Truth of Bharat
એજ્યુકેશનગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇમાર્ટિકસ લર્નિંગે અમદાવાદમાં પોતાનું પ્રથમ કેન્દ્ર શરૂ કર્યું; નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં 5 મિલિયન લર્નર્સનું કૌશલ્ય સંવર્ધન કરવાના ભાગરૂપે કેન્દ્રની શરૂઆત

  • હાલ ઇમાર્ટિકસ સમગ્ર ભારતમાં 20થી વધારે તાલીમકેન્દ્રો અને ઓફિસ ધરાવે છે, જે વ્યવસાયિક શૈક્ષણિક ક્ષેત્રમાં તેની બહોળી પહોંચનું પ્રતિબિંબ છે
  • ભારતનાં રોજગારી બજારમાં અમદાવાદ આશરે 10 ટકા હિસ્સો ધરાવે છે, જે ડેટા સાયન્સ, ફાઇનાન્શિયલ એનાલીટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીઓમાં વ્યવસાયિક કુશળતાઓ માટેની ઊંચી માગથી સંચાલિત છે

અમદાવાદ | ૪ જુલાઈ ૨૦૨૫: ભારતની અગ્રણી પ્રોફેશનલ એજ્યુકેશન કંપનીઓ પૈકીની એક ઇમાર્ટિકસ લર્નિંગએ અમદાવાદમાં તેનું પ્રથમ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી. સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને આકર્ષતા પ્રસિદ્ધ શૈક્ષણિક કેન્દ્ર તરીકે અમદાવાદ ટોચની યુનિવર્સિટીઓ, એન્જિનીયરિંગ કૉલેજો અને મેનેજમેન્ટ સંસ્થાઓ ધરાવે છે, જેમાં IIM અમદાવાદ સામેલ છે. આ નવા સેન્ટર સાથે ઇમાર્ટિકસ લર્નિંગનો ઉદ્દેશ હાલ કુશળ પ્રતિભાઓની ખેંચ પૂર્ણ કરવાનો અને સ્થાનિક પ્રતિભાઓને ઉદ્યોગને સુસંગત અભ્યાસક્રમો અને કારિકિર્દીમાં વ્યવહારિક સપોર્ટ મારફતે ઉચ્ચ માગ ધરાવતાં કૌશલ્યો સાથે સજ્જ કરવાનો છે.

ઉદ્યોગના આંકડા સૂચવે છે કે, ગુજરાત 21થી 29 વર્ષની વયજૂથમાં રોજગારી મેળવી શકે એવા યુવાનોનો ઊંચો દર ધરાવતા દેશનાં રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ભારતના રોજગારી બજારમાં અમદાવાદ આશરે 10 ટકા હિસ્સો ધરાવે છે, જ્યાં ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, ઓટોમોટિવ અને ધિરાણ સેવાઓનું વર્ચસ્વ છે. શહેર ગિફ્ટ સિટીની શરૂઆત સાથે ફાઇનાન્શિયલ પાવરહાઉસ પણ બની ગયું છે, જેનાથી ફિનટેક અને ફાઇનાન્શિયલ એનાલીટિક્સ પ્રતિભાઓ માટે નવી માગ ઊભી થઈ છે. વળી ઇન્ટરનેટ જોડાણ અને ડિજિટલ સ્વીકાર્યતામાં સુધારો થયો છે એટલે અમદાવાદની બહાર પણ લર્નર્સ કૌશલ્ય સંવર્ધન માટે હાઇબ્રિડ લર્નિંગ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યાં છે. ઇમાર્ટિકસ લર્નિંગનું મિશ્ર લર્નિંગ મોડલ (ક્લાસરૂમમાં માર્ગદર્શન સાથે ઓનલાઇન કન્ટેન્ટનો સમન્વય) સુનિશ્ચિત કરશે કે લર્નર્સને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે.

લર્નર્સને ફાઇનાન્સ, એનાલીટિક્સ અને માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં ઇમાર્ટિકસ લર્નિંગના રોજગારીની ખાતરી આપતાં પ્રોગ્રામમાંથી લાભ થશે, જે ઇન્ટરવ્યૂની ખાતરી અને સુનિશ્ચિત પ્લેસમેન્ટ સપોર્ટ પૂરો પાડે છે. આ રીતે તેઓ ઉદ્યોગમાં પ્રસ્તુત ભૂમિકાઓમાં તેમનું સફળતાપૂર્વક પ્લેસમેન્ટ સુનિશ્ચિત થશે. નવું સેન્ટર પાંચ આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ સર્ટિફિકેશન – CMA, CFA, ACCA, CPA, અને FRM માટે ખાસ તૈયાર કરેલાં પ્રોગ્રામ પણ પૂરાં પાડશે. આ તમામ પ્રોગ્રામ લર્નર્સને તેમની રોજગારદક્ષતા વધારવા અને રાજ્યમાં સતત આગેકૂચ કરી રહેલા ધિરાણ સેવા ક્ષેત્રમાં કારકિર્દીમાં પ્રગતિ કરવા આંતરરાષ્ટ્રીય માપદંડ ધરાવતી કુશળતાઓ અને વિશ્વસનિયતાઓ પ્રદાન કરશે.

