Truth of Bharat
ગુજરાતડ્રિંક્સબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

ઠંડર ફરી ત્રાટક્યું; હીરો મોટોકોર્પ અને થમ્પસ અપ દ્વારા Xtreme 250R સાથે ઠંડરવ્હીલ્સ 2.0 લોન્ચ

Film Link 1;Film Link 2 

નવી દિલ્હી | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫: ધ કોકા-કોલા કંપની હેઠળની ભારતની અગ્રણી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ થમ્સ અપ અને મોટરસાઈકલો તથા સ્કૂટરોની દુનિયામાં સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા ફરી એક વાર ઠંડરવ્હીલ્સ 2.0 લોન્ચ કરવા માટે જોડાણ કર્યું છે. ગયા વર્ષના જોડાણને અદભુત સફળતા મળ્યા પછી આ પ્રતીકાત્મક જોડી યુવા ગ્રાહકોને પરફોર્મન્સ અને રોમાંચ માટે નિર્મિત પ્રીમિયમ 250cc સ્ટ્રીટફાઈટર સંપૂર્ણ નવી હીરો Xtreme 250R વસાવવાની તક આપે છે.

આ ખાસ ભાગીદારી થમ્સ અપનો વારસાહત મજબૂત સ્વાદ અને હીરોની એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા અને આધુનિક ટેકનોલોજી સાથે સાહસિક વ્યક્તિત્વને જોડીને ધાર પર જીવન જીવે છે તેમને પ્રેરિત કરવા ઘડવામાં આવેલો પાવર- પેક્ડ અનુભવ પ્રદાન કરે છે. Xtreme 250R વ્યક્તિગતતા અને રોમાંચનું બોલ્ડ પ્રતીક હોઈ તુફાની જોશના થમ્સ અપના સાર સાથે ઉત્તમ રીતે સુમેળ સાધે છે.

કેમ્પેઈન ‘દમ હૈ તો સ્કેન કર’ ગ્રાહકોને સ્પેશિયલ એડિશન થમ્સ અપ પેક્સ પર ક્યુઆર કોડ્સ સ્કેન કરવા અને પોતાની Xtreme 250R વસાવવાની તક આપે છે. પેક્સ ઓગસ્ટ 2025થી ભારતની બજારોમાં ઉપલબ્ધ છે.

હીરો મોટોકોર્પના માર્કેટિંગ- ઈન્ડિયા બીયુના હેડ આશિષ મિધાએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે ઠંડરવ્હીલ્સ માટે અદભુત પ્રતિસાદ આ પહેલ રાઈડરોની નવી પેઢી સાથે કઈ રીતે ઊંડાણથી જોડાણ સાધે છે તેની પર ભાર આપે છે. આજના યુવાનો એવાં મશીન્સ ચાહે છે, જે વ્યક્તિગતતા, આત્મવિશ્વાસ અને લગની પ્રદર્શિત કરે છે. Xtreme 250R સાથે હીરો મોટોકોર્પે સ્થિતિસ્થાપકતા, પાવર અને સ્ટાઈલ માટે નિર્મિત મોટરસાઈકલ પ્રદાન કરી છે, જે હેતુ સાથે રાઈડ કરનારા માટે ઘડવામાં આવી છે. થમ્સ અપ સાથે અમારી ભાગીદારી આ જોશને વધુ બુલંદ બનાવીને રસ્તા પર બોલ્ડનેસ, સ્વ- અભિવ્યક્તિ અને અવિરત ઊર્જાની સમાન સંસ્કૃતિ નિર્માણ કરે છે.”

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથ- વેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “થમ્સ અપ દ્વારા દરેક અનુભવ રોમાંચ આપે અને સીમાઓને પાર કરે તે રીતે નિર્માણ કરાયો છે. હીરો મોટોકોર્પની Xtreme 250R સાથે ભાગીદારીમાં થમ્સ અપ ઠંડરવ્હીલ્સ 2.0 સીમાઓ પાર કરવા માગે અને તેમનાં સપનાંમાં અવિરત રહેવા માગે તેવા રાઈડરો અને રોમાંચ ચાહનારા માટે નિર્માણ કરાઈ છે. અમારે માટે આ ભાગીદારી યુવા ગ્રાહકો માટે સૌથી મહત્ત્વપૂર્ણ અવકાશમાં તેમને સહભાગી રાખવા માટે છે. ઠંડરનો સ્વાદ લો અને રૉ, રિયલ અને એનર્જેટિક અનુભવોની એકશન સભર શ્રેણી ઉજાગર કરવા માટે પેક સ્કેન કરો.”

આ ભાગીદારી 360 કેમ્પેઈન થકી વધુ પ્રસારિત કરાઈ છે, જેમાં ટીવી, ડિજિટલ ફિલ્મો, ઈન્ફ્લુએન્સર પ્રેરિત એક્ટિવેશન્સ અને કલાકારો સાથે જોડાણોનો સમાવેશ થાય છે, જે મુક્ત સ્વ- અભિવ્યક્તિના જોશની ઉજવણી કરે છે. એકત્ર મળીને હીરો મોટોકોર્પ અને થમ્પ અપે સાહસ અને રોમાંચની સંસ્કૃતિને ઈંધણ આપવાનું ચાલુ રાખ્યું છે, જે યુવા ભારતને રાઈડ, રોર અને ઠંડર વસાવવાનું સાહસ ખેડવા પ્રેરિત કરે છે.

Related posts

ટાટા મોટર્સ EXCON 2025 નવીનતા, ટકાઉ અને ઇન્ટેલિજન્ટ મોબિલીટીમાં નેતૃત્ત્વ કરે છે

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં મનોહર ફ્લોરલ ડિઝાઈન અને દીર્ઘ ટકાઉ કામગીરી સાથેનાં સિંગર ડોર રેફ્રિજરેટરની નવી રેન્જ રજૂ કરાઈ

truthofbharat

ટાટા મોટર્સએ નાના કોમર્શિયલ વાહનો અને પિકઅપ્સ પર સૌથી મોટા બોનાન્ઝાની ઘોષણા કરી

truthofbharat