Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડેલોઇટ ઈન્ડિયા ભારતનાં ભવિષ્યને વ્યાખ્યાયિત કરનાર પેરાલમ્પિક ગૌરવની ઉજવણી કરે છે

રાષ્ટ્રીય | ૧૫ ઓગસ્ટ ૨૦૨૫: ભારતનું ભવિષ્ય એવી વ્યક્તિઓ દ્વારા આકાર લઈ રહ્યું છે, જેઓ સીમાઓથી આગળ સ્વપ્નો જોવાનું સાહસ રાખે છે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરીને પ્રયત્ન કરે છે. ડેલોઇટ ઈન્ડિયાએ આજે વિવિધ પ્રતિભાઓની સાથે જોડાઇને પોતાની પ્રતિબદ્ધત્તાની પુનઃખાતરી કરી છે, જેનું ઉદાહરણ 18 વર્ષની શીતલ દેવીની સાથે તેમની ભાગીદારી છે, જે વિશ્વની પ્રથમ હાથ વિનાની મહિલા પેરા આર્ચર છે અને પેરાલમ્પિક મેડલ વિજેતા છે. ઉપહાસ થતો હોવા છતાં પણ 15 વર્ષની વયમાં ધનુષઉઠાવીને 16 વર્ષની વયમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની છે, 17 વર્ષની વયમાં અર્જુન પુરસ્કાર અને પેરાલમ્પિક બ્રોન્ઝ પદક જીત્યું છે, શીતલ અવરોધોને તોડતી રહી છે, સીમાઓને પડકાર આપતી રહી છે અને સ્વપ્ન જોવા, દૃઢ રહેવા અને સિદ્ધિ હાંસલ કરવાની સ્વતંત્રતા અપનાવતી રહી છે.

ડેલોઇટ સાઉથ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોમલ શેટ્ટીએ જણાવ્યું હતું કે “ભારતની સૌથી મોટી શક્તિ તેમના લોકોમાં રહેલી છે, મોટા સ્વપ્નો જોવાની, પડકારોથી ઉપર ઉઠવાની અને શક્યતાઓને સિદ્ધિઓમાં રૂપાંતરિત કરવાની તેમની ક્ષમતામાં રહેલી છે. શીતલની સફર એ વાતનું ઝળહળતું ઉદારણ છે કે જ્યારે લવચિકતા તક સાથે મળે છે ત્યારે શું હાંસલ કરી શકાય છે. ડેલોઇટ ઈન્ડિયા ખાતે અમારું વિઝન માત્ર ભારતની પ્રગતિના સાક્ષી બનવાનું જ નથી, પરંતુ તકોનું સર્જન કરીને, મંચ તૈયાર કરીને અને ભારતની પ્રતિભાઓ ખીલી શકે તે માટે યોગ્ય ઇકોસિસ્ટમ પૂરી પાડીને મહાનગરોથી આગળ વધીને તેને સક્રિયતાથી સક્ષમ બનાવવાનું છે.”

શીતલ દેવીએ જણાવ્યું હતું કે “પોડિયમ સુધી પહોંચવાની સફર માત્ર એક વ્યક્તિની હોતી નથી, પરંતુ એ લોકોની પણ હોય છે, જેઓ તમારા પર વિશ્વાસ મૂકે છે અને તમને ઊંચો લક્ષ્યાંક હાંસલ કરવા માટેનો આત્મવિશ્વાસ આપે છે. મારું દરેક તીર એ વાતની યાદ અપાવે છે કે કોઇ પણ પડકાર અશક્ય નથી. મારી સફર માત્ર મારા દૃઢ સંકલ્પથી જ નહીં, પરંતુ મારી ક્ષમતામાં વિશ્વાસ કરનારા લોકો અને સંસ્થાઓનાં સમર્થન દ્વારા પણ આકાર પામી છે. ડેલોઇટ ઈન્ડિયાનું પ્રોત્સાહન એક ચેષ્ટાથી ઘણું વધુ છે, આ એક સંદેશ છે કે પ્રતિભા, તેના તમામ સ્વરૂપોમાં જોવા, ઉજવણી કરવા અને સમર્થન આપવાને પાત્ર હોવી જોઇએ. મને આશા છે કે મારી ગાથા અન્ય લોકોને પડકારો સ્વીકારવાની, તેમના સ્વપ્નોની પાછળ પડવાની અને દૃઢતાની શક્તિને ક્યારેય ઓછી નહીં આંકવા માટે પ્રેરિત કરશે.”

શીતલ જેવી ગાથાઓની ઉજવણી કરીને અને તેને વધારીને, ડેલોઇટ ઈન્ડિયા દેશના સૌથી મૂલ્યવાન સંસાધન, તેના લોકોમાં રોકાણ કરવાનું જારી રાખે છે. સાથે મળીને, આપણે એક એવા પાયાનું સર્જન કરી શકીએ છીએ, જ્યાં પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવે, તકોને ખોલવામાં આવે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે વિશ્વનાં મંચ પર ભારતનું સ્થાન મજબૂત બને.

Related posts

દિવાળી પહેલા … ખુશીઓની દિવાળી—પ્રકાશના ઉત્સવ પહેલા શેરિંગની ઉજવણી

truthofbharat

સેમસંગ દ્વારા આગામી સપ્તાહમાં ભારતમાં ત્રણ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન લાવવામાં આવશે

truthofbharat

Oakley Meta HSTN, પર્ફોમન્સ આધારિત AI ફીચર્સ સાથે1લી ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થવા માટે સજ્જ

truthofbharat