Truth of Bharat
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ

પરિક્ષિત–કુંપલની રોમાન્ટિક કેમિસ્ટ્રી અને નિહાર ઠક્કરનું સંગીતમય દિગ્દર્શન ચર્ચામાં, દર્શન ઝવેરી દ્વારા તૈયાર કરાયેલ મ્યુઝિક – કિર્તીદાન અને જીગરદન ગઢવીએ ગાયેલા ગીતો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ

સુરત | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ અને જિતેન્દ્ર જાની ફિલ્મ્સ પ્રેઝેન્ટેડ મ્યુઝિકલ યુથ લવ સ્ટોરી ‘આવવા દે’હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. રાઈટર-ડિરેક્ટર નિહાર ઠક્કર દ્વારા બનેલી આ અર્બન રોમેન્ટિક ફિલ્મમાં પરિક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય કલાકારો તરીકે વિશેષ વખાણ મેળવી રહ્યા છે. સુરતમાં ટ્રેલર લોન્ચ થતાની સાથે જ તેના ગીતોએ સોસિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેની પહેલી ઝલક જ દર્શકોને દિલ જીતી લેતા હૃદયસ્પર્શી દૃશ્યો સાથે મંત્રમુગ્ધ કરે છે. ટ્રેલરમાં જોવા મળે છે જૈમિન પંચમતિયા (પરિક્ષિત) – રંગીન મિજાજનો, સ્વતંત્ર વિચારોવાળો અને મ્યુઝિક સાથે જીવે તેવો યુવાન સિંગર. બીજી તરફ જાનવી દેસાઈ (કુંપલ પટેલ)ના રૂપમાં જોવા મળે છે સાદગી અને આત્મવિશ્વાસથી ભરેલી, ગાંધીનગરથી એમબીએ કરેલી યુવતી. બંને વચ્ચે બનેલો લાગણીઓનો સૂર અને પ્રેમનો ધીમો સફર ટ્રેલરને ખાસ બનાવે છે.

ફિલ્મના સેન્ટ્રલ ડાયલોગ –

“When love finds you, you don’t stop it – you say Aavaa De!”

હવે સોસિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નિર્માતાઓએ ટ્રેલર રિલીઝ સાથે લખ્યું છે કે આ ફિલ્મ દર્શકોને હસાવશે પણ, રડાવશે પણ અને પ્રેમને એક નવી રીતે ઉજવવા પ્રેરિત કરશે.

ફિલ્મની સૌથી મોટી હાઇલાઇટ  તેનું સંગીત છે. દર્શન ઝવેરી દ્વારા તૈયાર કરાયેલ મ્યુઝિક અને કિર્તીદાન અને જીગરદન ગઢવીના મીઠા અવાજે ગવાયેલા ગીતો રિલીઝ થતાં જ યુવાનોમાં લોકપ્રિય બની ગયા છે. યૂટ્યુબ અને રીલ્સ પર આ ગીતો સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે. સાથે સાથે આમિર મીરનું ફોર્થ સોંગ પણ રિલીઝ થઇ ગયું છે, આ સોંગ પણ યુથ સેન્સેશન બનશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

પરિક્ષિત–કુંપલ સાથે ફિલ્મમાં હેમંત ખેર, સોનાલી દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે સહિત અનેક કલાકારો મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ફિલ્મનું સહ-નિર્માણ જિતેન્દ્ર જાની અને રમા જાની દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતીની સૌથી મોટી મ્યુઝિકલ લવ સ્ટોરી તરીકે રજૂ થતી ‘આવવા દે’ 28 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રેમ, સંગીત અને ઈમોશન્સની આ સફરે દર્શકોને કેટલું જીતી શકશે તેની આતુરતા હવે વધતી જાય છે.

===============

Related posts

iOS ડિવાઇસીસ પર ફિશીંગ હૂમલાઓનું મોટુ જોખમ: લૂકઆઉટ

truthofbharat

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ગાંધીનગરમાં સુશાસન માટે AI પર પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કરશે

truthofbharat

યામાહા દ્વારા ગ્રાહકોની વધતી માગણી પહોંચી વળવા માટે R3 અને MT-03ની કિંમતોમાં સુધારણાઃ વૈશ્વિક સ્તરે R3ના એક દાયકાની ઉજવણી

truthofbharat