એક્ટર સંજય પ્રજાપતિ અને સિંગર ઉમેશ બારોટને મુખ્યમંત્રી દ્વારા અવોર્ડ આપવામાં આવ્યા
ગુજરાત, અમદાવાદ | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી સિનેમા જગતના કલાકારો અને કસબીઓને બિરદાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ અવૉર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘનશ્યામ તળાવિયા દ્વારા નિર્મિત અને સતિષ ડાવરા દ્વારા દિગ્દર્શિત અને મારૂતિ એન્ટરપ્રાઈઝનાં બેનર હેઠળ બનેલ એપીક મ્યુઝિકલ લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ “ભમ”ને વર્ષ ૨૦૨૩ માટે ફિલ્મના લીડ એક્ટર સંજય પ્રજાપતિને સ્પેશ્યલ જ્યુરીનો બેસ્ટ એક્ટરનો અવૉર્ડ અને સિંગર ઉમેશ બારોટને ફિલ્મનું ગીત “આવજો હું જાઉ છું” માટે બેસ્ટ પ્લેબેક સિંગરનો અવૉર્ડ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

“ભમ” એક મ્યુઝિકલ લવ સ્ટોરીવાળી ફિલ્મ છે. જેની વાર્તા બેન્ડ બાજામાં કામ કરતા પકા નામના વ્યક્તિની આસપાસ ફરે છે. ફિલ્મનું લેખન સંજય પ્રજાપતિએ કર્યું છે. સંગીત પાર્થ વ્યાસએ આપ્યું છે. જ્યારે ગીતકાર સંજય પ્રજાપતિ અને નીરજ કેર છે. ડીઓપીની જવાબદારી મહેન્દ્ર સાબાની અને રજત સાગરએ સંભાળી છે. ફિલ્મમાં સંજય પ્રજાપતિ ઉપરાંત પ્રિયલ ભટ્ટ , આકાશ મહેરિયા , વિવેક ધમંડે, ચૈતન્ય ચૌધરી, જીગ્નેશ મોદી, ગ્રેન્સી કનેરિયા, દિપીકા રાવલ, રશ્મિ એન્જીનીયર અને આશિષ પ્રજાપતિ જેવા કલાકારોએ અભિનય કર્યો છે. મારૂતિ એન્ટરપ્રાઈઝના ફાઉન્ડર ઘનશ્યામ તળાવિયા ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ (IMPPA) સાથે સંકળાયેલા છે. જે અલગ અને રસપ્રદ વિષયો પર ફિલ્મો બનાવતા હોય છે.
