Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“ગાય બચાવવા માટે કોઈ ઠોશ નિર્ણય આવશ્યક છે, આપણે ગૌ પ્રધાન દેશ છીએ.”: બાપુ

સાધુ નિર્ભય એટલે કે નિર્ભીક હોય,નિષ્પક્ષ હોય અને નિર્વેર હોય છે.

પશુ એ ગાયનું નામ છે,પણ ગાય પશુ નથી

વેદો ની અંદર ૭૪ વખત ગૌ માતાના નામનો ઉલ્લેખ છે.

ઉંચીઅટારી વાળી રાધાજીનીપ્રેમનગરીબરસાનામાં વહી રહેલી રામકથાના આઠમા દિવસે આજે વલ્લભ કુળના વિવિધ આચાર્ય મહારાજશ્રીઓ આવ્યા અને તેઓએ પોત-પોતાના વક્તવ્ય રજૂ કર્યા તેઓએ કહ્યું કે શ્રીકૃષ્ણ બિહારી અને રાધાજીની લીલા નિત્ય હોય છે.અહીં લીલા થઈ હતી એવું શબ્દ વપરાતો નથી,આજે પણ લીલા ચાલુ છે.ચાર પ્રકારની લીલા:દાનલીલા,માનલીલા,પાનલીલાં અને ગોચરણ લીલા કૃષ્ણ ભગવાન વિવિધ રીતે કરતા હોય છે.

આજે વ્યાસપીઠ ઉપર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીસપત્નિ ઉપસ્થિત રહ્યા.એ જ્યારે પોતાના સમય કરતાં મોડા આવ્યા ત્યારે બાપુએ હસતા-હસતા એ પણ કહી દીધું કે અમે સૌ સમયસર હોઇ,આપ પણ સમય પ્રમાણે આવવાનું રાખો! તેઓએ પોતાનો શબ્દ ભાવ રજૂ કર્યો.

બાપુએ કથાનાઆરંભે કહ્યું કે ચિત્રકૂટમાં જ્યારે ભરતજી જાય છે ત્યારે કોઈ નિર્ણય ન થઈ શકતા ચાર પ્રકારના મત લેવામાં આવે છે.એમાં સૌપ્રથમ સાધુમત-જે સૌથી મહત્વનોછે.સાધુ નિર્ભય એટલે કે નિર્ભીક હોય,નિષ્પક્ષ હોય અને નિર્વેર હોય છે.આ ત્રણ પ્રકારના ગુણોને કારણે સાધુમત લેવાય છે.એ પછી લોકમત પછી વેદમત અને અંતે રાજપ્રીતિ જેને છે એવા કોઈ રાજનીતિજ્ઞનોરાજમત લેવામાં આવે છે.

વિનોબાજીએ કહ્યું છે કે વેદો ની અંદર ૭૪ વખત ગૌ માતાના નામનો ઉલ્લેખ છે.સાથે-સાથે

પશુ એ ગાયનું નામ છે પણ ગાય પશુ નથી.એનું પ્રમાણ તુલસીજીએ પણ રામચરિતમાનસમાં આપ્યું જ્યારે અંગદસંધિનો પ્રસ્તાવ લઈને રામ તરફથી રાવણના દરબારમાં જાય છે ત્યારે કહે છે કે હે રાવણ! ગાય એ પશુ નથી,કલ્પવૃક્ષ એ કોઈ ઝાડ નથી અને અમૃત એ પીવાનું કોઈ પીણું નથી.

ગાયનું મુખ વેદ છે.આજેગૌસૂક્તનો એક મંત્ર રજૂ કરતા બાપુએ કહ્યું:

ય તા નશન્તિ ન દભાતિતસ્કરો

નાસામામિત્રોવ્યથિરાદઘર્ષતિ

દેવાંશ્ચયાભિર્જયતેદદાતિ ચ

*જ્યોગિતાભિ: સ ચ તે ગોપતિ: સહ

જે મંત્ર એમ કહે છે કે ઋષિઓ કહે છે કે આપણા દેશની ગાયની નસલ નષ્ટ ન થાઓ,અમારી ગાયોને કોઈ તસ્કરી કે ચોરી ન કરી જાય અને આવી ગાયનું હનન ન થાય,શત્રુ બળાત્ તેમને લઈ જઈને કાપે નહીં એવું વરદાન અમને આપો જેથી આવી ગાયનાદૂધથી અમે દેવતાઓનું પૂજન કરીએ અને યજ્ઞ કરીએ અને અમને દાન કરવાની પ્રેરણા મળે.

