- કુલ મૃત્યુમાંથી ભારતમાં એક પંચમાશ મૃત્યુ થાય છે1—જે સંયક્ત રીતે તમમ કેન્સર કરતા વધુ છે 2,3
- ઉન્નત લિપોપ્રોટીન (a) અથવા Lp(a), એક વારસાગત સ્થિતિ છે જે CVDના જોખમમાં વધારો કરે છે, ભારત4માં 4માંથી 1 વ્યક્તિને થતો હોવા છતાં ભાગ્યે જ ટેસ્ટ કરવામાં આવે છે 5
- એશિયા પેસિફિક અને મિડલ ઇસ્ટમાં કરવામાં આવેલા નવો સર્વે જણાવે છે કે 66% લોકો નિયમિત હૃદયની તપાસ કરાવતા નથી અને અને આશરે અર્ધા લોકો હૃદય રોગ સાથે જેનેટિકની કડીથી અવગત હોતા નથી.
- નિષ્ણાતો કાર્ડિયોવેસ્ક્યુલર વ્યૂહરચનાઓમા Lp(a)ને ગ્રિમતા આપવા માટે લોકોને અરજ કરતા જાગૃત્તિના અભાવને સેતુ પૂરો પાડે છે અને ટેસ્ટીંગ અને સંભાળનો સમાન લાભ ઉઠાવવાની બાબતે વેગ આપે છે.
ભારત | ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫: કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (CVD)થી દર વર્ષે વિશ્વભરમાં આશરે 18 મિલીયનના મોત માટે જવાબદાર છે, થઇ રહેલા કુલ મૃત્યુઓમાં ભારત એક પંચમાશ મૃત્યુ માટે જવાબદાર છે1— જે દરેક સંયુક્ત કેન્સર કરતા વધુ છે — છતાં પણ તેના અનેક જટીલ જોખમી પરિબળોમાંથી એક મોટે ભાગે દેખાતુ નથી.2,3 ભારતીય વસ્તીમાંથી આશરે 25%ને ઉન્નત લિપોપ્રોટીન (a) અથવા Lp (a) હોવાનો અંદાજ છે, પરંતુ તેનો ભાગ્યે ટેસ્ટ કરવામાં આવે છે ને ઘમી વખત હૃદયને લગતી વ્યૂહરચનાઓને અવગણવામાં આવે છે.5
વર્લ્ડ હાર્ટ ડે (29 સપ્ટેમ્બર) પૂર્વે, ગ્લોબલ હાર્ટ હબ અને નોવાર્ટિસએ ક્ષણિક મીડિયા વેબિનાર “મોટા પરિણામો સાથે નાના (a)ના પરિચય” માટે આંતરરાષ્ટ્રીય આરોગ્યસંભાળ નિષ્ણાતોને બોલાવ્યા, જેથી એલિવેટેડ Lp(a) ને એક ગંભીર, ઓછી માન્યતા પ્રાપ્ત વારસાગત સ્થિતિ તરીકે પ્રકાશિત કરી શકાય જે સ્વતંત્ર રીતે હૃદયરોગના હુમલા અથવા સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ વધારે છે.6,7
એશિયા પેસિફિક અને મીડલ ઇસ્ટ રિજ્યનમાં ત્રણમાંથી બે વ્યક્તિઓ (66%) નિયમિત હૃદય ટેસ્ટ કરાવતા નથી, જ્યારે અર્ધા (45%) જેનેટિક્સને હૃદય રોગના એક જોખમી પરિબળો તરીકે ઓળખતા નથી એમ નોવાર્ટિસ દ્વારા શરૂ કરાયેલ તાજેતરનો એક સર્વે જણાવે છે. Lp(a) પ્રત્યે જાગૃતિ વધુ ઓછી છે, ફક્ત 22% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓએ બાયોમાર્કર માટે પરીક્ષણ વિશે સાંભળ્યું હતું, જ્યારે ફક્ત 7% લોકોએ તે લીધું હતું.
“ભારતમાં મૃત્યુના મુખ્ય કારણોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ એક છે, અને Lp(a) માં વધારો જેવા જોખમ પરિબળો પ્રત્યે જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે,” એમ એપોલો હોસ્પિટલ્સ, ભારતના કાર્ડિયોલોજીના ડિરેક્ટર ડૉ. એ. શ્રીનિવાસ કુમારે જણાવતા ઉમેર્યું હતું કે “દક્ષિણ એશિયાઈ લોકો ખાસ કરીને સંવેદનશીલ છે – હકીકતમાં, 34% ભારતીય એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ દર્દીઓમાં ઉચ્ચ Lp(a) હોય છે.8 જ્યારે ડાયાબિટીસ, સ્થૂળતા અને હાયપરટેન્શન જેવા સામાન્ય જોખમ પરિબળો સાથે જોડવામાં આવે છે, ત્યારે હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોકની સંભાવના નાટકીય રીતે વધી જાય છે. ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓને વહેલા ઓળખવા અને ટાળી શકાય તેવી કાર્ડિયાક ઘટનાઓને રોકવા માટે Lp(એ) પરીક્ષણ જરૂરી છે.”
