Truth of Bharat
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 ની ઉજવણી કરી વધુ માંગ, ઝડપી ડિલિવરી અને સ્માર્ટ બચત સાથે

  • રાજકોટમાં 1-ડે ડિલિવરીમાં 50% થી વધુ અને સુરત અને વડોદરામાં લગભગ 40% ના વધારા સાથે ગુજરાતના ગ્રાહકો ઝડપથી પોતાના ઓર્ડર મેળવી રહ્યા છે.
  • IDFC ડેબિટ કાર્ડ્સ પણ ‘દિવાળી સ્પેશિયલ’ લાઇવ થવાની સાથે ગ્રાહકો હવે એક્સિસ બેંક, RBL, IDFC અને બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ્સમાંથી ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે. 

ગુજરાત, અમદાવાદ | ૦૭ ઓક્ટોબર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરથી શરૂ થયેલા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 માં ર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, હોમ અને કિચન, દરરોજની જરૂરી વસ્તુઓ, કરિયાણા અને મોટા એપ્લાયન્સિસમાં મજબૂત વૃદ્ધિ સાથે ગુજરાતભરના ગ્રાહકો અને વિક્રેતાઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો. ગ્રાહકો વિવિધ શ્રેણીઓમાં બહુપ્રતિક્ષિત “દિવાળી સ્પેશિયલ” ડીલ્સ અને ઑફર્સનો લાભ લઇ શકે છે અને સ્માર્ટફોન પર 40% સુધીની; ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, હોમ કિચન અને આઉટડોર પર 80% સુધીની; દરરોજની જરૂરી વસ્તુઓ પર 70% સુધીની; ટીવી અને હોમ એપ્લાયન્સિસ પર 65% સુધીની; એમેઝોન ફ્રેશ, ઇકો વિથ એલેક્સા, ફાયર ટીવી અને કિન્ડલ અને વધુ પર 50% સુધીની છૂટ મેળવી શકે છે. રાજકોટ, સુરત અને વડોદરામાં 1-ડે ડિલિવરી પહેલા કરતા 50% વધુ ઝડપી બનવાની સાથે સમગ્ર પ્રદેશમાં ડિલિવરીની સ્પીડમાં પરિવર્તન લાવનાર એમેઝોનના વિસ્તૃત લોજિસ્ટિક્સ નેટવર્કનો લાભ લેવાની સાથે ગુજરાતના ગ્રાહકો વધુને વધુ પ્રીમિયમ ઉત્પાદનો પસંદ કરી રહ્યા છે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું,“સમગ્રગુજરાતના ગ્રાહકો એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 ની ઉજવણી પહેલા કરતા પણ વધુ મોટા પાયે કરી રહ્યા છે. પ્રીમિયમ ટીવી અને કિંમતી દાગીનાઓથી લઈને દરરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓ અને એમેઝોન બજારના ઉત્પાદનો સુધી, રાજ્યએ ઓનલાઈન શોપિંગમાં જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે. GST પર બચત, બેંક અને એમેઝોન પે ઑફર્સના સમર્થન સાથે, અમે ગુજરાતભરના ગ્રાહકો માટે આ તહેવારોની ખરીદીને વધુ પોસાય તેવી અને લાભદાયી બનાવી રહ્યા છીએ. જેમ-જેમ ધનતેરસ અને દિવાળી નજીક આવી રહી છે, અમે અમારા ગ્રાહકોને સૌથી ઝડપી ગતિએ વ્યાપક પસંદગી, અદભુત લાભો અને ઉન્નત સુવિધા પ્રદાન કરવાનું ચાલુ રાખીશું, જેનાથી આ તહેવારની મોસમ તેમના માટે વધુ આનંદદાયક બને”.

અગાઉના તમામ આવૃત્તિઓની તુલનામાં ગુજરાતના SMBs ની અભૂતપૂર્વ સંખ્યાની સરખામણીમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 ના પ્રથમ 10 દિવસોમાં સમગ્ર ભારતના નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs) તરફથી જબરદસ્ત ભાગીદારી જોવા મળી. આ SMBsમાંથી બે તૃતીયાંશથી વધુ ટાયર 2, 3 શહેરો અને તેનાથી ઉપરના શહેરોમાં સ્થિત છે. ગયા વર્ષની સરખામણીમાં SMBs ના વેચાણમાં 50% થી વધુનો વધારો રૂ.1 કરોડને વટાવી ગયો છે, જેના કારણે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2025 માં વેચાણકર્તાઓની સફળતામાં વધારો થયો છે. આ સિદ્ધિ સ્થાનિક વેપારીઓને સશક્ત બનાવવા અને સમગ્ર ભારતમાં સમાવિષ્ટ આર્થિક વિકાસને આગળ ધપાવવામાં ડિજિટલ માર્કેટપ્લેસની વધતી ભૂમિકાને પ્રકાશિત કરે છે.

