Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વૈરાગ્ય કેવળ શબ્દ ન રહેતા જીવનનો અનુભવ બની જવો જોઇએ

વૈરાગ્ય રસ છે.

વૈરાગ્ય એ લાભ નહીં પણ શુભ છે.

ભગવાનની ભક્તિ એ લાભ નહીં પણ શુભ છે,માટે શુભનેપરખો!

ભક્તિ જેવું શુભ તત્વ કોઈ નથી.

વૈરાગ્યનું પોતાનું એક રૂપ હોય છે,વૈરાગને પોતાની એક ગંધ હોય છે.

વૈરાગ્ય માખણ જેવું હોય છે.

બીજા વિશ્વયુધ્ધ પહેલા ૯.૫ મિલિયન યુરોપિયન-જ્યુઝનીવસતિમાંથીવિશ્વયુધ્ધ પુરું થયું ને વિનાશક સમૂહ હિંસા-હોલોકોસ્ટમાં માત્ર ૩ મિલિયનજ્યુઝજીવીત રહ્યા,૬ મિલિયન જે સંહારમાંહણાયા એનું સાક્ષી એવા પોલેન્ડનાં કેટોવીસમાં મૃતાત્માઓની શાંતિ,વિશ્વશાંતિ અને અમન માટે ચાલતી મોરારિબાપુની રામકથા ચોથા દિવસમાં પ્રવેશી ત્યારે અનેકના પત્ર હતા.

એમાં બૌદ્ધ ભીખ્ખુભંતેજીનો એક પત્ર હતો કે: મનનો દીવો પ્રજ્વલી રહ્યો છે,ક્યારેક વૈરાગ્યથીજગમગી રહ્યો છે પરંતુ સંસારની આંધી એને જાણે બૂઝાવી દેશે એવી બીક લાગે છે.વૈરાગ્યના કેટલા પ્રકાર છે?વૈરાગ્યમાં સૌથી મોટી રૂકાવટ કઈ હોય છે?મનનો મોહ હોય છે કે માયાજાળ હોય છે?પરમ વૈરાગીનો માર્ગ કેવો હોય છે?જ્યારે બુધ્ધપુરુષની આંખોમાં વૈરાગ્ય ચમકતો જોઈએ ત્યારે મન ત્યાં ખેંચાય છે અને એ પ્રેરણા બને છે.

બાપુએ જણાવ્યું કે વૈરાગ્ય કેવળ શબ્દ ન રહે પણ જીવનનો અનુભવ બની જાય.

ઘણા પ્રકાર છે.પરંતુ વૈરાગ્ય એ લાભ નહીં પણ શુભ છે.લાભ શબ્દ મને પસંદ નથી,પ્રિય નથી.શુભ શબ્દ પ્રિય છે. ભગવાનની ભક્તિ એ લાભ નહીં પણ શુભ છે,માટે શુભનેપરખો! ભક્તિ જેવું શુભ તત્વ કોઈ નથી.

રામનું ભૂમિ શયન જોઇને વિષાદગ્રસ્ત થયેલો ગુહરાજલક્ષ્મણને પ્રશ્ન પૂછે છે ત્યારે કૈકયી વિશે થોડાક કઠિન શબ્દ બોલે છે,નાનો માણસ મોટા માટે ગમે તેમ બોલી શકે એવું બાપુએ કહ્યું.

વૈરાગ્યના ઘણા પ્રકાર છે.એમાં એક પ્રકાર છે વૈરાગ્ય રસ છે.રસને કોઈ રૂપ ન હોય,રંગ ન હોય,માત્ર સ્વાદ હોય.બધા જ રસ પાણીમાંથી આવે છે.પાણીને કોઈ આકાર નથી,રંગ નથી.વૈરાગીની આંખો ભીની હોવી જોઈએ.સાધુ મરમી હોય છે જ્ઞાન અને વૈરાગ્ય એનાં નેત્ર છે.

ગાંધી સાદા કપડામાં પણ વૈરાગી હતા,વિનોબાજી અને રવિશંકર મહારાજ પણ વૈરાગી હતા.સાચા વૈરાગીની ત્રણ અવસ્થા છે:મૈત્રી,કરુણા અને અંતિમ શ્વાસ સુધી જગતને આપવાની વૃત્તિ.

એમ તો વેશનો વૈરાગ,વૃત્તિનો વૈરાગ,વાણીનો વૈરાગ, ભગવાન બુદ્ધ માટે આદિ વૈરાગ કે અંતિમ વૈરાગ ન હતો પણ મધ્યમ માર્ગમાં માનતા હતા.

વૈરાગી પોતે ઈજ્જત ગુમાવીને પણ બીજાને ઈજ્જત આપે છે.પોતેહારીને અન્યને જીતાડે છે. રામચરિત માનસમાં વૈરાગ્યની તીવ્રતા બતાવી છે. વૈરાગીની વાણી અલગ હોય,એનું વર્તન અલગ હોય. વૈરાગ્યનું પોતાનું એક રૂપ હોય છે,વૈરાગને પોતાની એક ગંધ હોય છે.વૈરાગ્ય માખણ જેવું હોય છે.

મોરબી પાસેના વવાણિયાનાં શ્રીમદ રાજચંદ્ર એમ કહે છે કે હે પુરાણ પુરુષ! મને તું ન મળે તો કોઈ ચિંતા નથી પરંતુ તું જેને પ્રેમ કરતો હોય એવા કોઇ મહાપુરુષનો ભેટો મારી જિંદગીમાં કરાવી દે.

આજે રામ જન્મની કથા સુધી પહોંચવા માટે પાર્વતી જ્યારે સંશય કરે છે અને શિવને પૂછે છે કે રામ જન્મના કારણો શું છે,એના હેતુઓ છે હેતુઓ શું છે ભગવાન શિવ રામ-જન્મના વિવિધ પાંચ હેતુઓ વિશેની ચર્ચા કરે છે,સંવાદ કરે છે એનું ગાયન કરે છે.

ને દશરથનાંમહેલમાં રામ અને સાથે ત્રણ રાજકુમારોનું પણ પ્રાગટ્ય થાય છે એની ત્રિભુવનને વધાઇ આપીને આજની કથા રામજન્મને સમર્પિત કરી.

Related posts

ગાર્નિયર બ્લેક નેચરલ્સ ‘T’rust (ટ્રસ્ટ) નું નવું પ્રતીક બનાવવા માટે એમ.એસ. ધોની અને સાક્ષીસિંહ ધોની સાથે સહયોગ કરી રહી છે

truthofbharat

સેવ અર્થ મિશનનું વૈશ્વિક વિઝન જાહેર — ઓગસ્ટ 2025થી 60+ દેશોમાં વિશ્વનું સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન

truthofbharat

આ ક્રિકેટ સીઝનમાં, સ્વિગી દ્વારા’સ્વિગી સિક્સ’ રજૂ જ્યાં દરેક સિક્સ મતલબ મોટી બચત

truthofbharat