Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

ગુજરાતના માનવ ઠક્કર અને માનુષ શાહ બટરફ્લાય યુટીટી સિઝન 7માં ચમકશે, જ્યારે અમદાવાદ એપીએલ પાઈપર્સે મજબૂત ખેલાડીઓવાળું સ્કવૉડ તૈયાર કર્યું

ટોચના ભારતીય પેડલર ગોવામાં એલિટ આંતરરાષ્ટ્રીય સ્તરનો ભાગ બનશે, આ સાથે મણિકા બત્રા અમદાવાદ એપીએલ પાઈપર્સનું નેતૃત્ત્વ કરતા પુનરાગમન કરશે

અમદાવાદ, ગુજરાત | ૦૭ જુલાઈ ૨૦૨૬ | બટરફ્લાય અલ્ટીમેટ ટેબલ ટેનિસ (યુટીટી) સિઝન 7 ગોવામાં શરૂ થશે, જે ચેટજીપીટીના સહયોગથી યોજાશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટેબલ ટેનિસમાં ગુજરાતનું વધતું કદ પણ જોવા મળશે. જ્યારે રાજ્યનું પ્રતિનિધિત્ત્વ કરતા 2 મોટા ભારતીય સ્ટાર માનવ ઠક્કર અને માનુષ શાહ ઉતરશે. આ ઉપરાંત મણિકા બત્રાના નેતૃત્ત્વ હેઠળ મજબૂત અમદાવાદ એપીએલ પાઈપર્સ ટીમનો ભાગ બનશે.

માનવ અને માનુષની જોડી હાલ ટોચના ભારતીય ખેલાડીઓમાં સામેલ હોવાની સાથે વિશ્વના ચોથા ક્રમાંકિત પુરુષ ડબલ્સ જોડી તરીકે પણ ઓળખ ધરાવે છે. આ જોડી મજબૂત આંતરરાષ્ટ્રીય ઓળખ સાથે સિઝનમાં પ્રવેશ કરશે. ભારતનો સર્વોચ્ચ ક્રમાંકિત પુરુષ સિંગલ્સ ખેલાડી માનવ ઠક્કર યુપી પ્રોમિથિઅન્સના અભિયાનનું નેતૃત્ત્વ કરશે. જ્યારે માનુષ શાહ એક સિઝન બાદ વર્તમાન ચેમ્પિયન યુ મુમ્બા ટીટી સાથે જોડાશે. જે ટૂર્નામેન્ટને વધુ રસપ્રદ બનાવશે.

ગુજરાતના ચાહકો માટે અમદાવાદ એપીએલ પાઈપર્સ પર ફોક્સ કરવામાં આવશે. જેમણે ભારતીય ટેબલ ટેનિસ આઈકોન મણિકા બત્રાની આસપાસ અનુભવી અને સંતુલિત સ્કવૉડ તૈયાર કર્યું છે. ઈજાને કારણે ગત સિઝન ગુમાવ્યા બાદ પરત ફરી રહેલ મણિકા બત્રા ગત દાયકામાં ભારતીય ટેબલ ટેનિસની નિર્ણાયક વ્યક્તિઓમાંના એક ખેલાડી તરીકે ફ્રેન્ચાઈઝ માટે સ્ટાર અપીલ મજબૂત કરે છે.

આ પ્રસંગે માનવ ઠક્કરે કહ્યું કે,“આ એક રીતે ઘરે પરત ફરવા જેવું છે, બાળપણથી મારી યાત્રાને ઘણાં લોકોએ નિહાળી છે અને આવા લોકો સામે રમવું ખાસ હોય છે. ગુજરાતે છેલ્લાં વર્ષોમાં ઘણાં શ્રેષ્ઠ ખેલાડીઓ આપ્યા છે અને મને આશા છે કે, બટરફ્લાય યુટીટી લીગમાં ભારતીય ખેલાડીઓને ભાગ લેતા જોઈ યુવા પેઢીને પ્રેરણા મળશે. આ લીગ દેશમાં ટેબલ ટેનિસનું સ્તર ઉપર લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે અને તે વિકાસનો ભાગ બનવું એ રોમાંચક ઘટના છે.”

અમદાવાદની ટીમે મણિકા બત્રાની સાથે ઉભરતી પ્રતિભામાં રોકાણ ચાલુ રાખતા પાયસ જૈનને ટીમનો ભાગ રાખ્યો છે. જેના મૂલ્યમાં બટરફ્લાય યુટીટી સિઝન 7ની હરાજીમાં 140 ટકાનો વધારો જોવા મળ્યો. જે દેશના આશાસ્પદ યુવા ખેલાડી પર વધતી અપેક્ષા દર્શાવે છે. ઓસ્ટ્રિયન ઓલિમ્પિયન સોફિયા પોલ્કેનોવા અને બેલ્જિયમની એડ્રિય રાસેનફોર્સ ટીમને વધુ મજબૂત બનાવવાનું કામ કરશે. આ સાથે અનુભવી ભારતીય ખેલાડી સાનિલ શેટ્ટી અને યુવા કાવ્યા ભટ્ટ લાઈનઅપને આખરી ઓપ આપશે.

અમદાવાદ એપીએલ ફરી એકવાર સિઝનમાં અનુભવી કોચિંગ સ્ટાફ સાથે ઉતરશે. જેમાં પૂર્વ વિજેતા ફ્રાન્સિસ્કો સાન્તોસ અને ભારતીય નિષ્ણાંત સૌરવ ચક્રવર્તી રણનીતિ ઘડવાનું કામ કરશે. તેઓ પ્રથમ બટરફ્લાય યુટીટી ટાઈટલ જીતવા લય મેળવવા ઉપરાંત મજબૂત ભારતીય અને આંતરરાષ્ટ્રીય નામોવાળી ટીમને પડકાર આપવાનો ભરપૂર પ્રયાસ કરશે.

બટરફ્લાય યુટીટી સિઝન 7 ગોવાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 9 થી 26 જુલાઈ દરમિયાન રમાશે. અમદાવાદ એપીએલ પાઈપર્સ 11 જુલાઈ એ વર્તમાન ચેમ્પિયન યુ મુમ્બા ટીટી સામેની વેસ્ટર્ન ડર્બી સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.

સિઝન 7માં અમદાવાદ એપીએલ પાઈપર્સ, દબંગ દિલ્હી ટીટીસી, ડેમ્પો ગોવા ચેલેન્જર્સ, એચવીઆર કોલકાતા થંડરબ્લેડ્સ, પીબીજી પુણે જગુઆર્સ, યુ મુમ્બા ટીટી અને યુપી પ્રોમિથિઅન્સ સિંગલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં સ્પર્ધા કરશે. જેમાંથી ટોચની 4 ટીમ સેમિફાઈનલમાં સ્થાન મેળવશે. લીગનું પ્રસારણ જીયો હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat

મીશો મેગા બ્લોકબસ્ટર સેલ 2025 પૂર્ણ, 2.06 અબજથી વધુ ગ્રાહકોએ પ્લેટફોર્મ પર 117 મિલિયન કલાક વિતાવ્યા, તહેવારોની મોસમ દરમિયાન નવા રેકોર્ડ બનાવ્યા

truthofbharat

ixigo Trains અને ConfirmTkt એ ટ્રેનમાં ફૂડ ડિલિવરી માટે સ્વિગી સાથે ભાગીદારી કરી

truthofbharat

Leave a Comment