ગુજરાતમાં તહેવારોની ખરીદીમાં મુખ્ય વલણો:

તહેવારોની ખરીદીમાં પ્રીમિયમ પસંદગીઓ આગળ છે:1 લાખ રૂપિયાથી વધુ કિંમતના પ્રીમિયમ સ્માર્ટ ટીવીમાં લગભગ 60% નો વધારો જોવા મળ્યો છે, જેમાં હાઇસેન્સનું વેચાણ આ પ્રદેશમાં 190% જેટલું વધ્યું છે. ₹20,000 થી વધુ કિંમતના સ્માર્ટફોનમાં બે આંકડામાં મજબૂત વૃદ્ધિ જોવા મળી, જ્યારે ₹30,000 થી વધુ કિંમતના પ્રીમિયમ સેગમેન્ટના મૂલ્યમાં વાર્ષિક ધોરણે બમણી વૃદ્ધિ જોવા મળી. 10,000-20,000 રૂપિયાના સેગમેન્ટમાં પણ, વનપ્લસ નોર્ડ CE4 લાઈટ ગુજરાતમાં બેસ્ટસેલર તરીકે ઉભરી આવ્યું છે, જે પ્રીમિયમ બ્રાન્ડ્સની વધતી પસંદગી દર્શાવે છે.

બ્યુટી અને ફેશનની માંગમાં વધારો: અમદાવાદમાં, લક્ઝરી બ્યુટી કેટેગરીમાં ગયા વર્ષની સરખામણીમાં 8.5X વાર્ષિક ધોરણે ઘાતાંકીય વૃદ્ધિ જોવા મળી છે. બ્યુટી ઉત્પાદનોની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે, જેમાં હેરકેર 2.3X અને મેકઅપની ખરીદી 2X વધવાની સાથે વાર્ષિક ધોરણે1.7X જેટલો વધારો થયો છે.

ડેરી ડિલાઇટ અને પેટ કેરમાં વૃદ્ધિ: અમદાવાદમાં, દૂધના ઉત્પાદનો માટે ગ્રાહકોની પસંદગી, વાર્ષિક ધોરણે 2.5X વધી છે અને ક્રીમ ઉત્પાદનોની માંગ 2X વધી છે.

પુરા જોશમાં ઘરને નવો દેખાવ આપવો: ગુજરાતના ખરીદદારોએ ઘરની શ્રેણીઓના ઉતપદનોની માંગમાં વધારો કર્યો, જેમાં રાજકોટમાં બાળકોના ફર્નિચરમાં વાર્ષિક ધોરણે 30% નો વધારો થયો, સાઇડબોર્ડ અને કેબિનેટમાં વાર્ષિક ધોરણે 55% થી વધુ અને સુરતમાં આર્મચેરમાં લગભગ 95% નો વધારો થયો.

આઉટડોર લિવિંગ અને ગાર્ડનિંગના ઉત્પાદનોની મંગમાં વધારો: રાજ્યભરમાં લૉન અને ગાર્ડન ઉત્પાદનોમાં મજબૂત વધારો જોવા મળી રહ્યું છે. સુરતમાં લેન્ડસ્કેપિંગ ટૂલ્સ, પેસ્ટ કંટ્રોલ અને સોલાર પ્રોડક્ટ્સમાં વાર્ષિક ધોરણે 130% થી વધુ વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે વડોદરામાં બાગકામ, આઉટડોર પ્રોડક્ટ્સ અને વોટર પંપની માંગમાં વાર્ષિક ધોરણે 30% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

મોબિલિટી એસેસરીઝમાં સતત વધારો થયો: ડેશકેમ, એર ફ્રેશનર, બાઇક ગિયર્સ, કાર કેર એસેસરીઝ અને કનેક્ટેડ મોબિલિટી જેવા ઉત્પાદનોની માંગ, સુરત અને અમદાવાદમાં નોંધપાત્ર રીતે વધી છે.

સ્પોર્ટ્સ અને ફિટનેસ બન્યા તહેવારોની પસંદગી: ગ્રાહકોએ સ્પોર્ટ્સ અને ફિટનેસમાં મજબૂત રસ દર્શાવ્યો છે, જેમાં પ્રદેશમાં કાર્ડિયો ઇકવીપમેન્ટ, બેડમિન્ટન, સ્કેટિંગ અને ક્રિકેટ એસેસરીઝ જેવા ઉત્પાદનોની માંગ વધી રહી છે. વડોદરામાં આ ઉત્પાદનોની મંગમાં 20% થી વધુનો વધારો થયો છે.

દિવસ 10 સુધીમાં, 4 માંથી 1 ગ્રાહક સેલ દરમિયાન ખરીદી કરવા માટે એમેઝોન પે ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરી રહ્યો છે. UPI હજુ પણ એક લોકપ્રિય પસંદગી છે, જેમાં 4 માંથી 1 ઓર્ડર UPI વડે આપવામાં આવ્યા છે અને ગયા વર્ષની સરખામણીમાં UPI વપરાશકર્તાઓમાં 11% વૃદ્ધિ થઈ છે. વધુમાં, 10 માંથી 1 ઓર્ડર એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો.

Related posts

ગેલેક્સી AIએ 22 ભાષામાં સપોર્ટ વિસ્તાર્યો

truthofbharat

એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – શ્રી મોરારિબાપુ

truthofbharat

નથિંગ ફોન (3a) સિરીઝ – મેડ ઇન ઇન્ડિયા

truthofbharat