છેલ્લા 80 વર્ષથી વધુ સમયથી, ગુજરાતની મોસ્ટ અવેઈટેડ ફેસ્ટિવ ટ્રેડિશન હેવમોરની ધનતેરસ ઓફર રહી છે.
ગુજરાત, અમદાવાદ | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૫ — ગુજરાતમાં ધનતેરસ માત્ર સમૃદ્ધિનો દિવસ નથી. તે વારસાની, પરિવારની અને સહભાગી આનંદની ઉજવણી છે — અને પેઢી દર પેઢીથી હેવમોર આઈસ્ક્રીમ એ સેલિબ્રેશનના હૃદયસ્થાને રહ્યું છે.
આઠ દાયકાથી વધુ સમયથી, હેવમોરની ધનતેરસ ઓફર ગુજરાતની સૌથી આતુરતાથી રાહ જોવાતી ફેસ્ટિવ ટ્રેડિશનમાંની એક બની ગઈ છે. દર વર્ષે પરિવારો હેવમોર પાર્લરની બહાર લાઈનમાં ઊભા રહે છે અને થોડા કલાકોમાં જ સ્ટોક ખતમ થવાની ઉત્સુકતા વધતી જાય છે. આ ઉત્સાહ માત્ર આઈસક્રીમ વિશે નથી — પરંતુ આ પરંપરા સાથે જોડાયેલા ઈમોશન અને નોસ્ટાલ્જિયા વિશે છે.
આ વર્ષે હેવમોર ફરીથી લઈને આવ્યું છે તેનું આઈકોનિક તાજમહલ 750 મિ.લી. ફેસ્ટિવ પેક, સાથે મળે છે 4 મોટા રિયુઝેબલ સ્ટોરેજ કન્ટેનર્સનો કોમ્પ્લિમેન્ટરી સેટ — એક એવું ગિફ્ટ જે ઘરઘરનું મનપસંદ બની ગયું છે.
આ ઓફરને ખરેખર ખાસ બનાવે છે તેની લોકો ને એકસાથે લાવવાની એબિલિટી. ફેમિલી ડિનરથી લઈને ફેસ્ટિવ ગેધરિંગ્સ સુધી, હેવમોર દરેક પ્રસંગમાં મીઠાશ ઉમેરે છે. આ ઓફરે સતત સેલ્સના નવા રેકોર્ડ બનાવ્યા છે, જે સાબિત કરે છે કે તે એવી ટ્રેડિશન બની ગઈ છે જેની દરેક ધનતેરસે ગુજરાતીઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.
જ્યારે આખું ગુજરાત ઉજવણીની રોશનીમાં ઝળહળે છે, ત્યારે હેવમોર માત્ર એક ડેઝર્ટ નથી રહેતું – તે આનંદ, યાદો અને પરંપરાનો સ્વાદ બની જાય છે. છેલ્લા ૮૦ વર્ષથી વધુ સમયથી, ધનતેરસની મીઠાસમાં હેવમોરનો અહેસાસ અવિભાજ્ય રહ્યો છે.
