Truth of Bharat
ગુજરાતબિઝનેસબેંકિંગ સેક્ટરરાષ્ટ્રીયહેડલાઇન

અસ્થિર બજારમાં એસઆઈપી બંધ કરવાથી લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન પર ગંભીર અસર પડી શકે છે

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારને શિક્ષિત અને જાગૃત કરતી પહેલ

ગુજરાત, અમદાવાદ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: જેમ રોડ ટ્રિપમાં ક્યારેક સરસ હાઈવે મળે છે અને ક્યારેક અચાનક ખાડા ખડિયાવાળો રસ્તો મળે છેતેમ રોકાણોમાં પણ ઉતાર-ચઢાવ આવે છે. જ્યારે બજાર અસ્થિર થાય ત્યારે ઘણા રોકાણકારો પોતાના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)નેબંધ કે અટકાવવાનો વિચાર કરે છે. એ સમયે આ નિર્ણય યોગ્ય પણ લાગે.પરંતુ એક્સપર્ટનુંકહેવું છે કે,એસઆઈપીબંધ કરવાથીલોંગ ટર્મ વેલ્થપર ગંભીર અસર પડી શકે છે.

રોકાણકારો શા માટે એસઆઈપીઅટકાવે છે?

જ્યારે બજારમાં ઉતાર-ચઢાવ વધે છે, ત્યારે રોકાણકારોમાં ભય ઊભો થાય છે. તેઓ માને છે કે, ઘટતા બજારમાં એસઆઈપીચાલુ રાખવાથી નુકસાન વધશે. ટૂંકા ગાળા માટેમુડીને નુકસાન ના થાય એ માટે તેઓએસઆઈપીઅટકાવવાનો નિર્ણય લે છે. પરંતુ આવું કરવાથી રોકાણકારો ઓછી કિંમતે ખરીદી કરવાની અને ચક્રવૃદ્ધિ (compounding) નો લાભ મેળવવાનીતક ગુમાવે છે.

“બજારની અસ્થિરતા એ ટેમ્પેરરી હોય છે.પણ જો આ સમયમાં તમે એસઆઈપીબંધ કરો છો તે એ  તમારી લોંગ ટર્મ વેલ્થને નુકસાન કરી શકે છે,” એવું એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના પ્રવક્તાએ જણાવ્યું હતું. “એસઆઈપીએ અલગ-અલગ માર્કેટપ્રમાણેરોકાણ કરવા માટે ડીઝાઈન કરવામાં આવ્યું છે.અને જે રોકાણકારો મક્કમ નિર્ણય સાથે એસઆઈપીચાલુ રાખે છે, તેમને લાંબાગાળે સારો ફાયદો થાય છે.”

એસઆઈપીબંધ કરવાથી રોકાણકારો શું ગુમાવે છે?

  1. ચક્રવૃદ્ધિનો લાભ ગુમાવે છે– નિયમિતતા એ એસઆઈપીનીકરોડરજ્જુ છે. જો તેનેઅધવચ્ચે રોકવામાં આવે તો તેનીચક્રવૃદ્ધિની સાઇકલ ખોરવાય છે અને કુલ મુડી પર તેની અસર થાય છે.
  1. ઓછા રોકાણમાં મોટો લાભ ગુમાવે છે– બજારના ઉતાર-ચઢાવ દરમિયાન રોકાણકારોને ઓછી કિંમતે વધુ યુનિટ્સ ખરીદવાની તક મળે છે. પરંતુએસઆઈપીબંધ કરતા રોકાણકારોઆ લાભનીતક ગુમાવીદે છે.
  1. ફાઇનાન્સિયલ લક્ષ્યોનોપ્રાપ્ત કરવા મુશ્કેલ બને છે– અધવચ્ચે એસઆઈપીબંધ કરવાથી નિવૃત્તિ, બાળકોના શિક્ષણ કે સપનાના ઘર માટે કરેલા રોકાણનો સમયગાળો લંબાઈ શકે છે.

બજાર નીચું હોય ત્યારે એસઆઈપીવધુ ફાયદાકારક નીવડે છે

કદાચ સાંભળીને નવાઈ લાગે, પરંતુ જ્યારે માર્કેટમાં મંદી હોય ત્યારે એસઆઈપીચાલુ રાખવાથી રોકાણકારોને ફાયદો થાય છે. ઓછી કિંમતે વધુ યુનિટ્સ ખરીદવાનીતક મળતી સરેરાશ ખર્ચ ઘટે છે અને જ્યારે માર્કેટમાં તેજીઆવે ત્યારે રોકાણકારો ઉંચી કિંમતે વેચાણ કરી વધારે લાભ મેળવી શકે.

ઉદાહરણ તરીકે વર્ષ 2008 અને 2020માં બજારમાં મંદી દરમિયાન જેમણે એસઆઈપીચાલુ રાખ્યું હતું, તેમને બજારમાં તેજી આવતાઘણો ફાયદો થયો હતો. તેથી એમ કહી શકાય કેરોકાણમાં રોકાણમાં સમય કરતા ડિસીપ્લીન વધુ મહત્વની છે.

