ગુરુગ્રામ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની અગ્રણી ઓનલાઇન ટ્રાવેલ કંપની MakeMyTripએ ભારતની ફૂડ ઓર્ડર કરવા માટેની અને ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટો સાથે હાથ મિલાવ્યા છે, જેથી ટ્રેનના મુસાફરોને સીધા તેમની સીટ પર જ ભોજનની સવલત પૂરી પાડી શકાય. જે મુસાફરો તેમની ટિકીટ્સ MakeMyTrip પર બુક કરાવે છે તેઓ ઝોમેટો પર લિસ્ટેડ 40,000+ પાર્ટનર્સ પાસેથી 130થી વધુ સ્ટેશનોએ ફૂડ ઓર્ડર કરી શકે છે.
આ તક નોંધપાત્ર છે. FY 2024-25માં 90,000થી વધુ રેલવે મુસાફરોએ ઇન્ડિયન રેલવેની ઇ-કેટરીંગ સેવાનો દરરોજ ઉપયોગ કર્યો હતો, જે વારિષ્ક ધોરણે 66%ની વૃદ્ધિ દર્શાવે છે. MakeMyTrip પોતાની ‘ફૂડ ઓન ટ્રેન’ આ લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે જેમાં નાસ્તો, રાત્રિનું ભોજન અને ઝડપી નાસ્તાઓનો સમાવેશ થાય છે જેમાં તેની માલિકીના ‘લાઇવ ટ્રેન સ્ટેટસ ટૂલ’નો લાભ ઉઠાવશે, જે પ્લેટફોર્મને મુસાફરો તેમના અત્યંત સુગમ સમયે પોતાના ઓર્ડર્સ મુકવા માટે સક્ષમ બનાવે છે.
ઝોમેટો સાથેના સોફ્ટ લોન્ચનો પ્રારંભિક પ્રતિસાદ પ્રોત્સાહક રહ્યો છે અને તે મુસાફરીને અનુકૂળ ભોજનને પસંદ કરે છે તે દર્શાવે છે. આ ગતિના આધારે, MakeMyTrip તેના ઓન-ટ્રેન ફૂડ ડિલિવરી વિશે વધુ જાગૃતિ લાવવા માટે લક્ષિત ઝુંબેશ શરૂ કરશે.

આ પ્ગતિ વિશે વાત કરતા, MakeMyTripના ચિફ બિઝનેસ ઓફિસર (ફ્લાઇટ્સ, GCC, કોર્પોરેટ ટ્રાવેલ) અને ચિફ માર્કેટિંગ ઓફિસર રાજ રિશી સિંઘએ જણાવ્યું હતુ કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે ગ્રાહક-કેન્દ્રિત નવીનતાઓ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને ટ્રેન બુકિંગ ક્ષેત્રમાં એકંદર ઉદ્યોગ કરતાં વધુ ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ. અમારા ફૂડ ઓન ટ્રેન માર્કેટપ્લેસના લોન્ચ સાથે, અમે મુસાફરોને વધુ પસંદગી અને સુવિધા આપીને મુસાફરીના અનુભવને વધારવામાં વધુ એક પગલું ભરી રહ્યા છીએ. ઝોમેટો સાથેનો આ સહયોગ તે ગતિ પર આધાર રાખે છે અને ભારતના ગતિશીલતાવાળી ઇકોસિસ્ટમમાં સૌથી ઝડપથી વિકસતી વપરાશ તકોમાંથી એકને વ્યૂહાત્મક રીતે અનલૉક કરવામાં ફાળો આપશે.”
આ પ્રગતિ પર ટિપ્પણી કરતા ઝોમેટોના પ્રોડક્ટ વીપી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતુ કે, “’ભારતની સેવા’ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમારા દરેક કાર્યને આગળ ધપાવે છે, અને અમે સતત અમારા ગ્રાહકોના અનુભવોને સરળ અને આનંદપ્રદ બનાવવાના રસ્તાઓ શોધી રહ્યા છીએ. MakeMyTrip સાથેના આ સહયોગથી ટ્રેન મુસાફરો MakeMyTrip પ્લેટફોર્મ દ્વારા તેમના મનપસંદ રેસ્ટોરન્ટ્સમાંથી ભોજનનો ઓર્ડર સરળતાથી આપી શકે છે, જેમાં તેમની સીટ પર સીધા ખોરાકની ડિલિવરીનો સમાવેશ થાય છે. આ ભાગીદારી અમારા ગ્રાહકોને જે મૂલ્ય લાવશે તે અંગે અમે ખરેખર ઉત્સાહિત છીએ.”
દિવાળી સ્પેશિયલ તરીકે, MakeMyTrip પર તેમની રેલ મુસાફરી બુક કરાવનારા મુસાફરોને તેમની મુસાફરી વધુ આનંદદાયક બનાવવા માટે એક મફત કૂપન મળશે, જે ઝોમેટો દ્વારા ફૂડ ઓર્ડર પર રિડીમ કરી શકાય છે.
MakeMyTrip સુવિધા અને સુગમતા માટે રચાયેલ ટેકનોલોજી-આધારિત સુવિધાઓ સાથે ટ્રેન મુસાફરીના દરેક તબક્કાને વધારી રહી છે. પ્રી-બુકિંગ તબક્કામાં, મુસાફરો રૂટ એક્સટેન્શન સહાય, નજીકના સ્ટેશન સૂચનો, કનેક્ટેડ ટ્રાવેલ પ્લાન અને તાજેતરમાં લોન્ચ કરાયેલ સીટ ઉપલબ્ધતા આગાહી જેવા સાધનોનો લાભ મેળવી શકે છે. બુકિંગ દરમિયાન, સીટ લોક, ટ્રિપ ગેરંટી અને ફ્રી કેન્સલેશન જેવી સુવિધાઓ વધારાની પસંદગી અને ખાતરી પૂરી પાડે છે. ઝોમેટો દ્વારા ટ્રેનમાં ફૂડ ડિલિવરી, લાઇવ પીએનઆર અપડેટ્સ અને રીઅલ-ટાઇમ ટ્રેન ટ્રેકિંગ જેવી પોસ્ટ-બુકિંગ સેવાઓ આગમન સુધી અંતરાયમુક્ત મુસાફરી સુનિશ્ચિત કરે છે.
ટ્રેન પર ફૂડ ડિલિવરી માટે અધિકૃત આઈઆરસીટીસી ભાગીદાર બન્યા પછી, ઝોમેટોએ 130+ સ્ટેશનો પર 4.6 મિલિયન+ ઓર્ડર ડિલીવર કર્યા છે. સુવિધા સાથે ભૂતકાળની યાદોનું મિશ્રણ કરીને, આ સેવા મુસાફરોને તેમની સીટ પર ડિલિવર કરાયેલા હાર્દિક ભોજનનો આનંદ માણવાની મંજૂરી આપે છે, જેમાં વાનગીઓ અને કિંમત બિંદુઓની વિશાળ પસંદગી અને તેમની પીએનઆર વિગતોનો ઉપયોગ કરીને તેમની ટ્રેન મુસાફરીના 7 દિવસ અગાઉ પ્રી-બુક કરવાનો વિકલ્પ છે.
