુનિશ્ચિત કરે છે તેમજ ઝડપી અને કાર્યક્ષમ ચાર્જિંગ પૂરું પાડે છે. ગ્રાહકો કોફીની ચૂસ્કીઓ ભરતા-ભરતા આરામ ફરમાવી શકે છે, આવશ્યક ચીજવસ્તુઓનું શોપિંગ કરી શકે છે, અથવા તેમના વાહનો ચાર્જ કરતી વખતે ટૂંકો બ્રેક પણ લઈ શકે છે –જેનાથી રિફ્યુઅલિંગનો સમય આરામ અને તાજગીની ક્ષણોમાં તબદિલ થઈ જશે.
ભવિષ્ય માટે તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડિઝાઇન કરાયેલું આહબ EV મોડેલ્સની વિશાળ શ્રેણીને સપોર્ટ કરે છે અને ભારતમાંઅત્યંત ઝડપથી વધી રહેલીEV સ્વીકૃતિની સાથે કદમતાલ મિલાવે છે.
ચાવીરૂપ મુખ્યઅંશો
- ઈન્ટિગ્રેટેડ ફ્યુઅલ, CNG, EV, રિટેલ અને કાફેનો અહેસાસ
- કુલ 28 ચાર્જ પોઈન્ટ સાથે 360kW સુધીના સુપરફાસ્ટ ચાર્જર્સથી સુસજ્જ
- વ્યક્તિગત અને ફ્લીટ EV બંનેને સપોર્ટ કરતી ફ્યુચર-રેડી ડિઝાઇન
- જિયો-bp ઇકોસિસ્ટમમાં રિડીમ કરી શકાય તેવા લોયલ્ટી રિવોર્ડ્સ દ્વારા ગ્રાહકો પણ ખુશ
આ અગ્રણી પહેલ સાતત્યપૂર્ણ અને સમાવિષ્ટ મોબિલિટીમાં જિયો-bpના નેતૃત્વને સુદૃઢ કરે છે. ગતિ, વિશ્વસનીયતા અને ગ્રાહક સુગમતાને એક સાથે જોડીને, દેવનહલ્લી હબ રેન્જને લગતી ચિંતાઓને દૂર કરે છે અને ગ્રાહકોને વિશ્વાસપૂર્વક ઇલેક્ટ્રિક ગતિશીલતાને સ્વીકારવા સક્ષમ બનાવે છે. આ સુવિધા જિયો-bpની નવીનતા, ટકાઉપણા અને ગ્રાહક-કેન્દ્રિત ડિઝાઇન પ્રત્યેની પ્રતિબદ્ધતાને સુદૃઢ બનાવે છે, તેમજ ભારત કેવી રીતે આગળ વધે છે અને તેની સફરને સશક્ત બનાવે છે તેનો નવો બેન્ચમાર્ક સેટ કરે છે.
મુખ્ય શહેરોમાં 32 ઓપરેશનલ હબ સહિત આશરે 1000 સ્થળોએ 7000 જેટલાચાર્જિંગ પોઈન્ટ્સ સાથે, જિયો-bp દેશભરમાં ઝડપી, સુલભ ચાર્જિંગ ઉપલબ્ધ કરાવવા પોતાની કામગીરીનો ઝડપથી વિસ્તાર કરી રહી છે. 480 kW સુધીના અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જર્સથી સજ્જ અને 96%+ ઉદ્યોગ-અગ્રણી અપટાઇમ જાળવી રાખતી, આ સાઇટ્સ પોતાની કાર્યક્ષમતાથી આગળ વધીને કામ કરવા માટે ડિઝાઇન કરાયેલી છે, જે કાફે અને રેસ્ટ ઝોન જેવી પ્રીમિયમ સુવિધાઓ પ્રદાન કરે છે અને ગ્રાહકના એકંદર અનુભવને આનંદદાયક બનાવે છે.