એસઆઈપીને ફાઇનાન્સિયલ ફિટનેસ રૂટિન તરીકે માનો

એસઆઈપીને મેરેથોન માટેના ટ્રેનિંગની રીતે વિચારો. જેમ કસરત છોડવાથી સ્ટેમિના ઘટે છે, તેમ એસઆઈપીબંધ કરવાથી નાણાકીય “ફિટનેસ” નબળી પડે છે. બજારની અસ્થિરતા પર ધ્યાન આપ્યા વગરકન્ટીન્યુએસઆઈપીચાલુ રાખવાથી રોકાણકારો વધુ મજબૂત બને છે અને લાંબા ગાળાના ફાઇનાન્સિયલ લક્ષ્યો તરફ મક્કમ રીતે આગળ વધી શકે છે.

રોકાણકારો માટે સલાહ

સાતત્યતા જાળવો– બજારમાં આવતા ઉતાર-ચઢાવને ધ્યાનમાં લઈને ઉતાવળો નિર્ણય ન કરો. હેડલાઇન કરતાં તમારા ફાઇનાન્સિયલ લક્ષ્યો પર ધ્યાન આપો.

નીચા માર્કેટનો લાભ લો– શક્ય હોય તો જ્યારે બજાર નીચે જાય ત્યારે એસઆઈપીમાં વધારાનું રોકાણ કરો, જેથી તમારી ફાઇનાન્સિયલ અસ્થિરતાને ફાયદામાં ફેરવી શકાય.

રોકાણને વર્ગીકૃત કરો– અલગ-અલગ એસેટ ક્લાસ અને કેટેગરીમાં રોકાણ કરોજેથી જોખમ ઓછું રહે.

નિષ્ણાતોની સલાહ લો– તમારી રિસ્ક પ્રોફાઇલ અનુસાર એસઆઈપીસ્ટ્રેટેજી માટે ફાઇનાન્સિયલએક્સપર્ટનું માર્ગદર્શન લો.

તારણ

એસઆઈપીટૂંકા ગાળાના રોકાણોમાટે નહીં પરંતુ ડિસીપ્લીન વેલ્થ ક્રિએશન માટે ડીઝાઇન કરવામાં આવ્યું છે. અસ્થિર બજારમાં એસઆઈપીબંધ કરવાથી વર્ષોનું રોકાણ વ્યર્થ થઈ શકે છે અને ફાઇનાન્સિયલ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં વિલંબ થાય છે. એટલે સાચો રસ્તો એ છે કે બજારમાં આવતા ઉતાર-ચઢાવ કરતાધીરજ અને ડિસીપ્લીન સાથેલાંબા ગાળાના લક્ષ્યો પર ફોકસ કરવું જોઈએ.

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું એવું માનવું છે કે, બજારમાં આવતા ઉતાર-ચઢાવ એ રોકાણો માટેનો અવરોધ નથી, પરંતુ એક તક છે. જેમ એક મુસાફરહાઈવે પરનાઘણા બધા રફ રસ્તાઓ પસાર કરીને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે, તેમ રોકાણકારોએ પણ પોતાના એસઆઈપીમાં રોકાણ કરવાની યાત્રા ચાલુ રાખવી જોઈએ, જેથી લાંબા ગાળાની નાણાકીય લાભો મેળવી શકાય.

રોકાણકારોએ માત્ર રજીસ્ટર્ડમ્યુચ્યુઅલ ફંડ સાથે જ વ્યવહાર કરવો જોઈએ, જેની વિગત SEBI વેબસાઇટ ([https://www.sebi.gov.in](https://www.sebi.gov.in)) પર ‘Intermediaries/Market Infrastructure Institutions’હેઠળ ચકાસી શકાય છે.મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પર વન ટાઇમKYC (Know Your Customer)નીપ્રક્રિયા તથા સરનામું, ફોન નંબર, બેંક વિગતો વગેરે બદલવાની માહિતી ઉપલબ્ધ છે.જો રોકાણકારોનેરજીસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝનોરિસ્પોન્સ બરાબર ન લાગતો હોયતો તેઓ [https://scores.sebi.gov.in/](https://scores.sebi.gov.in/) પર ફરિયાદ નોંધાવી શકે છે. અનેSCORES પ્લેટફોર્મ મારફતે SEBI પાસે પણ ઑનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે અને તેનું સ્ટેટસ પણ જાણી શકાય છે.

ચેતવણી

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધિન છે. કૃપા કરીને તમામ યોજનાથી સંબંધિત દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો.

Related posts

કિંગ ઓફ લેવેટરી કેરે બોલીવૂડના કિંગ સાથે ભાગીદારી કરીઃ હાર્પિકે શાહરૂખ ખાનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કર્યું

truthofbharat

પ્રીડાયાબિટીસ: એક એવો તબક્કો જ્યાં તમે હજુ પણ તેને ફેરવી શકો છો

truthofbharat

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

truthofbharat