Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અનન્ય. ખ્યાતનામ. પ્રસ્તુત છે: વૈશ્વિક સ્તરે ખ્યાતનામ કારનું પુન:રાગમન – Škoda Octavia RS

અગાઉથી બુકિંગ 6જી ઑક્ટોબરથી Škoda Auto India ની વેબસાઇટ પર શરૂ થશે

ગુજરાત, અમદાવાદ | 25 સપ્ટેમ્બર 2025: સીમાચિહ્નરૂપ કાર, Octavia RSના પુન:રાગમન થકી, Škoda Auto India ડ્રાઇવિંગના રસિયાઓના જોશને ફરી જગાવવા સજ્જ છે. નવીનતમ Octavia RS માટે વહેલું બુકિંગ 6જી ઑક્ટોબર 2025ના રોજ શરુ થશે, જે Škoda Autoની સૌથી અનુપમ પ્રદર્શનવાળી સિડાનનું પુન:રાગમન હશે. વૈશ્વિકપણે ખ્યાતનામ એવી આ કાર ભારતમાં, મર્યાદિત સંખ્યામાં, ફુલ્લી-બિલ્ટ યુનિટ (FBU) તરીકે ઉપલબ્ધ હશે. આ લૉન્ચ વડે Škoda Auto India કાર ચાહકોના હાથમાં બેજોડ ડ્રાઇવિંગ અનુભવ, દમદાર ડિઝાઇન અને સતત થનગનતો RS જુસ્સો સોંપવાની ખાતરી આપે છે, જે ખરા અર્થમાં કાર ચલાવવાનો આનંદ લેનાર માટે એક અનોખા પ્રદર્શન માટે તૈયાર કરેલું વાહન હશે.

Octavia RSના પુન:રાગમન વિશે વાત કરતાં, Škoda Auto Indiaના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું, “આ વર્ષની શરુઆતમાં અમે વચન આપ્યું હતું કે, એક વૈશ્વિકપણે ખ્યાતનામ કાર ભારતમાં ફરી પ્રસ્તુત થશે. આજે, મને એ ઘોષણા કરતા ગર્વ થાય છે કે અમે Octavia RS થકી વચન પાળી બતાવ્યું છે. આ બૅજ એક અજોડ વારસો સાથે લઈને ચાલે છે, એવો વારસો જેણે પાછલા બે દાયકાઓમાં કારના રસિયાઓમાં જોશ જગાવેલો છે. ભારતમાં નવીનતમ Octavia RSની પ્રસ્તુતિ સાથે, અમે ફક્ત એક કાર જ નહિ, એક ઉત્સાહ પણ પાછો લાવી રહ્યાં છીએ. એક એવું યાદગાર નામ, જે પ્રદર્શન, આકાંક્ષાઓ અને ડ્રાઇવિંગના અસલ ઉમંગનો પર્યાય બની રહ્યું છે.

આ વિશેષ રજૂઆત માટે પ્રી-બુકિંગ
2025માં પોતાના પુન:રાગમનથી, નવીનતમ Octavia RS, નયનરમ્ય, દમદાર અને પહેલાં કરતાં વધુ ખાસ રૂપમાં, ફરી એક વખત પામવાની ઇચ્છા જગાડે તેવી કાર તરીકે ઊભરી આવે છે. Octavia RS માટે આગોતરું બુકિંગ, મર્યાદિત સમય માટે, ફક્ત અમારી ઔપચારિક વેબસાઇટ પર ઑક્ટોબર 6, 2025થી શરુ થશે.

RS બેજ
રેલી સ્પોર્ટનું સંક્ષિપ્ત સ્વરૂપ, RS બૅજ એ પ્રદર્શન, સચોટતા, અને બધી પેઢીના ચાલકોમાં ડ્રાઇવિંગના રોમાંચનો પર્યાય બની રહ્યો છે. Škodaની સફળતાની હારમાળાથી જન્મેલા RS મોડેલ રસ્તા ઉપર મોટરસ્પોર્ટ પ્રેરિત એન્જિનિયરિંગનું ચિહ્ય બની ગયા છે. ભારતમાં, Octavia RS 2004માં દેશની સૌપ્રથમ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન પેસેન્જર કાર તરીકે આવી હતી, જેણે કારની બારીકીઓને બીરદાવનારા લોકોમાં તરત જ એક ચાહકવર્ગ ઊભો કરી દીધો હતો. ત્યારથી લઈને આજ સુધી, RSનું દરેક સંસ્કરણ એક ઉન્માદ જગાવતી ખાસિયત ધરાવતી આવી છે, જે યુરોપિયન એન્જિનિયરિંગને રોજિંદા ઉપયોગિતા અને ડ્રાઇવિંગના રોમાંચને એકબીજા સાથે જોડે છે.

*****

Related posts

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા એન્થે ના 16 વૈભવી વર્ષોની ઉજવણી સાથે એન્થે 2025 લોન્ચ

truthofbharat

બે આઈકોન, એક ઠંડર- થમ્સ અપ ‘દમ હૈ તો દિખા’માં એસઆરકે અને અલ્લુ અર્જુનને એકત્ર લાવે છે

truthofbharat

ઇલેક્રામા 2025માં 20 સ્ટાર્ટઅપ્સ વચ્ચેની પ્રતિસ્પર્ધામાં એઆઈ, ઑટોમેશન અને સસ્ટેનેબિલિટીનો દબદબો જોવા મળ્યો

truthofbharat