- મારુતિ સુઝુકીએએકીકૃત ચુકવણીની સફર સાથે હોમ ચાર્જિંગ અને પબ્લિક ચાર્જિંગ સહિતEV ચાર્જિંગની જરૂરિયાતો માટે એક વ્યાપક એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ સાથે મજબૂત ઇલેક્ટ્રિક વાહન ઇકો-સિસ્ટમની જાહેરાત કરી
- મારુતિ સુઝુકીએ એક ઐતિહાસિક પગલાના ભાગ રૂપે, એક જ પ્લેટફોર્મ પર ચાર્જિંગના નિર્બાધ અનુભવો પૂરા પાડવા માટે 13^અગ્રણી ચાર્જ પોઇન્ટ ઓપરેટર્સ (CPOs) અને એગ્રીગેટર્સ સાથે સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા
- 2000+વિશિષ્ટ મારુતિ સુઝુકી ચાર્જિંગ પોઇન્ટ્સ દેશવ્યાપી ડીલર નેટવર્ક પર સુલભ છે. ગ્રાહકોની ચાર્જિંગની જરૂરિયાતોને વ્યાપક ભાગીદાર-સંચાલિત સમગ્ર ભારતમાં ફેલાયેલા ચાર્જિંગ નેટવર્કથી વધુ ટેકો મળે છે
- મારુતિ સુઝુકી 2030 સુધીમાં 1,00,000 +પબ્લિક ચાર્જિંગ પોઇન્ટ્સને શરૂ કરવા માટે તેના ભાગીદારો સાથે કામ કરશે
- અજોડEV ચાર્જિંગ નેટવર્ક રજૂ કરવા માટે, ‘ઇ-ડ્રાઇવ’ના ભાગ રૂપે, ગુરુગ્રામથી ભારતની ચારેય દિશામાં એટલે કે ઉત્તરમાં શ્રીનગર, દક્ષિણમાં કન્યાકુમારી, પશ્ચિમ છેડે ભૂજ અને પૂર્વ ભાગમાં દિબ્રુગઢ જવા માટે ચાર e VITARAsને લીલી ઝંડી બતાવીને રવાનાકરવામાં આવી
- 60°C થી -30°C ના આત્યંતિક તાપમાન સ્પેક્ટ્રમ પર ‘રેતીથી બરફ સુધી’ સખત રીતે કસોટીમાંથી પસાર કરવામાં આવેલી, e VITARA એ 543 કિમી* ની ડ્રાઇવિંગ રેન્જ આપીને એકધારું પરફોર્મન્સ કર્યું છે
નવી દિલ્હી | ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ — મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (મારુતિ સુઝુકી) દ્વારા13 ચાર્જ પોઇન્ટ ઓપરેટર્સ (CPOs) અને એગ્રીગેટર્સ સાથે સહયોગ કરારો પર ઐતિહાસિક હસ્તાક્ષર થયા હોવાની જાહેરાત કરવામાં આવી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી હિસાશી તાકેઉચી તેમજ માર્કેટિંગ અને સેલ્સ, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પાર્થો બેનર્જી, અને CPOsના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ આ સમયેઉપસ્થિત રહ્યા હતા.
મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી હિસાશી તાકેઉચીએ આ પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “મારુતિ સુઝુકી ખાતે, અમે અમારા ગ્રાહકો સાથે કાયમી વિશ્વાસ સ્થાપિત કરવા માટે તેમને માલિકીનો આનંદદાયક અનુભવ આપવાનો પ્રયાસ કરીએ છીએ. આજે, અમે એક ઐતિહાસિક પગલું ભરી રહ્યા છીએ, કારણ કે અમે EV ચાર્જિંગની ચિંતાઓને દૂર કરવા અને ગ્રાહકોનો વિશ્વાસ વધારવા માટે સંપૂર્ણ તૈયારી સાથે ઇલેક્ટ્રિક પરિવહનના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ. અમે અમારા વેચાણ અને સર્વિસ નેટવર્કમાં 1,100 થી વધુ શહેરોમાં 2,000 કરતાં વધુ મારુતિ સુઝુકી વિશિષ્ટ ચાર્જિંગ પોઇન્ટનું મજબૂત નેટવર્ક સ્થાપિત કર્યું છે. આ ઉપરાંત, અમે સમગ્ર દેશમાં વિશાળ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુલભતા પૂરી પાડવા માટે 13 ચાર્જ પોઇન્ટ ઓપરેટરો સાથે સહયોગ કર્યો છે. સુઝુકીના વૈશ્વિક વિઝનને અનુરૂપ, અમે બહુવિધ EV રજૂ કરવાની યોજના બનાવીએ છીએ અને આને સમર્થન આપવા માટે, અમે 2030 સુધીમાં સમગ્ર ભારતમાં 1 લાખથી વધુ ચાર્જિંગ પોઇન્ટનું નેટવર્ક સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.“
મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સ સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પાર્થો બેનર્જીએ મજબૂત EV ઇકોસિસ્ટમ બતાવતી વખતેજણાવ્યું હતું કે, “આજે ભારતમાં ઇલેક્ટ્રિક પરિવહન માટે એક નવો યુગ શરૂ થયો છે. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે,EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુખ્ય ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમારા વ્યાપક નવા પ્લેટફોર્મ સાથેમારુતિ સુઝુકી EV માટે તૈયાર અને તમારી સાથે છે. ભારતના સૌથી મોટા ડીલર નેટવર્ક અને અમારા ચાર્જિંગ ભાગીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને, અમે ભારતના ટોચના 100 શહેરોમાં મુખ્ય સ્થળોએ સરેરાશ 5-10 કિલોમીટરના અંતરે EV ચાર્જિંગ પોઇન્ટ હોય તેવું સુનિશ્ચિત કરી રહ્યા છીએ. અમારા સંભવિત EV ગ્રાહકોનેદેશવ્યાપી ડ્રાઇવિંગ સ્વતંત્રતા મળી શકે માટે મુખ્ય હાઇવે પર નિયમિત અંતરાલે DC ફાસ્ટ ચાર્જર્સ પણ લગાવવામાં આવ્યા છે. ગ્રાહકોની માનસિક શાંતિ વધારવા માટે, અમે 1100 શહેરોમાં 1500+ સર્વિસ વર્કશોપ સક્રિય કર્યા છે અને અમારા ગ્રાહકોની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે 1.5 લાખ તાલીમબદ્ધ લોકોના મજબૂત EV કાર્યદળને ખાસ તૈનાત કર્યું છે.અમે દેશના દરેક ભાગમાં EV માલિકીને સમર્થન આપવા માટે, અમારા સંભવિત eVITARAગ્રાહકોની વેચાણ પછીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 1100 શહેરોમાં 1500+ EV-તૈયાર સેવા વર્કશોપ પણ સક્રિય કર્યા છે.”
શ્રી બેનર્જીએ ઉમેર્યું હતું કે, “આ ઉપરાંત, અમે એક નવતર’ઇ-ડ્રાઇવ’ રજૂ કરીને આ પ્લેટફોર્મની તાકાત બતાવી રહ્યા છીએ જે મારુતિ સુઝુકીના વ્યાપક EV ચાર્જિંગ નેટવર્કની વાસ્તવિક-દુનિયાની અસરકારકતા બતાવશે. ‘ઇ-ડ્રાઇવ’ની મદદથી, અમે વપરાશકર્તાઓનો વિશ્વાસ વધારવામાંગીએ છીએ તેમજઝડપથીEV અપનાવવાનો અમારો ઉદ્દેશ્ય છે, તેમજ નેટ શૂન્ય ઉત્સર્જનના દેશના લાંબાગાળાના લક્ષ્ય માટે પણ તે કામ કરશે.”
મારુતિ સુઝુકી ‘ઇ ફોર મી’EV ચાર્જિંગ મોબાઇલ એપ્લિકેશન ભાગીદાર-સંચાલિત ચાર્જિંગ પોઇન્ટ્સ અને મારુતિ સુઝુકીના પોતાના EV ચાર્જિંગ નેટવર્કથી એક જ પ્લેટફોર્મ પર EV ચાર્જિંગ પોઇન્ટ્સનોએન્ડ-ટુ-એન્ડ ઉપયોગ શક્ય બનાવે છે, જે EV ચાર્જિંગ માટે ગ્રાહકોને એકસમાન અનુભવની સફર પૂરી પાડે છે તેમજ તેના પરUPI અથવા Razorpayદ્વારા સંચાલિત વિશિષ્ટ ‘મારુતિ સુઝુકી મની‘દ્વારા ચુકવણી કરી શકાય છે. જ્યારે eVITARAબુક કરવામાં આવે ત્યારથી, ‘ઇફોર મી’ એપ્લિકેશન વાહન હોમ-ચાર્જર સેટ અપ કરવા અને શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે તેમજજાહેર ચાર્જિંગ પોઇન્ટ્સ શોધવા અને તેનો ઉપયોગ કરવા માટે એક જ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, તેમજ પ્લેટફોર્મ પર બીજી ઘણી અન્ય સુવિધાઓ પણ મળશે.
