બે પ્રકારનાં મંત્ર છે:જપવા માટેનાં અને જીવવા માટેનાં.
સાધુ એ છે જેની પાસે ભજન સિવાય છૂપાવવાનું કંઈ ન હોય.
ધનનો અસંતોષ સુખ આપશે પણ શાંતિ નહીં આપે.
વિદ્વાન અને વિદ્યાવાનમાં અંતર હોય છે.
વિદ્યાવાન ક્યારેય સૂત્ર અને મંત્રને નાનો થવા દેતા નથી પરંતુ વિદ્વાન પોતાના દાયરામાં જ રહે છે.
બાપ!
રામચરિતમાનસમાં મંત્ર શબ્દ ૧૮ વખત ગવાયો છે, બાલકાંડમાં સાબર મંત્રથી ઉદ્ભોષણા થઈ છે-આવું કહેતા બાપુએ દાઓસ-સ્વિટ્ઝરલેન્ડ ખાતે,રામકથાનોચોથા દિવસની કથાનો આરંભ કર્યો.મહામંત્રનો વધુ એક મંત્ર અને શિવ ચરિત્રમાં શિવ વિવાહની રસપ્રદ કથાથી ભર્યો-ભર્યો દિવસ રહ્યો.
બીજ પંક્તિમાં પણ બે મંત્ર છે.વિદ્વાન અને વિદ્યાવાનમાં અંતર હોય છે.વિદ્યાવાન ક્યારેય સૂત્ર અને મંત્રને નાનો થવા દેતા નથી પરંતુ વિદ્વાન પોતાના દાયરામાં જ રહે છે.
હનુમાનજી વિદ્વાન પણ છે અને વિદ્યાવાન પણ છે.
અધ્યાત્મમાં પણ એક પરિવાર હોય છે.ગૃહસ્થ જીવનમાં કઈ-કઈ વસ્તુ હોય છે?પતિ,પત્ની, બાળકોનો પરિવાર,એક નાનકડું ઘર,આજીવિકા અને થોડીક સંપત્તિ.
ભગવાનની કથા સાંભળવા સહ પરિવાર આવો. તુલસીદાસજીએ એક અધ્યાત્મિક પરિવાર બનાવ્યો છે.ગોસ્વામીનો અર્થ છે:ઈન્દ્રિયોનોસ્વામી.ગોંસાઈમાં સાંઈ એટલે માલિક.પણ મારે અર્થ કરવો હોય તો એમ કહું કે પ્રત્યેક ઈન્દ્રીય જેને માલિક માને છે એ. તુલસીદાસ આધ્યાત્મિક પરિવારમાં કહે છે કે રસ અને રસનાનો વિવાહ કરો,૩૨ દાંત પરિવારજનો છે,ચહેરો સુંદર ઘર છે અને શંકર પણ જેને પ્રેમ કરે છે એ બે અક્ષર રા અને મ એ મારા બાળકો,મારી સંપત્તિ છે.
હું બે પ્રકારના મંત્રની વાત કરું છું.જપવા માટેનો મંત્ર અને જીવવા માટેનો મંત્ર.ઘણા મંત્ર બે અક્ષર,અઢી અક્ષર,પંચાક્ષર ષડાક્ષર એવા પણ મંત્ર છે.
આજનો મહામંત્રછે:સંતોષ.સંતોષમહામંત્રછે.જેમ ઘણા મંત્રોની સિદ્ધિઓ હોય કોઈ પાસે મંત્રની,કોઈ પાસે તંત્રની,કોઈને વચન સિદ્ધિ હોય,યંત્ર સિદ્ધિ હોય આસન સિદ્ધિ,સંકલ્પ સિદ્ધિ,કાર્યસિદ્ધિ પણ હોય.
સાધુ એ છે જેની પાસે ભજન સિવાય છૂપાવવાનું કંઈ ન હોય.
અહીં મંત્રની સાથે કુમંત્રની પણ યાદી છે પણ સાધકે જો બરાબર જીવવું હોય તો ત્રણ વસ્તુમાં સંતોષ રાખવો જોઈએ:એક-જેની સાથે જીવો છો એટલા જ લોકોથી સંતોષ.અધ્યાત્મમાંબહુમતિ ચાલતી નથી.બીજો-ધનનો સંતોષ.ધનનો અસંતોષ સુખ આપશે પણ શાંતિ નહીં આપે.અને ત્રીજું કર્મમાં સંતોષ.
અનેક ગ્રંથિઓમાંપૂર્વગ્રંથી,ભયગ્રંથી,અહંકારની ગ્રંથિ અને પાપ ગ્રંથિઓ પણ ગણાવીને કથા પ્રવાહમાં સતીનો જીવન ત્યાગ,શિવવિવાહ અને પાર્વતીનીહિમાચલમાંથીવિદાયનો પ્રસંગ ગવાયો.
વિશેષ વાત:
મા સાવિત્રીથી શરૂ કરીને રામચરિત મારી પરંપરા છે:બાપુ
માં સાવિત્રીથી માંડીને ચરિત સુધી મારી પરંપરા છે. બાપુએ પોતાની આધ્યાત્મિક પરંપરાની વાત કરતા જણાવ્યું કે ગુરુવંદના કરું છું તો સૌથી પહેલા સાવિત્રી મા દેખાય છે.મા મારી પહેલી ગુરુ હતી.એ પછી તરત અમૃત મા અને ત્રિભુવન દાદા દેખાય છે. ત્યાંથી આગળ વધુ તો પ્રભુદાસ બાપુ દેખાય છે. સીધા,સરળ,અકીંચનસાધુ.ખૂબ જ ભણેલા.એ પછી ઋષિકેશકૈલાશઆશ્રમના વિષ્ણુ દાદા,ત્યાંથી આગળ વધું તો રામજીમંદિરનાઆંગણામાં જેની સમાધિ છે એ જીવનદાસ બાપુ અને એ પછી સેંજલ ધ્યાન સ્વામી બાપાનીસમાધી ખેંચે છે.આંખો બંધ કરું છું તો મારી ગોસ્વામી તુલસીદાસજી દેખાય છે જે જેનાભાજીનીસંતમાળાનાં મેરુ હતા.અધ્યાત્મના મેરુ હતા.એ પછી શુકદેવજી દેખાય છે,એનાથી આગળ વધું તો હનુમાનજી અને વિશ્વનાથ મહાદેવ અને સૌથી છેલ્લે મને રામચરિત માનસ દેખાય છે.માસાવિત્રીથી શરૂ કરી અને ચરિત મારી પરંપરા છે.
