Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

DCM શ્રીરામ કેમિકલ્સે ગુજરાતની પ્રથમ EV સ્ટાફ બસ શરૂ કરીને ગ્રીન મોબિલિટીનો પ્રારંભ કર્યો – પોતાના કર્મચારીઓ સાથે “જોડાણ, નિર્માણ અને સિદ્ધિ” નો મૂલ્ય વિચાર વધુ મજબૂત કર્યો

ગુજરાત, અમદાવાદ | ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ — DCM શ્રીરામ કેમિકલ્સે આજે તેના ઝઘડિયા યુનિટ ખાતે ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક AC સ્ટાફ બસ શરૂ કરીને ટકાઉ કાર્યસ્થળ ગતિશીલતામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલ દ્વારા કંપનીએ જવાબદારીપૂર્ણ કામગીરી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. તેમજ તેના કર્મચારી અંગેના મૂલ્ય વિચાર – ‘બોન્ડ, બિલ્ડ અને બીકમ’ (જોડાણ, નિર્માણ અને સિદ્ધિ)માં સ્થાપિત લોક-કેન્દ્રિત સંસ્કૃતિને આગળ ધપાવી છે. 

ઇલેક્ટ્રિક AC સ્ટાફ બસની શરૂઆત કર્મચારીઓની સલામતી, આરામદાયકતા અને એકંદરે મુસાફરીના અનુભવમાં વૃદ્ધિ કરે છે, તેમજ પરિચાલન સંબંધિત કામગીરીઓથી થતા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં યોગદાન આપે છે. આ પહેલ DCM શ્રીરામ કેમિકલ્સના સંકલિત ટકાઉપણાના અભિગમને પ્રતિબિંબિત કરે છે – જેમાં આબોહવા જવાબદારી, કર્મચારીની સુખાકારી અને પરિચાલન સંબંધિત ઉત્કૃષ્ટતા એકરૂપ થાય છે.. 

ઝગડિયા યુનિટ ખાતે DCM શ્રીરામ લિમિટેડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદિત્ય શ્રીરામે, DCM શ્રીરામ કેમિકલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO શ્રી સબલીલ નંદી, DCM શ્રીરામ કેમિકલ્સના પ્રેસિડેન્ટ અને COO શ્રી બી. એમ. પટેલ, DCM શ્રીરામ કેમિકલ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને CHRO શ્રી પુષ્કર કુમાર અને DCM શ્રીરામ કેમિકલ્સ (ઝાગડિયા યુનિટ)ના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ- HR શ્રી જ્યંતિ પરમાર સાથે મળીને ઔપચારિક રીતે ઇલેક્ટ્રિક AC સ્ટાફ બસને લીલી ઝંડી બતાવી હતી. આ બસને કર્મચારીઓના સલામત, આરામદાયક અને ટકાઉક્ષમ પરિવહન પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. 

કંપનીના નિવેદનમાં ટાંકવામાં આવ્યું છે કે, “અમારી ઇલેક્ટ્રિક AC સ્ટાફ બસની શરૂઆત DCM શ્રીરામ કેમિકલ્સ દ્વારા કર્મચારીઓની સુખાકારી, ટકાઉક્ષમ વિકાસ અને દેશના ક્લાઇમેટ સંબંધિત લક્ષ્યો સાથે એકરૂપતા પર નિરંતર ધ્યાન કેનિ્દ્રત કરવામાં આવતું હોવાનું બતાવે છે. અમારા લોકોની સલામતી, આરામદાયકતા અને અનુભવને અમારા કાર્યક્ષેત્રના મૂળમાં રાખીને, અમે એક એવા કાર્યસ્થળને પરિભાષિત કરી રહ્યા છીએ જ્યાં જવાબદારી સાથે વિકાસ થતો હોય, સભાનપણે ઇનોવેશન થતું હોય અને અમારા કર્મચારીઓ તેમજ અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ તે બંને માટે સકારાત્મક અસર ઉભી થતી હોય.”

==ENDS==

Related posts

સેમસંગ દ્વારા બીસ્પોક AI વિંડફ્રી™ એસી રેન્જ લોન્ચ કરાઈઃ સેગમેન્ટમાં 19 મોડેલ રજૂ કર્યા

truthofbharat

ગુજરાતમાં SMEs માં AI ની સ્વીકાર્યતા વધી રહી છે; કોટકે ત્રણ મુખ્ય બદલાવોનો ઉલ્લેખ કર્યો

truthofbharat

બોઇંગે યુનિવર્સિટી ઇનોવેશન પ્રોગ્રામના વિજેતાઓ જાહેર કર્યાં

truthofbharat