‘ઇ ફોર મી‘ના મુખ્ય તથ્યો:
- એપ્લિકેશન પર ઉપલબ્ધ EV ચાર્જિંગ પોઇન્ટશોધો, ચુકવણી કરો અને ઉપયોગ કરો.
- સમાન એપ્લિકેશનમાંથી પબ્લિક અને સ્માર્ટ હોમ ચાર્જરનો ઉપયોગ.
- મારુતિ સુઝુકી ડીલર આઉટલેટ્સ પર ‘ટૅપ કરો અને ચાર્જ કરો‘ફંક્શનાલિટી માટે એક કાર્ડ અને હોમ ચાર્જર.
- કારમાં EV ચાર્જિંગના નિર્બાધ અનુભવ માટે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પર મિરર ઇફોર મી એપ્લિકેશન.
- સ્માર્ટ હોમ ચાર્જર વગેરેના પાવર આઉટપુટને દૂરથી ચાલુ/બંધ અને મેનેજ કરી શકાય છે.
મારુતિ સુઝુકીએ મજબૂત EV ઇકોસિસ્ટમ પણ અમલમાં મૂકી છે જેણે કંપનીના શોરૂમના નેટવર્ક અને 1500 થી વધુ સર્વિસ વર્કશોપને EV માટે તૈયાર બનાવીને ભારતમાં શ્રેષ્ઠ EV માલિકીનો અનુભવ પ્રદાન કરવા માટે સક્ષમ બનાવ્યા છે, જેને 1.5 લાખ લોકોનું મજબૂત EV માટે તૈયાર કાર્યબળ દ્વારા સમર્થન મળેલું છે.
કંપનીEV ચાર્જિંગના નેટવર્કની નોંધપાત્રતૈયારીમાન્ય કરવા માટે, સમગ્ર ભારતમાં ‘ઇ-ડ્રાઇવ’ શરૂ કરી રહી છે. આ ડ્રાઇવના ભાગ રૂપે, ચાર eVITARA Born EVનેગુરુગ્રામથી દેશના ચારેય ખૂણામાં રવાના કરવામાં આવી છે. ઉત્તરમાં શ્રીનગરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારીના દરિયાકાંઠાના છેડા સુધી, પૂર્વમાં ડિબ્રુગઢ અને ગુજરાતમાં ભારતના પશ્ચિમ કિનારે ભૂજ સુધી, આ ડ્રાઇવ સમગ્ર ભારતમાં EV ચાર્જિંગ અને માલિકીની વાસ્તવિક શક્યતા બતાવશે; દેશવ્યાપી ‘ઇ ફોર મી’ ચાર્જિંગ પોઇન્ટના મજબૂત ઓપરેશનલ નેટવર્કને મજબૂત બનાવશે. ગ્રાહકનો વિશ્વાસ મજબૂત બનાવવા માટે, ‘ઇ ફોર મી એપ્લિકેશન’નેApple App Store® અને Google Play™ સ્ટોર પર સુલભ રાખવામાં આવશે, જેથી સંભવિત મારુતિ સુઝુકી EV ગ્રાહકો EV ચાર્જિંગ પોઇન્ટના રાષ્ટ્રીય નેટવર્કને જોઈ શકશે.
મેડ-ઇન-ઇન્ડિયા અને સમગ્ર દુનિયામાં નિકાસ થતી, e VITARA Born EV વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક કરેલું ઉત્પાદન છે. ‘રેતીથી લઈને બરફ સુધી’ સુધીના કેટલાક સૌથી કઠોર માર્ગોવાળી પરિસ્થિતિઓમાં 1 કરોડથી વધુ પરીક્ષણ કિલોમીટરનું તેના પર સખત પરીક્ષણ કરવામાં આવ્યું છે; e VITARA એ –30°C થી 60°C સુધીના આત્યંતિક તાપમાનમાં 543 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ સાથે એકધારું પરફોર્મન્સ આપ્યું છે.દુનિયાભરના EV માલિકો માટે અત્યાધુનિક, એકસમાન ગ્રાહક અનુભવો પૂરા પાડવા માટે તૈયાર કરવામાં આવેલ, ‘ઇ ફોર મી’ ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમની મદદથી e VITARA ગાડી EVનીમાલિકીને ફરીથી પરિભાષિત કરવા માટે તૈયાર છે.
==================