પ્રસિદ્ધ સંત શ્રી રમેશબાબાજીએ અનેક સંકલ્પો કર્યા એની મોટી ઉંમર હોવા છતાં એણે રાજસ્થાન અને અન્ય જ્યાં પણ મંજૂરી મળે ત્યાં નંદી શાળાઓબનીવવાની, કારણકે નંદી આશ્રમ બાંધવાથીગાયનીઓલાદો નંદી એટલે કે આખલાઓકતલખાને જતા બચી શકે.

બાપુએ કહ્યું કે મહાપુરુષો બેઠા છે ત્યારે ગાય બચાવવા માટે કોઈ ઠોશ નિર્ણય હોવો જોઈએ. કારણકેઠોશ નિર્ણય આવશ્યક છે,આપણે ગૌ પ્રધાન દેશ છીએ.

કથાનાં ક્રમમાં ભગવાન રામના પ્રાગટ્ય પછી એક મહિના સુધી જાણે કે ઉત્સવ ઉજવાતારહ્યા.શિવજી જ્યોતિષ બનીને રામનું ભવિષ્ય ભાખવાને બહાને રામના દર્શન માટે આવે છે .નામકરણ સંસ્કાર થયા ત્યારે બાપુએ કહ્યું કે રામ એ વૈશ્વિક નામ છે.આપણે ત્યાં ત્રણ રામ પ્રખ્યાત છે:રાઘવરામ,ભાર્ગવરામ અને યાદવરામ જે કૃત કૃત્ય કરે છે.આખા વિશ્વમાં રામ નામથી આરામ મળે-એ રામ છે.રામનેભજનારાઓ એ બાકીના ત્રણ ભાઈઓના નામ એટલે કે દુનિયાનું ભરણપોષણ કરવું જોઈએ,શત્રુતા નષ્ટ થવી જોઈએ અને બધાનો આધાર બને એવું થવું જોઈએ-જે ભરત,શત્રુઘ્ન અને લક્ષ્મણનાં નામ ઉપરથી આપણને પ્રેરે છે.

ગુરુ ગૃહ પઢન ગયે રઘુરાઈ;

અલપકાલ સબ વિદ્યા આઇ.

થોડા સમયમાં બધી જ વિદ્યાઓ ભણીને આવે છે વિશ્વામિત્રનું આગમન થાય છે અને પદયાત્રા કરીને આવેલા વિશ્વામિત્ર સાથે રામ એટલે જ પદયાત્રા કરે છે કે કેટલી અહલ્યાઓ રામની પ્રતીક્ષામાં છે અને રામ અહલ્યાનો ઉદ્ધાર કરીને જનકપુરમાં રાત્રિ મુકામ કરે છે.

આવતિતાલે કથાનો પૂર્ણાહૂતિ દિવસ છે.

Box

વેદમાં બતાવ્યા છે ૨૧ ગાયોનાં નામ:

વિનોબાજીએ વેદમાં ૨૧ પ્રકારની ગાયોનાં નામ બતાવ્યા જેને બાપુએ રજૂ કરતા કહ્યું કે આ ૨૧ ગાય વિનોબાજી વેદમાં બતાવેછે.જેમાં:

અહલ્યા,અદિતિ,અષ્ટાકર્ણી,અષ્ટપદી,ઇવા,ઉશ્રા, શ્રીયા,ગો,ગોરી,દક્ષિણા,દુધા,ઘના,ધેનુ,પશુ,પ્રસમી, માતૃ,રોહિણી,વસ્ત્રા,વશરા,સુરભી અને નંદીની.

Related posts

એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો

truthofbharat

વાધવાણી ફાઉન્ડેશનએ ઇનોવેશન આધારિત વૃદ્ધિને વેગ આપવા માટે ગુજરાતમાં ઝીરો-કોસ્ટ, ઝીરો-ઇક્વિટી એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ્સનો વિસ્તાર કર્યો

truthofbharat

BSA મોટરસાયકલ્સએ પોતાના વૈશ્વિક વારસાને વિસ્તારતા બે નવા આઇકોન્સ Scrambler 650 અને Bantam 350 રજૂ કર્યા

truthofbharat