Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જ્ઞાનયોગ તિક્ષ્ણ હોય છે,જ્ઞાનને પણ શાસ્ત્રોમાં યજ્ઞ કહ્યો છે.

ગ્રંથમાંથી ભાષાંતર મળે છે,ભાવાંતર મળતું નથી.

પ્રત્યેક વ્યક્તિને પોતાના કાર્યની તૃપ્તિ હોવી જોઈએ.

અતૃપ્તિ મારી નાખશે,અતૃપ્તિ એ જીવતો અગ્નિસંસ્કાર છે.

અહીં ત્રણ યોગ સંપન્ન થયા છે:તીવ્ર ભક્તિ યોગ, તીક્ષણ જ્ઞાન યોગ અને તૃપ્તિ આપનારો કર્મયોગ.

ભક્તિમાં તીવ્રતા હોવી જોઈએ,પ્રમાદ ન ચાલે.

જ્ઞાનમાંતિષ્ણતા,ભક્તિમાં તીવ્રતા અને કર્મમાં તૃપ્તિ હોવી જોઈએ.

દહેશતથી થોડુંક મળે છે,મહેનતથી થોડું વધારે પણ રહેમતથી બધું જ મળે છે.

શૃંગી ઋષિની આશ્રમ ભૂમિ અને તપસ્થલી એવા લખીસરાય ખાતે ચાલી રહેલી રામકથાનો છઠ્ઠા દિવસમાં પ્રવેશ થયો ત્યારે જણાવ્યું કે ભાગવતમાં એક મંત્ર છે:અકામ: સર્વ કામહાપરીપૂર્ણત- જેને કોઈ પણ પ્રકારની કામના નથી,અથવા તો કામના છે તો માત્ર મોક્ષની કામના છે, અથવા સર્વ કામ પૂર્ણ હોય છે તેવા પ્રકારના શૃંગી ઋષિ-જેણે યજ્ઞ કરાવ્યોછે.એમાંપુત્રકામ શબ્દ છે.

આવી ઈચ્છા રાખવા વાળા પ્રજ્ઞાવાન પુરુષ કઈ રીતે સફળ થાશે એની વાત કરતા બાપુએ કહ્યું તીવ્રેનભક્તિયોગેનયજેતપુરુષં પરમ… શ્રીમદ ભાગવત કહે છે કે અહીં તીવ્ર ભક્તિ યોગથી પુત્રકામ યજ્ઞ થયો છે.ભગતી સમેત આહુતિ દિન્હિ… એક બીજો શબ્દ છે:તિક્ષણજ્ઞાનયોગેન- જ્ઞાનયોગ તિક્ષ્ણ હોય છે.જ્ઞાનને પણ શાસ્ત્રોમાં યજ્ઞ કહ્યો છે અને અહીં અગ્નિથી ચરૂનું પ્રાગટ્ય થાય છે.જ્ઞાન,સ્વાધ્યાય અને યોગયજ્ઞકરનારને ગીતામાં તીક્ષણ કહ્યા છે.

એક એવો જ્ઞાનયજ્ઞ,એક એવો જ્ઞાનયોગ જે એક જ પ્રહારથી બધું જ ખતમ કરી દે છે.

પછી કહે છે સકલ કાજ ભા સિદ્ધ તુમ્હારા- અહિ રામ રહસ્ય છે.ગ્રંથમાંથી ભાષાંતર મળે છે,ભાવાંતર મળતું નથી.આવા રામ રહસ્યોગુરુમુખથીખુલતા હોય છે.કાજનો મતલબ કર્મ છે.મેં મારું કર્મ બરાબર રીતે પૂરું કર્યું એની મને તૃપ્તિ થાય છે.તૃપ્તિ છે એ કર્મયોગ છે.પ્રત્યેક વ્યક્તિને પોતાના કાર્યની તૃપ્તિ હોવી જોઈએ.અતૃપ્તિ મારી નાખશે,અતૃપ્તિ એ જીવતો અગ્નિસંસ્કાર છે. ફળ શું મળ્યું? ત્યાં ન જાઓ પણ મારા હિસ્સામાં આવેલું જે કોઈ પણ કાર્ય છે મેં ઈમાનદારીથી કર્યું એનો એક ઓડકાર આવવો જોઈએ.કર્મ કરતી વખતે રસ આવવો જોઈએ અને રસ જ તૃપ્તિ આપે છે.પાંચ રોટલીથી ભૂખ જાય પણ તરસ જતી નથી.તરસ તો પાણી એટલે કે રસથી જ જાય છે.

