ગુજરાત, અમદાવાદ | ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૫: GGJS (ગુજરાત ગોલ્ડ જ્વેલરી શૉ) માં અમદાવાદના ભાવિન વોરાનું જ્વેલરી ડિઝાઇન અને કૌશલ્ય વિકાસમાં તેમના બહુમૂલ્ય યોગદાન બદલ GGJS ના ડિરેક્ટર શ્રી પિયુષભાઇ આચાર્ય દ્વારા સન્માન અને પ્રશંસા કરવામાં આવી. તેમની જ્વેલરી ડિઝાઇન ક્ષેત્રની ૨૦ વર્ષની કારકિર્દીમાં ઘણા બધા સ્ટુડેંટ્સને તાલીમ આપી અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં તક આપવામાં મદદરૂપ થયા છે. તેમની આ વિચારધારાની નોંધ લઈ જ્વેલરી ઇન્ડસ્ટ્રીએ બહુમાન કરી યોગ્ય વળતર આપ્યું.