કથા માપવા નહિ,પામવા માટે છે.
શ્રી,ક્ષમા,,શ્રધ્ધા,પ્રજ્ઞા,શાંતિ પણ માતૃપંચક છે.
શ્રધ્ધા આપણને જ્ઞાન,વિવેક પ્રદાન કરે છે.
અયોધ્યાનુંરામમંદિર કોટિ-કોટિ ભારતીયોનીશ્રધ્ધાનું પ્રતીક છે.
ઘાટકોપર ખાતે ચાલી રહેલી રામકથામંગળવારેચોથા દિવસમાં પ્રવેશી.
આરંભે કહેવાયું આ જય સિયારામનોઉદ્ઘોષ એટલા જોશથી ન કરતા ધીમેથી પણ કરાય કારણ કે મંત્ર નારો ન બનવો જોઈએ પરંતુ નારાયણ બનવોજોઈએ.મંત્ર સાથે આક્રમકતા ન કરવી જોઈએ.મનની તીવ્રતા ઘર્ષણ ઉત્પન્ન કરે છે.
આજે વિશેષ દિવસ વિવાહ પંચમી છે.મંદિરો તો ઘણા બને છે પણ ત્યાં સ્પર્ધા દેખાય છે પણ કોટી-કોટી ભારતીયોની શ્રદ્ધા જે રામ મંદિરમાં છે એના શિખર ઉપર આજે ધ્વજારોહણ થઈ રહ્યું છે.
સાથે બાપુએ હનુમંત એવોર્ડ વિજતા અભિનેતા ધર્મેન્દ્રની વિદાય પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
માતૃપંચકોમાં એક માતા શ્રી છે.જેમ હનુમાન ચાલીસા શ્રી થી શરૂ થાય છે.
ઊભય બીચ શ્રી સોહતિકૈસી,
બ્રહ્મ જીવ બીચ માયા જૈસી.
શ્રી શબ્દના અનેક પર્યાય શબ્દોની વર્ષા થશે.શ્રી એવી એક મા છે.વૃક્ષ સાધુ છે એમ સાધુ એ વૃક્ષ છે.
બીજી માતા ક્ષમા છે.જે આપણા શરીરનું રસાયણ બદલી નાખે છે.શ્રદ્ધા ત્રીજી માતા છે જે ભવાની રૂપા છે તે આપણને જ્ઞાન અને વિવેક પ્રદાન કરે છે.પ્રજ્ઞા આપણી માતા છે અને શાંતિ પાંચમી માતા છે.
બાપુએ કહ્યું કેઃ
અપની અંગત બાદ કિસી અંગત કો ભી મત કેહના,
ક્યોંકી અંગત કો ભી કંઈ અંગત હોતે હૈ!
શ્રોતા અને વક્તાનાંલક્ષણોની વાત કરી
કથાપ્રવાહમાંયાજ્ઞવલ્ક્યનેભારદ્વાજ રામ વિશે,રામકથા પૂછે છે અને શિવ કથાથી આરંભ થાય છે.કથા માપવા નહિ,પામવા માટે છે
શિવચરિત્રનો આરંભ ચોપાઈઓનું ગાન કરીને સંક્ષિપ્તમાંશિવચરિત્રની કથાનું ગાન થયું.
Box
કથા વિશેષઃ
આજનો દિવસ ભારત માટે વધુ વિશેષ
કથાનાઆરંભે વ્યાસપીઠ પર નાના-નાના પણ ખૂબ મહત્વપૂર્ણ પ્રકલ્પ રચાયા. રામકથાનામનોરથીપરાગભાઈ શાહ પરિવાર દ્વારા એક કરોડની રાશિ વૃદ્ધાશ્રમસદભાવનાને,એક કરોડ રૂપિયા વૃક્ષારોપણ માટે અને એક કરોડ રૂપિયા નમ્રમુનિમહારાજનાંઆશીર્નાવાદથી નિર્મિત જુનાગઢ ખાતે મલ્ટીસ્પેશિયાલિટીનિશુલ્ક હોસ્પિટલ માટે દાનમાં અપાયા સાથે સાથે એ પણ થયું કે પરાગભાઈએસદભાવનાના સંકલ્પ 151 કરોડ વૃક્ષોનો પ્રોજેક્ટ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી તન,મન અને ધનથી સેવાની ખાતરી આપી આજે ભાગવત કથાકાર ભૂપેન્દ્રભાઈપંડ્યાનો જન્મદિવસ એમની વિશેષ ઉપસ્થિતિ રહી અને ભુપેન્દ્રભાઈપંડ્યાએ પોતાના ટૂંકા પણ મહત્વપૂર્ણ પ્રવચનમાં વૃક્ષમાં સાધુતા અને સાધુ વિશેની પોતાની ચિંતનની છણાવટ કરી પરાગભાઈ શાહ દ્વારા ગાયનાપંચગવ્યો માંથી 400 થી વધારે પ્રોડક્ટ બને છે એનું નિદર્શન તેમજ પોતાને થયેલી અનુભૂતિ માંથી લખેલું પુસ્તક ‘થર્ડ આઈ’ બાપુને વ્યાસપીઠને અર્પણ કરવામાં આવ્યું.
રામકથાનું સારદોહન અને પ્રકાશન કરતા નીતિનભાઈવડગામા દ્વારા બે કથાઓ માનસ કબંધ(રાજસ્થાન)અને માનસ અહિંસા (નંદી સરોવર કચ્છ)પુસ્તક રૂપે વ્યાસપીઠ દ્વારા બ્રહ્માર્પણ કરવામાં આવ્યું.
આજે વિશેષ દિવસ સાધુ વાસવાણીએ જેને મિટલેસડે-માંસાહર નિષેધ દિવસ જાહેર કર્યો છે ત્યારે કેમિકલ વેલ્ફેર બોર્ડના સદસ્ય દ્વારા આ દિવસ વિશેની વાત કરવામાં આવી.
આજે સમગ્ર ભારત માટે વિશેષ દિવસ એ છે કે સીતારામજીને વિવાહ દિવસ ઉપર આજે 12ઃ49 મિનિટે અભિજિતમાંમૂહૂર્તમાંઅયોધ્યાના રામ મંદિર ઉપર યશસ્વી વડાપ્રધાન દ્વારા કેસરિયા ધ્વજનું આરોહણ થશે એવી વાત કરતા ભુપેન્દ્રભાઈ11 વૃક્ષોના પોતાનું સંકલ્પની રાશિ પણ અર્પણ કરી
સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષો માટે પોતાના ભાઈની સ્મૃતિમાંહસુભાઈ અને ઉમિબેન દ્વારા 108 કરોડ રૂપિયા અર્પણ કરવાનો સંકલ્પ પણ અહીં જાહેર થયો આ રીતે આરંભ વધારે વિશેષ બની રહ્યો.
**********
