ગુજરાત, અમદાવાદ ૨૭ મે ૨૦૨૫: ભારતની અગ્રણી સોલારપેનલ ઉત્પાદક કંપની, ઇન્સોલેશનએનર્જી લિમિટેડ (INA સોલાર) એ 31 માર્ચ 2025 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2024-25 માટે તેના નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. એકીકૃત બેલેન્સશીટ મુજબ, ઉપરોક્ત સમયગાળા દરમિયાન કંપનીએ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 737.17 કરોડની કમાણી સામે રૂ. 1333.76 કરોડનું ટર્નઓવર કર્યું છે, જે ગયા વર્ષ કરતા 80.93% વધુ છે.
આ સમયગાળા દરમિયાન, કંપનીનું ગ્રોસ માર્જિન ૧૨૪.૩૩ કરોડ રૂપિયાથી વધીને ૨૩૧.૭૯ કરોડ રૂપિયા થયું છે જે ગયા વર્ષ કરતા ૮૬.૪૪% વધારે છે.
આ જ સમયગાળા દરમિયાન કંપનીએ રૂ. ૮૪.૧૭ કરોડની સરખામણીમાં રૂ. ૧૭૦.૩૨ કરોડનો EBITDA મેળવ્યો છે જે ગયા વર્ષ કરતાં ૧૦૨.૩૫% વધુ છે.
આ સમયગાળા દરમિયાન, કંપનીએ રૂ. ૫૫.૪૭ કરોડની સામે રૂ. ૧૨૬.૧૯ કરોડનો ટેક્સ પછીનો ચોખ્ખો નફો મેળવ્યો છે. જે ગયા વર્ષ કરતા ૧૨૭.૫૦% વધુ છે.
કંપનીની શેર દીઠ કમાણી (EPS) આ વર્ષે 2.66 ની સરખામણીમાં 5.95 રહી છે, જે ગયા વર્ષ કરતા 123.68% વધુ છે.
કંપનીના ચેરમેન શ્રી મનીષ ગુપ્તા અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિકાસ જૈને જણાવ્યું હતું કે INA સોલારની સ્થાપના વર્ષ 2017 માં ફક્ત 80 મેગાવોટનીપીવીમોડ્યુલ ઉત્પાદન ક્ષમતા સાથે કરવામાં આવી હતી. જુલાઈ2025 સુધીમાં, કંપની 4 GW મોડ્યુલઉત્પાદનનો પ્રભાવશાળી સીમાચિહ્ન હાંસલ કરશે. એટલું જ નહીં, કંપનીએ 2027 સુધીમાં 8 GW PV મોડ્યુલ, 3 GW સોલાર સેલ અને 54,000 MTA એલ્યુમિનિયમ ફ્રેમ ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે. સતત પ્રગતિ અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે INA સોલારે આજે ભારતમાં ટોચના 10 સોલારપેનલઉત્પાદકોમાં સ્થાન મેળવ્યું છે.
અમે TOPCon, મોનોફેશિયલ અને બાયફેશિયલ જેવા અત્યાધુનિકસોલારપેનલ્સનું ઉત્પાદન કરીએ છીએ, જે નવીનતા અને શ્રેષ્ઠ ગુણવત્તા માટે જાણીતા છે.અમારાઅત્યાધુનિક ઉત્પાદન એકમોAI અને રોબોટિક્સ જેવી નવીનતમતકનીકોથી સજ્જ છે, જે દરેક પેનલમાં ઉચ્ચતમસ્તરનીચોકસાઇ, ઉત્પાદકતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે.
INA સોલારનો ઉદ્દેશ્ય ભારતને સૌર ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. કંપનીએ સ્પષ્ટતા કરી,
“અમે ‘મેક-ઇન-ઇન્ડિયા’ના વિઝનને એક નવા સ્તરે લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજી દ્વારા નિર્ધારિત 2030 સુધીમાં 500 GW ગ્રીન એનર્જીનાલક્ષ્યને પ્રાપ્ત કરવામાં INA સોલાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.”
