સાધકમાં નમ્રતા,પરસ્પર પ્રેમ,ગ્રંથ ઉપર દ્રઢ ભરોસો ઇષ્ટનું સ્મરણ-હોવા જોઇએ.
સાધકમાં પોતાની વિશેષતાનો અહંકાર આવવો ન જોઈએ.
વક્તાનું પણ એક લક્ષણ છે કે વક્તૃત્વની સાથે કતૃત્વ પણ હોવું જોઈએ.
ગુરુ પાંચ પ્રકારની શિક્ષા,પાંચ દીક્ષા અને પાંચ ભિક્ષા આપે છે.
આંધ્ર પ્રદેશની સપ્ત પહાડિયો પર બિરાજમાન ભગવાન વેંકટેશતિરૂપતિજીનીછાંયામાં ચાલતી રામકથાએ સાતમા દિવસમાં પ્રવેશ કર્યો.
ઋગ્વેદના એક મંત્રથી આરંભ કરતા બાપુએ કહ્યું કે:
અવ સ્માયસ્યવેષણેસ્વેદમ્પથિશુજૂહૂર્તિઅભિમહસ્વજન્યં ભૂમા પ્રશ્ઠેવરુરુ:
ત્રિમૂર્તિમાં શ્રીપતિ અને રમાપતિની ચર્ચા બે દિવસ આપણે કરી.હવેભૂદેવીનું દર્શન કરીએ.ઋગ્વેદમાં એનો થોડોક સંદર્ભ એક ઋચામાં આપેલો છે.કોઈ બીજાના વિષય કંઈ કહે તો જેને વિશે કહેવાયું છે એણે વિચારવું જોઈએ કે આ મારા માટે નહીં પણ મારી અંદર બેઠેલા પરમાત્મા માટે કહે છે અને જે કહી રહ્યો છે એણે પણ વિચારવું જોઈએ કે હું એ વ્યક્તિ માટે નહીં પણ વ્યક્તિની અંદર રહેલા પરમાત્મા માટે બોલું છું તો આ બંને દોષથી બચી જશે.
હું શ્રોતાઓને સાધક કહું છું.તોસાધકના લક્ષણો વિશે કહ્યું કે તેમાં વિનમ્રતા હોવી જોઈએ. વિનોબાજીએનમ્રતાના ઘણા આયામોબતાવ્યા.એક વિનમ્રતા સામાજિક હોય છે.એક વિનમ્રતા પોતાને દાસ ભાવ સમજે એવી હોય છે,જેને ભક્તની વિનમ્રતા કહે છે.અને ત્રીજી સહજ વિનમ્રતા હોય છે સહજ શબ્દ આવે ત્યારે રામ કૃષ્ણ અને કબીર દેખાય છે.
સાધકમાં નમ્રતા,પરસ્પર પ્રેમ,ગ્રંથ ઉપર દ્રઢ ભરોસો જેટલું થઈ શકે એટલું ઇષ્ટનું સ્મરણ અને આટલી કથા સાંભળી કે આટલી કથા કહી એનો કોઈ અહંકાર પણ ન હોવો જોઈએ.
સાધકમાં પોતાની વિશેષતાનો અહંકાર આવવો ન જોઈએ.એટલે જ ગીતાજીમાં વિભૂતિ યોગ કહ્યો છે અને સાધકે કોઈપણ સ્થિતિમાં ચિંતા કરવી જોઈએ નહીં.
વક્તાનું પણ એક લક્ષણ છે કે વક્તૃત્વની સાથે કતૃત્વ પણ હોવું જોઈએ.
બાલાજીની બાજુમાં જે બેઠી છે એ ભૂદેવી છે.
સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે;
વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે.
સમુદ્રનું વસ્ત્ર પહેરીને વિષ્ણુ પત્ની છે,જ્યાં સુધી હું જાગૃત છું તારા ઉપર પદ પ્રહાર કરું તો હે ભૂદેવી મને માફ કરજે.
ભૂદેવીનો એક અર્થ પૃથ્વી થાય છે.વિનોબાજીદખણથી આવેલા એટલે એ ભૂદાન માંગતા.પૃથ્વીસૂર્યને કેન્દ્રમાં રાખીને ફરે છે એટલે સૂર્ય પણ એનો પતિ છે.કોઈપણ દેશનો રાજા પણ ભૂપતિ કહી શકાય.ગુરુને ભૂપતિ કહ્યો છે અને ગુરુ ૧૫ વસ્તુઓ આપે છે:પાંચ પ્રકારની શિક્ષા,પાંચ દીક્ષા અને પાંચ ભિક્ષા આપે છે.કારણ કે ગુરુ પૃથ્વીનો માલિક છે. પાંચ શિક્ષાઓમાં:વિદ્યા,વિનય,નિપુણતા,ગુણ અને શીલ આપે છે.
પાંચ દીક્ષાઓની અંદર શબ્દ દીક્ષા,સ્પર્શ દીક્ષા રૂપ દીક્ષા-સ્વરૂપનો બોધ કરાવે.રસ દીક્ષા-નીરસને રસિક બનાવે અને ગંધ દીક્ષા આપે છે.
આંસુઓની ભિક્ષા,અભય ભિક્ષા,અનુભવની ભિક્ષા, અમલ એટલે કે નિર્મલ અને અનતની ભિક્ષા ગુરુ પ્રદાન કરે છે.
⊕⊕⊕⊕⊕⊕⊕⊕⊕⊕