“ભારતભરમાં ઘણા લોકો અજાણ છે કે એક સરળ રક્ત પરીક્ષણ Lp(a)થી તેમના આનુવંશિક જોખમને જાહેર કરી શકે છે. “આપણે વ્યાપક જાગૃતિ લાવવાની અને દેશભરમાં સમુદાયોને શિક્ષિત કરવાની જરૂર છે, તેથી પ્રારંભિક પરીક્ષણ હૃદયના સ્વાસ્થ્યનો કુદરતી ભાગ બની જાય છે અને ફક્ત એક મહત્વપૂર્ણ કાર્ડિયાક ઘટના પછી લોકો ધ્યાનમાં લેતી વસ્તુ નથી.”
“Lp(a) માટે પરીક્ષણ એ હૃદયરોગના હુમલાને રોકવા અને જીવન બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે,” એમ નોવાર્ટિસ ઇન્ડિયાના કન્ટ્રી પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ દુબેએ જણાવતા ઉમેર્યું હતું કે “નોવાર્ટિસ ખાતે, અમે ત્રણ દાયકાથી વધુ સમયથી અત્યાધુનિક સંશોધનને આગળ વધારી રહ્યા છીએ, સાથે સાથે પરિવર્તનશીલ ઉપચાર માટે દર્દીઓની પહોંચનો વિસ્તાર પણ કરી રહ્યા છીએ, જેથી જોખમમાં રહેલા લાખો ભારતીયો તેમના હૃદયના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સક્રિય પગલાં લઈ શકે.”
દર્દીથી પોલિસી સુધી:પગલાં લેવા માટે વૈશ્વિક હાકલ
આ સત્રમાં દર્દી હિમાયતી જૂથો, તબીબી વિજ્ઞાન અને આરોગ્યસંભાળ નીતિના અગ્રણી અવાજોને એક સાથે લાવવામાં આવ્યા હતા:
- દર્દીનો દ્રષ્ટિકોણ: રામ ખંડેલવાલે, જેઓ 33 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી બચી ગયા હતા, તેમણે શેર કર્યું કે કેવી રીતે આ અનુભવે ભારતના પ્રથમ હૃદયરોગ સહાયક જૂથ હાર્ટ હેલ્થ ઇન્ડિયા ફાઉન્ડેશન માટે તેમના હિમાયતી કાર્યને પ્રેરણા આપી અને તેના સભ્યોમાં ઉન્નત Lp(a) ના જોખમો અંગે ચેતવણી આપવાના તેમના પ્રયાસોને આગળ ધપાવ્યા હતા.
- વૈજ્ઞાનિક આંતરદૃષ્ટિ: પ્રો. ગેરાલ્ડ વોટ્સ, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના કાર્ડિયો-મેટાબોલિક મેડિસિનના નિષ્ણાત, ઉન્નત Lp(a) પાછળના જેનેટિક વિજ્ઞાન અને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય પર તેની અસર સમજાવી હતી.
- પોલિસી લેન્સ: નિકોલા બેડલિંગ્ટન, સિનિયર પોલિસી એડવાઇઝર/પ્રોજેક્ટ લીડ, Lp(a) ઇન્ટરનેશનલ ટાસ્કફોર્સ, FH યુરોપ ફાઉન્ડેશન (FHEF)એ નીતિ નિર્માતાઓને ક્રિટિકલ કેર ગેપને રોકવા માટે રાષ્ટ્રીય CVD માર્ગદર્શિકામાં Lp(a) પરીક્ષણને શામેલ કરવા વિનંતી કરી હતી. આને સમર્થન આપતા, પ્રો. ઝાનફિના એડેમી, પ્રોફેસર, હેલ્થ ઇકોનોમિક્સ, મોનાશ યુનિવર્સિટી; Lp(a) ઇન્ટરનેશનલ ટાસ્ક ફોર્સ, FH યુરોપ ફાઉન્ડેશને Lp(a) પરીક્ષણની ખર્ચ-અસરકારકતા અને પ્રદેશમાં આરોગ્ય પ્રણાલીઓ અને સમાજ પર તેની આર્થિક અસર પર પ્રકાશ પાડ્યો હતો.
- આંતર-પ્રાદેશિક સંવાદ: ભારત, કોરિયા ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના નિષ્ણાતો (એપોલો હોસ્પિટલ્સ ઇન્ડિયાના ડૉ. એ. શ્રીનિવાસ કુમાર અને ગાચોન યુનિવર્સિટી ગિલ મેડિકલ સેન્ટરના પ્રો. યંગવુ જંગ સહિત) એ ઉન્નત Lp(a) નિદાન અને સંચાલનમાં પડકારો અને તેના માટે પરીક્ષણના સંભવિત આર્થિક લાભોને સંબોધિત કર્યા હતા.
વેબિનારનું સમાપન એશિયા પેસિફિક અને મધ્ય પૂર્વ ક્ષેત્રમાં Lp(a) પરીક્ષણને વિસ્તૃત કરવા, સહાયક નીતિઓ સાથે હેલ્થ સિસ્ટમમાં ઉન્નત Lp(a)ના નિદાન અને સંચાલનને સમાવવા માટે એકીકૃત પગલાં લેવાની હાકલ સાથે થયુ હતું.
