Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન6: અયહિકા મુખર્જી અમદાવાદ એસજી પાઈપર્સની સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સ વિરુદ્ધ જીતમાં ઝળકી

અમદાવાદ ૫ જૂન ૨૦૨૫: અયહિકા મુખર્જીના શાનદાર પ્રદર્શનની મદદથી અમદાવાદ એસજી પાઈપર્સે ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં પોતાની પ્રથમ જીત મેળવી, ટીમે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 8-7થી રોમાંચક મેચમાં હરાવી હતી. અમદાવાદ ટીમ માટે રિકાર્ડો વોલ્થરે પાયસ જૈન વિરુદ્ધ 3-0ની જીત સાથે પ્રારંભ કર્યો હતો. જે પછી અયહિકા મુખર્જીએ પોયમંતી બૈસ્યાને 2-1થી નિર્ણાયક ગેમ ગોલ્ડન પોઈન્ટ સાથે જીતી હરાવી હતી. જે પછી રિકાર્ડો/અયહિકાની જોડીએ ગેરાસિમેન્કો/પોઈમંતીની જોડીને 2-1 (11-2, 11-6, 7-11)થી મહાત આપી હતી. જે પછી ચેન્નાઈ લાયન્સે કમબેક કર્યું અને ગેરાસિમેન્કો એ સ્નેહિત સુરવાજુલ્લાને 2-1થી મહાત આપી હતી. પરંતુ સ્નેહિતની બીજી ગેમમાં જીતે અમદાવાદને વિજયી દિશા આપી હતી. ફેન સિકી એ જ્યોર્જિયા પિકોલીન સામે 3-0થી ક્લિન સ્વીપ કરતા અમદાવાદ એસજી પાઈપર્સને 8-7થી જીત અપાવી હતી. અયહિકા ઈન્ડિયન પ્લેયર ઓફ ધ ટાઈ રહી હતી, જ્યારે વોલ્થરે શ્રેષ્ઠ વિદેશી ખેલાડીનો એવોર્ડ જીત્યો. ફેન સિકીએ શૉટ ઓફ ધ ટાઈનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

Related posts

વિક્રાંત મેસી અને શનાયા કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને આકર્ષી રહી છે – ‘આંખો કી ગુસ્તાખિયાં’નું પહેલું પોસ્ટર રિલીઝ

truthofbharat

એમેઝોનના ગ્રેડ ફ્રીડમ ફેસ્ટિવલમાં મોટી ખરીદી કરોઃ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી અને ઘણા બધા પર ડીલ્સ જુઓ

truthofbharat

કોકા-કોલાની 8 વર્ષની આઈસીસી ભાગીદારી વુમન્સ વર્લ્ડ કપ 2025 દરમિયાન સ્થાનિક હીરોને બિરદાવે છે

truthofbharat