ઇમાર્ટિકસ લર્નિંગના સ્થાપક અને સીઇઓ નિખિલ બાર્શિકરે કહ્યું હતું કે,“અમે જોઈ રહ્યાં છીએ કે અનેક ફ્રેશર્સ અને કારકિર્દી વહેલી શરૂ કરનાર વ્યવસાયિકો ફાઇનાન્સ, ડેટા સાયન્સ અને એનાલીટિક્સ, જેન AI, માર્કેટિંગ અને વિકસતી ટેકનોલોજીઓમાં સર્ટિફિકેશન કોર્સ સક્રિયપણે કરી રહ્યાં છે, જેનો ઉદ્દેશ ઉદ્યોગમાં અને કારકિર્દીમાં તેમની પ્રસ્તુતતા જાળવવાનો છે. આ કાર્યશૈલીમાં નોંધપાત્ર પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, જેમાં કારકિર્દીના વિકાસ માટે સતત નવું કૌશલ્ય શીખવાનું કે કૌશલ્ય સંવર્ધન કરવાનું કાર્ય અભિન્ન અંગ બની ગયું છે. અમદાવાદ સેન્ટરની શરૂઆત નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં 5 મિલિયન લર્નર્સનું કૌશલ્ય સંવર્ધન કરવાના, ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ વધારવાના અને કારકિર્દીમાં પ્રગતિની તકો ઊભી કરવાના ઉદ્દેશની દિશામાં એક વધુ પગલું છે. ગુજરાતની સતત ગતિશીલ આર્થિક વૃદ્ધિ અને ભવિષ્ય માટે સજ્જ પ્રતિભા માટેની સતત વધતી માગને પગલે અમારા માટે આ રાજ્ય વ્યૂહાત્મક પ્રાથમિકતા બની ગયું છે. નવું સેન્ટર ફાઇનાન્સ, ડેટા સાયન્સ અને એનાલીટિક્સ, માર્કેટિંગ અને ડિજિટલ ટેકનોલોજીઓ – સંચાલિત નવીનતા જેવા ઊંચી માગ ધરાવતા તમામ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં કુશળ પ્રતિભાઓ વિકસાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. પરિણામે રાજ્યમાં ઝડપથી કામગીરીનું વિસ્તરણ કરતાં ઉદ્યોગોની વૃદ્ધિમાં અમે અર્થસભર પ્રદાન કરી શકીશું.”

નવું સેન્ટર સી જી રોડ પર માર્કેડોમાં શરૂ થઈ ગયું છે. હાલ ઇમાર્ટિકસ લર્નિંગ સમગ્ર દેશમાં 20થી વધારે સેન્ટર અને ઓફિસ ધરાવે છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ત્રણથી પાંચ વધુ સેન્ટર શરૂ કરવાની યોજના બનાવી છે, જેનાં પગલે નવા ભૌગોલિક વિસ્તારોમાં તેની કામગીરી વધશે, ખાસ કરીને ટિઅર II અને ટિઅર III શહેરોમાં. આ પગલું કંપનીનાં સમગ્ર દેશમાં તેની ફિઝિકલ હાજરી વધારવાના અને નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં 5 મિલિયન લર્નર્સનું કૌશલ્ય સંવર્ધન કરવાના ઉદ્દેશ સાથે સુસંગત છે.

કંપનીએ એક દાયકાની અંદર 1 મિલિયનથી વધારે કારકિર્દી પર અસર કરી છે. ફિઝિકલ-ફર્સ્ટ મોડલ તરીકે શરૂઆત કર્યા પછી કંપનીએ કામગીરીનાં વર્ષો દરમિયાન ઓનલાઇન અને હાઇબ્રિડ લર્નિંગ ફોર્મેટમાં ડાઇવર્સિફિકેશન કર્યું છે. કંપનીએ 25થી વધારે ટોચની સંસ્થાઓ અને વિવિધ ઉદ્યોગની આગેવાન સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે, જેમાં IIMs, IITs, ISB, XLRI, લંડન બિઝનેસ સ્કૂલ, ઑક્સફર્ડ, PwC અને KPMG સામેલ છે. કંપની 3500થી વધારે આંતરરાષ્ટ્રીય હાયરિંગ પાર્ટનરનું બહોળું નેટવર્ક ધરાવે છે. આ ભાગીદારીઓ મારફતે કંપની ઉદ્યોગમાં વ્યવહારિક જરૂરિયાતોને આધારે વિવિધ પ્રકારનાં કૌશલ્યોની માગ સમજે છે તેમજ ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યોની સજ્જતા સાથે વ્યવસાયિકોને સક્ષમ બનાવાનો ઉદ્દેશ ધરાવતા પ્રસ્તુત પ્રોગ્રામ પણ ધરાવે છે. ઇમાર્ટિકસ લર્નિંગ ફાઇનાન્સ, એનાલીટિક્સ, ટેકનોલોજી, માર્કેટિંગ, મેનેજમેન્ટ વગેરે ક્ષેત્રો માટે 40થી વધારે પ્રોગ્રામ પૂરાં પાડે છે.

Related posts

એનીટાઇમ ફિટનેસ દ્વારા કુડાસણ, ગાંધીનગરમાં નવા જીમનો શુભારંભ; ગુજરાતમાં વધુ 19 જીમ ખોલવાની યોજના

truthofbharat

કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી

truthofbharat

હું કદી સૂઇ નહીં જાઉં, પ્રભુ મને સદા જાગતો રાખશે – મોરારીબાપુ

truthofbharat