Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

HCG વડોદરાનું “Care Beyond Cure – Mom Special” : 500થી વધુ મહિલાઓ સાથે હિંમત, આશા અને આરોગ્યનો અનોખો ઉત્સવ

કેટલાક કાર્યક્રમો માત્ર ઉજવણી નથી હોતા, પરંતુ તે આશા અને હિંમતનું એક આંદોલન બની જાય છે.

વડોદરા, ગુજરાત | ૦૯મી મે ૨૦૨૬ | માતૃદિનના અવસર પર એચસીજી Cancer Centre Vadodara દ્વારા એક હૃદયસ્પર્શી અને સશક્તિકરણથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થીમ હતી “Care Beyond Cure – Mom Special by HCG”.

આ કાર્યક્રમમાં 500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો, મહિલા એસોસિએશન્સ અને સમાજના પ્રતિનિધિઓ જોડાયા હતા.

કાર્યક્રમનો સૌથી ભાવનાત્મક ક્ષણ હતો 9 મહિલા કેન્સર સર્વાઈવર્સનું ઉપસ્થિત રહેવું, જેમણે પોતાની જીવનયાત્રા, સંઘર્ષ અને જીતની કહાની શેર કરી. તેમની કહાણીઓએ સમગ્ર માહોલને ભાવનાથી ભરપૂર કરી દીધો અને દરેકને અંદરથી હચમચાવી દીધા.

HCG ના નિષ્ણાત કેન્સર ડોક્ટરો દ્વારા નીચેના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું:

  • કેન્સર અંગે જાગૃતિ અને વહેલી ઓળખનું મહત્વ
  • સ્ટાઈલિંગ ટિપ્સ દ્વારા આત્મવિશ્વાસ વધારવો
  • સ્કિનકેર અને સ્વ-સંભાળ અંગે માર્ગદર્શન
  • રસપ્રદ અને ઉત્સાહજનક ગેમ્સ દ્વારા ઇન્ટરએક્ટિવ સેશન

આ સાથે તમામ ઉપસ્થિત મહિલાઓને સ્ક્રીનિંગ કૂપન અને સ્વ-સ્તન પરીક્ષણ (Self Breast Examination) બ્રોશર આપવામાં આવ્યા, જે એક નાનકડા પ્રેમના પ્રતિક તરીકે અને એચ સી જી વડોદરાના 10 વર્ષના સેવા, વિશ્વાસ અને હીલિંગના સફરના સ્મરણરૂપ હતું.

આ કાર્યક્રમે એક શક્તિશાળી સંદેશ આપ્યો કે સાચી સારવાર માત્ર રોગ દૂર કરવી નથી, પરંતુ જાગૃતિ, આત્મવિશ્વાસ અને માનવીય સંવેદનાથી જીવનને ફરી જીવવાનું નામ છે.

એચ સી જી કેન્સર સેન્ટર વડોદરા સતત જીવનમાં આશા, જાગૃતિ અને સશક્તિકરણ લાવવાનું કાર્ય કરી રહ્યું છે.

 

Related posts

એડવાન્ટેજ આસામ 2.0 રોડ શો 24 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદમાં રોકાણની તકોને ઉજાગર કરવા માટે તૈયાર

truthofbharat

AM/NS Indiaનો ભારતના બે મહત્વના રેલવે એન્જિનિયરિંગ પ્રોજેક્ટમાં અનેરું યોગદાન; ચેનાબ બ્રિજ માટે 70% અને અંજી ખાડ બ્રિજ માટે 100% સ્ટીલ પુરું પાડ્યું

truthofbharat

સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.

truthofbharat

Leave a Comment