અહીં ત્રણ યોગ સંપન્ન થયા છે:તીવ્ર ભક્તિ યોગ, તીક્ષણ જ્ઞાન યોગ અને તૃપ્તિ આપનારો કર્મયોગ. જે કોઈ પણ કાર્ય કરીએ એમાં સંતોષ મળવો જોઈએ. શૃંગી ઋષિ ઘણા જ વેદોના જ્ઞાતા હતા.આમ છતાં અથર્વવેદ એનો ખાસ હતો.કારણ કે અથર્વવેદમાં અલગ-અલગ કામનાઓ પૂર્ણ કરવાના મંત્રો ઘણા જ છે.ધનપ્રાપ્તિ માટે,પ્રતિષ્ઠા માટે,યશ અને કીર્તિ માટે,પુત્ર પ્રાપ્તિ માટે-આવા અનેક મંત્ર મળશે.યજ્ઞતિક્ષ્ણજ્ઞાનયોગથી થાય છે પણ એની આહુતિ સ્નેહથી આપવામાં આવે છે.ત્યાં ભાવ છે.ભક્તિમાં તીવ્રતા હોવી જોઈએ,ભક્તિમાં પ્રમાદ ન ચાલે. મહાભારતમાં પણ પુત્રકામેષ્ટી યજ્ઞનો ઉલ્લેખ છે.પણરામચરિત માનસ એ મર્યાદાનો ગ્રંથ છે એટલે એની ઊંડાઈમાં આપણે નહીં જઈએ.

એકલા શૃંગી ઋષિથી આ યજ્ઞ ન થઈ શકે એટલે ત્યાં શાંતા પણ આવે છે.શાંતાનો બીજો કોઈ રોલ અહીં દેખાતો નથી.જ્ઞાનમાંતિષ્ણતા,ભક્તિમાં તીવ્રતા અને કર્મમાં તૃપ્તિ હોવી જોઈએ.દહેશતથી થોડુંક મળે છે મહેનતથી થોડું વધારે મળે છે પણ રહેમતથી બધું જ મળે છે.

અહીં સંક્ષિપ્ત રીતે બાલકાંડને આગળ વધારતાઅહલ્યા ઉદ્ધાર તેમજ ધનુષ્ય યજ્ઞનો પ્રસંગ ગાયો.એ પછી રામ સહિત ચારે ભાઈઓનો વિવાહ પ્રસંગ અને સીતા વિદાયનાં કરુણ પ્રસંગનું ગાન કરવામાં આવ્યું.વિશ્વામિત્રની વિદાય પછી પ્રથમ અધ્યાય બાલકાંડનુ સમાપન થયું.

Related posts

લક્ઝરી મેન્સવેર માટે હવે અમદાવાદમાં અસુકા ફ્લેગશિપ સ્ટોર તૈયાર

truthofbharat

સાધુનો સંગ ગંગવત, ગગનવત, ગંડવત તેમજ ગેયવત પવિત્રતા પ્રદાન કરે છે.

truthofbharat

એસયુડી લાઇફે તેનું બીજું યુનિટ લિંક્ડ ફંડ લોન્ચ કર્યું: સુડ લાઇફ મિડકેપ મોમેન્ટમ ઇન્ડેક્સ ફંડ

truthofbharat