⇒ ધ ગ્લો અપ એકેડમી’ નો પ્રારંભ કર્યો, જેનો ઉદ્દેશ્ય ભારતના દરેક પિન કોડમાં એક ડિજિટલ ક્રિએટરને તૈયાર કરવાનો છે.
ગુજરાત, અમદાવાદ | ૦૭ જુલાઈ ૨૦૨૫: ભારતની સૌથી મોટી સ્કિનકેર બ્રાન્ડ્સમાંની એક, ગ્લો એન્ડ લવલી, ‘અપની રોશની બહાર લા’ (બ્રિંગ આઉટ યોર ઇનર લાઇટ) સાથે એક શક્તિશાળી નવા અધ્યાયનું અનાવરણ કરી રહ્યું છે. આ એક દેશવ્યાપી પહેલ છે જેનો ઉદ્દેશ્ય મહિલા પ્રભાવકોની આગામી પેઢીને પ્રોત્સાહિત કરવાનો અને સક્ષમ બનાવવાનો છે. આ પહેલ સાથે, બ્રાન્ડ એક સશક્તિકરણ વાર્તા રજૂ કરે છે — જે યુવા ભારતીય મહિલાઓની દૃશ્યતા, અવાજ અને પ્રભાવને પ્રોત્સાહન આપે છે.
આ અભિયાનના કેન્દ્રમાં ‘ધ ગ્લો અપ એકેડમી’ છે, જે એક પોતાની પ્રકારનું પ્રથમ ક્રિએટર-અપસ્કિલિંગ પ્લેટફોર્મ છે, જે એક સાહસિક મહત્ત્વાકાંક્ષા ધરાવે છેઃ: ભારતના ૧૯,૧૦૧ પિન કોડમાંથી પ્રત્યેક પિન કોડમાં એક ડિજિટલ ક્રિએટરને તાલીમ આપવી અને તેમનું પાલનપોષણ કરવું. સ્ટ્રક્ચર્ડ મોડ્યુલ્સ, મેન્ટરશીપ અને રિયલ-વર્લ્ડ એક્સપોઝર દ્વારા એકેડમી મહત્વાકાંક્ષી મહિલાઓને પર્સનલ બ્રાન્ડ બનાવવાની, આકર્ષક કન્ટેન્ટ બનાવવાની અને ક્રિએટર ઇકોનોમીમાં સફળ થવાની કુશળતા પ્રદાન કરશે.
ગ્લો એન્ડ લવલી ની કેમ્પેઈન , જે ઓગિલ્વી મુંબઈ દ્વારા બનાવવામાં આવી છે, તેને મહિલા સર્જકોના એક પાવરહાઉસ કલેક્ટિવ દ્વારા જીવંત કરવામાં આવી છે જે ‘અપની રોશની બહાર લા’ના ભાવને રજૂ કરે છે. આ કેમ્પેઈનમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર ક્રીયેટર્સ શેહનાઝ ગિલ, જન્નત ઝુબેર, નાભા નતેશ, લારિસા ડી’સા, અવનીત કૌર, શ્રેયા પ્રિયમ અને ચમ દરંગની અનોખી જર્ની દર્શાવવામાં આવી છે. તેમાંના દરેક પોતાની અનોખી સ્ટોરી, અવાજ અને પ્રભાવને સામે લાવે છે. સાથે મળીને, તેઓ ભારતમાં મેટ્રોથી લઈને નાના શહેરો સુધી, સ્વ-અભિવ્યક્તિના સિદ્ધાંતોને ફરીથી લખી રહેલી મહિલાઓના એક વિકસતા ઉત્કર્ષનું પ્રતિનિધિત્વ કરે છે.
ક્રોમ પિક્ચર્સ દ્વારા નિર્મિત અને અમિત શર્મા દ્વારા નિર્દેશિત, એક બોલ્ડ, સોશિયલ-ફર્સ્ટ ફિલ્મ સાથે શરૂ થયેલી આ કેમ્પેઇન ‘ઇન્ફ્લુએન્સર’ હોવાનો અર્થ શું છે તેની પરંપરાગત વ્યાખ્યાઓને પડકારે છે. આજનો ઇન્ફ્લુએન્સર ફક્ત ‘ફિટ ઇન’ કરવા માટે કન્ટેન્ટ બનાવવા વિશે નથી, પરંતુ અલગ તરી આવવાનો છે. તે ફક્ત ધ્યાન આકર્ષિત કરવાનો નથી, પરંતુ તમારી વાર્તાની માલિકી લેવાનો, નિર્ભયપણે દેખાવાનો અને હેતુપૂર્વક ફોલોઅર્સ બનાવવાનો છે.
અહીં જુઓ અભિયાનની ફિલ્મઃ https://youtu.be/IZ867ypVNY0?si=HLjp9IXvyYD-z_iD
આ કેમ્પેઇન ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇવ છે, જેને ઇન્ફ્લુએન્સર સહયોગ, પ્રાદેશિક કન્ટેન્ટ રોલઆઉટ્સ અને ‘ધ ગ્લો અપ એકેડમી’ દ્વારા ઓન-ગ્રાઉન્ડ આઉટરીચ પહેલ દ્વારા સમર્થન પ્રાપ્ત છે. સાઇન અપ કરવા માટે, www.glowupacademy.in ની મુલાકાત લો.
********
