Truth of Bharat
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ

અમદાવાદ, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના સહયોગ સાથે “બદલાવ: ચેપ્ટર 1” નામના ભવ્ય લાઇવ કોન્સર્ટ પ્રોડક્શનને રજૂ કરવા જઈ રહી છે. આ વિશિષ્ટ સંગીતમય પ્રસ્તુતિનો હેતુ વર્લ્ડ-ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ દ્વારા આજના દર્શકો માટે ગુજરાતી સંગીતના અનુભવને નવી ઓળખ આપવાનો છે.

આ કાર્યક્રમ માત્ર પરંપરાગત સંગીત પ્રસ્તુતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેને નવી ઊંચાઈ આપવા માટેનો એક અનોખો પ્રયાસ છે. પરંપરાગત તેમજ આધુનિક ગુજરાતી સંગીતને એવા આધુનિક ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે, જે નવી પેઢી સાથે સરળતાથી જોડાઈ શકે અને સાથે સાથે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે પણ મજબૂત રીતે સંકળાયેલું રહે

ઈશાની દવેની સંગીત યાત્રાની શરૂઆત માત્ર 8 વર્ષની ઉંમરે થઈ હતી, જ્યારે તેમણે પોતાના પિતા અને ગુજરાતી લોકસંગીતના દિગ્ગજ ગાયક પ્રફુલ દવે સાથે રોયલ અલ્બર્ટ હોલ, લંડન ખાતે તેમણે પ્રથમ વખત મંચ શેર કર્યો હતો, ઈશાનીએ ત્યારથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, દુબઈ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ગુજરાતી સંગીતને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના કારકિર્દીના યાદગાર ક્ષણોમાંથી એક ક્ષણ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતેનું ભવ્ય પરફોર્મન્સ રહ્યું છે, જ્યાં તેમણે આશરે એક લાખથી વધુ દર્શકોની હાજરીમાં પોતાની રજૂઆત આપી હતી.

તેમના આ પ્રોજેક્ટ પાછળના વિઝન અંગે વાત કરતાં ઈશાનીએ જણાવ્યું હતું કે, “બદલાવ દ્વારા અમે ગુજરાતી લાઇવ સંગીતના અનુભવને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, સાથે સાથે અમારી સાંસ્કૃતિક મૂળને પણ અખંડિત રાખી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે, દર્શકો ગુજરાતી સંગીતની ઊર્જા, લાગણી અને ગૌરવને એવા પ્રોડક્શન દ્વારા અનુભવે, જે વૈશ્વિક ધોરણોને સ્પર્શતું હોય.”

આ કોન્સર્ટ લગભગ ચાર વર્ષના આયોજન, સર્જનાત્મક વિકાસ અને પ્રોડક્શન ડિઝાઇનનું પરિપૂર્ણ સ્વરૂપ છે. સંગીત ક્યુરેશન, સાઉન્ડ ડિઝાઇન, પ્રોગ્રામિંગ, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને સ્ટેજ પ્રોડક્શન માટે હજારો કલાકોની મહેનત બાદ આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં અગાઉ ક્યારેય ન જોવાયો હોય એવો અનોખો લાઇવ અનુભવ સર્જી શકાય.

વિશાળ સ્તરના પ્રોડક્શન તરીકે તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં ભવ્ય સ્ટેજ સેટઅપ, સ્ટેડિયમ-ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, ઇમર્સિવ લાઇટિંગ, વિશાળ ટ્રસ સ્ટ્રક્ચર્સ, આશરે 4,000 ચોરસ ફૂટ જેટલી એલઇડી સ્ક્રીન્સ અને સિનેમેટિક કોન્સર્ટ અનુભવ સર્જતા વિવિધ સ્પેશિયલ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

માત્ર ઊર્જાસભર સંગીતમય રજૂઆત પૂરતી સીમિત ન રહી, આ કોન્સર્ટને એક ઇમર્સિવ સાંસ્કૃતિક અનુભવ તરીકે કલ્પવામાં આવ્યું છે, જેમાં દરેક દૃશ્ય, અવાજ અને પ્રદર્શનનો દરેક તત્વ ગુજરાતી ઓળખ, સર્જનાત્મકતા અને કલાત્મક વિકાસની વિશાળ કહાનીને ઉજાગર કરશે.

“બદલાવ: ચેપ્ટર 1” થકી ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી લાઇવ મનોરંજન ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરવાનો તેમજ પ્રાદેશિક સંગીતની વ્યાપકતા અને વૈશ્વિક ક્ષમતાને રજૂ કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

આ કાર્યક્રમ આગામી 6 જૂનના રોજ શંકુસ ફાર્મ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજાનાર છે. સંગીત, સંસ્કૃતિ, ટેક્નોલોજી અને સ્ટોરીટેલિંગને એકસાથે લાવતો આ કાર્યક્રમ ગુજરાતી દર્શકો માટે પોતાની જાતનો પ્રથમ અને અનોખો લાઇવ અનુભવ સાબિત થવાનો છે.

Related posts

નિઃશુલ્ક નારાયણ લિમ્બ શિબિર: નારાયણ સેવા સંસ્થાનની ભેટથી અમદાવાદમાં 300 જિંદગીઓ હસતી થશે

truthofbharat

ક્લાસિક લિજેન્ડ્સે પ્રતિષ્ઠિત જાવા, યેઝદી મોટરસાઇકલની કિંમત રૂ. 2 લાખથી નીચે રાખી છે, રાઇડર્સ પર જીએસટી 2.0ના સંપૂર્ણ લાભ આપ્યા

truthofbharat

અમદાવાદના સૌથી ‘મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઈટ’ તરીકે ઓળખાતા ‘બસેરાના ગરબા’ આયોજકો ગુજરાતનાં ખેલૈયાઓને ગરબા ઘુમાવવા સજ્જ

truthofbharat

Leave a Comment