Truth of Bharat
ગુજરાતટુરિઝમટ્રાવેલિંગબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એડવેન્ચર ટ્રાવેલ કંપની થ્રીલ બ્લેઝર્સના સ્થાપક ધૈવત પંડયાની અનોખી સિદ્ધિ, ગુજરાત ટુરિઝમ એવોર્ડ ૨૦૨૫ માં ૮ એવોર્ડ પોતાના નામે કર્યા

ગુજરાત, અમદાવાદ | ૦૨ જાન્યુઆરી ૨૦૨૬ — કુછ દિન તો ગુજારો ગુજરાત મે તેવુ મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું અને તે સાંભળીને દુનિયાભરના લોકો ગુજરાતની ધરોહરને જોવા, જાણવા અને માણવા આવવા લાગ્યા. જેના પરિણામ સ્વરૂપ ગુજરાતનું ટુરિઝમ વિકસ્યુ અને અનેકોને રોજગારી પ્રાપ્ત થઇ. જેથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતને વિશ્વ ફલક પર લઇ જતા ટ્રાવેલર અને ટ્રાવેલ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા એવોર્ડ આપીને નવાજવામાં આવે છે. જે અંતર્ગત આયોજિત એવોર્ડ સમારોહમાં શહેરનીટ્રાવેલ કંપનીને ૮ એવોર્ડ પ્રાપ્ત થયા હતા. એવોર્ડ સમારોહમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જે વિશે માહિતી આપતા થ્રીલબ્લેઝર્સ કંપનીના સ્થાપક ધૈવત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ટુરિઝમ એવોર્ડમાં ગુજરાતના પૂર્વ ડેપ્યૂટી સીએમ નિતિન પટેલ અને એક્ટર મનોજ જોષીના હસ્તે મોસ્ટ ઇનોવેટિવ ટૂર ઓપરેટર ઇન ગુજરાત, બેસ્ટટ્રેકિંગ કંપની ઓફ અમદાવાદ, બેસ્ટએડવેન્ચર ટ્રાવેલ કંપની ઓફ સૂરત, બેસ્ટએડવેન્ચર ટ્રાવેલ કંપની ઓફ ગુજરાત, બેસ્ટ બાઇક ટૂરિઝમ પ્રમોટર ઓફ ગુજરાત, બેસ્ટ ઇન્ટરનેશનલ એડવેન્ચર ટ્રાવેલ કંપની ઓફ ગુજરાત અને બેસ્ટ ટ્રેકિંગ કંપની ઓફ ગુજરાત સહિત ૮ એવોર્ડ પ્રાપ્ત થયા હતો. એશિયાના બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડમાં એક સાથે આટલા એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતની એક માત્ર ટ્રાવેલ કંપની બનવાનો અમને ગર્વ છે. નોંધનીય છે કે, પાછલા કેટલાક વર્ષોથી ગુજરાત ટુરિઝમ એવાર્ડમાં થ્રીલબ્લેઝર્સ કંપનીને ચાર કે ચારથી વધારે એવોર્ડ પ્રાપ્ત થયા છે જે પોતાનામાં એક સિદ્ધિ છે.

==============

Related posts

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ટીસીઆઈ) એ Q4 અને FY2025 ના નાણાકીય પરિણામોમાં મજબૂત વૃદ્ધિની જાહેરાત કરી

truthofbharat

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

truthofbharat

સેન્ચ્યુરી હોસ્પિટલએ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું

truthofbharat