Truth of Bharat
આઈપીઓગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડનો આઈપીઓ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે

  • ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના 15,75,200 ઇક્વિટી શેર સુધી
  • આઈપીઓ સાઇઝ – ₹24.42 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર)
  • પ્રાઇઝ બેન્ડ – ₹147 – ₹155 પ્રતિ શેર
  • લોટ સાઇઝ – 800ઇક્વિટી શેર 

મુંબઈ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડ (ધ કંપની, ઇન્ફિનિટી) એક SaaS પ્રદાતા કંપની છે જે અનુકૂલિત અને એકીકૃત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઇઆરપી) સોલ્યુશન્સ પૂરા પાડવામાં નિપુણતા ધરાવે છે. એજ્યુકેશન, મેન્યુફેક્ચરિંગ, રિટેલ અને કન્સ્ટ્રક્શનજેવા સેક્ટરમાં ગ્રાહકોને સેવા આપતી આ કંપનીએમંગળવાર, 30 સપ્ટેમ્બર, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનું લક્ષ્ય બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹24.42 કરોડ એકત્ર કરવાનો છે.

આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય અને શેર દીઠ ₹147 – ₹155ની પ્રાઇઝ બેન્ડસાથે 15,75,200 ઇક્વિટી શેર છે,

ઇક્વિટી શેરની ફાળવણી

  • ક્યૂઆઈબીએન્કર પોર્શન – 4,08,000 ઇક્વિટી શેર સુધી
  • ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 2,72,800 ઇક્વિટી શેર સુધી
  • નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 2,06,400 ઇક્વિટી શેરથી ઓછા નહીં
  • ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 4,79,200 ઇક્વિટી શેરથી ઓછા નહીં
  • એમ્પલોયી રિઝર્વેશન – 1,29,600 ઇક્વિટી શેર સુધી
  • માર્કેટ મેકર – 79,200 ઇક્વિટી શેર

આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ “ZEROTOUCH” નામક પ્રોપ્રાઇટરી ટેકનોલોજી સોલ્યુશનના ડેવલપમેન્ટ, નવા આઈટીઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખરીદી અને સર્ટિફિકેશન, ટેન્ડર ડિપોઝિટ અને અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઇએમડી) માટે ભંડોળ, વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરૂં પાડવા માટે કરવામાં આવશે. એન્કર પોર્શન 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે અને ઇશ્યુ 03 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે.

આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.

ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવેશકુમાર ધિરજલાલ ગધેથરિયા જણાવ્યું, “આઇટી સેક્ટરમાં 17 વર્ષથી વધુના અનુભવ સાથે, ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડે શિક્ષણ, ઉદ્યોગ અને સરકારી સંસ્થાઓને સશક્ત બનાવતા સતત SaaS સોલ્યુશન્સ પૂરા પાડ્યા છે. અમારો આઈપીઓઆ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને અમારી રજૂઆતોને મજબૂત બનાવવા અને આગળ વધારવા માટે સક્ષમ બનાવે છે. આજે, 38 યુનિવર્સિટીઓ અને 11 ઉદ્યોગોમાં મજબૂત ઉપસ્થિતિ સાથે, અમે અમારી મુખ્ય કેમ્પસ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇન્ફિનિટી ઇઆરપીદ્વારા કાર્યક્ષમતા વધારવાનું જાળવી રાખીએ છીએ.

આ આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ અમારા વિકાસ રોડમેપને વેગ આપવા માટે વ્યૂહાત્મક રીતે મુખ્યત્વે અમારા માલિકીના સોલ્યુશન ‘ZEROTOUCH’ના ડેવલપમેન્ટ માટે, તેમજ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્ટિફિકેશન્સમાં રોકાણો માટે કરવામાં આવશે. નવી તકો ખોલવા અને ઝડપી વિસ્તરણને ટેકો આપવા માટે ટેન્ડર ડિપોઝિટ, અર્નેસ્ટ મની ડિપોઝિટ (ઇએમડી) અને વધારાની કાર્યકારી મૂડી તરફ પણ એક ભાગ નિર્દેશિત કરવામાં આવશે. અમારી સિદ્ધ નિપુણતા અને પ્રતિબદ્ધ ટીમના સમર્થનથી, અમે ઇન્ફિનિટી ઇન્ફોવેને વધુ ઊંચાઈઓ પર લઈ જવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.”

હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી અશોક હોલાનીએ જણાવ્યું, “ભારતના SaaS અને એડટેક સેક્ટર્સ ડિજિટલ પરિવર્તન, ઓટોમેશન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જેવા પ્રગતિશીલ સુધારાઓ દ્વારા સંચાલિત ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છે. 17 વર્ષથી વધુની સાબિત કુશળતા સાથે, ઇન્ફિનિટી ઇન્ફોવે લિમિટેડે તેની મુખ્ય કેમ્પસ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ફિનિટી ઇઆરપીઅને ઇન્ટેલિજેન્ટ કેમ્પસ મેનેજમેન્ટ અને ઓનલાઇન પરીક્ષાઓમાં એઆઈ-સંચાલિત ઉકેલો દ્વારા આ તકોને ઝડપી લેવા માટે મજબૂત ક્ષમતાઓ બનાવી છે.

આ આઈપીઓકંપનીને નવીનતાને વેગ આપવા, તેના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને શિક્ષણ, ઉદ્યોગ અને સરકારી સંગઠનોમાં મોટા ગ્રાહક આધારને સેવા આપવા માટે કામગીરીનો વિસ્તાર કરવા માટે સશક્ત બનાવશે. અમને ઇન્ફિનિટી ઇન્ફોવેની આઈપીઓયાત્રાનો ભાગ બનવાનો ગર્વ છે અને અમે એવી કંપનીને સમર્થન આપીએ છીએ જે ભારતની ડિજિટલ વૃદ્ધિની વાર્તામાં સાર્થક યોગદાન આપવા માટે સારી સ્થિતિમાં છે.”

About Infinity Infoway Limited:

Infinity Infoway Limited (The Company, Infinity) is a SaaS Provider of ERP, EdTech, and enterprise software solutions with an order book of ₹5,555.17 Lakhs. in hand and serving 38 universities and 11 industries, and government organizations.Their flagship products include the Campus Management System and Infinity ERP, focusing on accounts and human resource management. Serving universities, schools, and small businesses across India, their Campus Management System helps universities manage student data, including attendance, homework, examination schedules, and assignments.

The Company offers Education ERP, Artificial Intelligence to enable: Intelligent Campus Management, AI-integrated Industrial ERP (iERP) AI-driven Online Examination, Question Paper Delivery System (QPDS) & Proctoring, Digital Learning aligned with National Education Policy 2020.With a successful track record in outsourcing manpower, it delivers ERP support services across India, providing built-in software applications to support various operational needs. The Company is an ISO 9001:2015 and ISO 27001:2013 certified.

In FY25, The Company achieved a Revenue of ₹1,319.23Lakhs, EBITDA of ₹616.06 Lakhs & PAT of ₹419.15 Lakhs

Disclaimer:

Certain statements in this document that are not historical facts are forward looking statements. Such forward-looking statements are subject to certain risks and uncertainties like government actions, local, political or economic developments, technological risks, and many other factors that could cause actual results to differ materially from those contemplated by the relevant forward-looking statements. The Company will not be in any way responsible for any action taken based on such statements and undertakes no obligation to publicly update these forward-looking statements to reflect subsequent events or circumstances.

Related posts

ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાના નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે પશ્ચિમ ભારતમાં તેની હાજરીનું વિસ્તરણ કર્યું

truthofbharat

મેટર અનપ્લગ્ડ તમને ભારતની પ્રથમ ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરબાઇક – AERA પર તમારી કુશળતા, ગતિ અને જુસ્સાને ચકાસવા માટે આમંત્રિત કરે છે.

truthofbharat

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડે લોન્ચ કર્યું આકાશ ઈન્વિક્ટસ – ઈજનેરિંગના ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અંતિમ ગેમ-ચેન્જર JEE તૈયારી કાર્યક્રમ

truthofbharat