“જીવનમાં જે ઘટના ઘટે એને હરિ ઇચ્છાનાં સંદર્ભમાં લેજો અને થોડીક ધીરજ ધરજો,બધું જ સારાવાના થશે,બાકી રોવા ન બેસજો.”
જેમ સંકલ્પ ફેરવી ન શકાય એમ વચન પણ ફેરવી ન શકાય.
પ્રતિજ્ઞા પણ બૌદ્ધિક હોય ત્યારે નુકસાન કરે છે.
એકબીજાની કાપે એ ધર્મ જ ન હોય.
શંકરાચાર્ય જયંતિ પર સૌને વધાઇ અપાઇ.
મંગળવારે પાલિતાણાની પાવન ભૂમિ પર વિરાજીત સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરની નિશ્રામાં ચાલતી રામકથા ચોથા દિવસમાં પ્રવેશી ત્યારે અહીંના અઢી દ્વિપ તીર્થ ક્ષેત્રના વર્તમાન મહારાજ સાહેબ હાર્દિકરત્ન સૂરિશ્વરજી મહારાજ તેમજ અન્ય મહારાજશ્રીઓ દ્વારા જૈન રામાયણ તથા પ્રાકૃત ભાષામાં પહુમચર્યમ નામથી લખાયું છે એ ગ્રંથ-જેની રચના વિક્રમ સંવત ૬૦ એટલે કે ૨૦૨૨ વરસ પહેલા આચાર્ય વિમલસૂરીજી મહારાજ દ્વારા થઈ હતી અને પૂર્વકાળમાં મહાવીર ભગવાનના સ્વમુખે એ કહેવાયું.જેમાં લગભગ ૧૦૫૫૦ શ્લોકો છે.એ વ્યાસપીઠને અર્પણ થયું તેમ જ વ્યાસ વંદના કરવામાં આવી. તપસ્વી ત્યાગી આચાર્ય ભગવંતો પધાર્યા અને બે ગ્રંથો આપ્યા એની બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી અને કહ્યું કે શિવ સંકલ્પ શબ્દ લીધો છે ત્યારે એની આસપાસના અમુક શબ્દોનું સ્મરણ કરવું રહ્યું જેમ કે:વચન જે પાળવાનું હોય,પ્રણ-પાળવાનું હોય,વ્રત નિભાવવાનું હોય,વરદાન પાળવાનું હોય, આશીર્વાદ એ પણ પાળવાનો હોય,કોઈ શ્રાપ આપે તો એ પણ ઘટીત થતો હોય છે અને સંકલ્પ-આ બધું રામચરિત માનસમાં અનુભવપૂર્વક નિર્દેશ થયેલું છે. કોઈ આપેલું વચન પાળવાનું હોય છે.રામચરિત માનસની પ્રસિદ્ધ ચોપાઈ છે
રઘુકૂલ રીતિ સદા ચલિ આઇ;
પ્રાન જાહુ બરુ બચનુ ન જાઇ.
વાલ્મિકી રામાયણનો સ્પર્શ કરીએ તો વચનની ગરીમા સમજાશે.ભરતજીનો ચિત્રકૂટ પ્રસંગ,ભરતજી રાત્રે એકલા બેઠા વિચાર કરે છે કે સમગ્ર ઘટનાની કેન્દ્રમાં વચન છે.આખી રાત એના પર વિચાર કરે છે બુદ્ધિમાન છે,એ બોલવાનું શરૂ કરે ત્યારે બ્રહ્મલોક અને વિધિલોક છોડીને સરસ્વતિ એની જીભ ઉપર બેસતા હતા.સવારે સભામાં કહે છે કે જેના માટે પિતાએ મારી માતાને વચન આપ્યું એ હું,મારી માતા અને અયોધ્યાનું-રઘુકુળનું શ્રેષ્ઠ મંત્રીમંડળ પણ હાજર છે.રઘુકુળની પરંપરા જયેષ્ઠ પુત્રને ગાદી મળે તમે વચન પાળ્યું,હવે ફરી અયોધ્યા પધારો.ત્યારે રામ કહે છે કે કૈકય દેશના મહારાજા અશ્વપતિએ પૂર્વમાં એક વચન આપેલું કે કૈકયીને જો પુત્ર જન્મે તો એને રાજગાદી મળે.રામ કહે બાપ હાજર નથી.ભરત કહે
શાસ્ત્રોનો નિયમ છે ગુરુએ આપેલું વચન એ પૂરું ન કરી શકે તો એના શિષ્યએ કરવું જોઈએ,મોટાભાઈ નો સંકલ્પ નાનો ભાઈ પૂરો કરી શકે.માટે તમે અયોધ્યા જાઓ અને હું તમારો સંકલ્પ પૂરો કરવા વનમાં જાઉં.ત્યાં ધર્મ સભામાં જાબાલી મંત્રી પણ બોલે છે.પરસ્પર ખૂબ સંવાદ થાય છે.ધર્મ જ વર્તમાન છે એવું રામ કહે છે.
હરિ ઈચ્છા ભાવિને પલટી શકે પણ ભાવિ હરી ઈચ્છાને ન બદલી શકે.જીવનમાં જે ઘટના ઘટે એને હરિ ઇચ્છાનાં સંદર્ભમાં લેજો અને થોડીક ધીરજ ધરજો બધું જ સારાવાના થશે,બાકી રોવા ન બેસજો જેમ સંકલ્પ ફેરવી ન શકાય એમ વચન પણ ફેરવી ન શકાય.વ્રત જગતના કલ્યાણ માટે ફેરવી શકાય પણ એ પાળવું જોઈએ.
પ્રતિજ્ઞા શબ્દ મહાભારત અને રામાયણના સંદર્ભમાં જોઈએ તો કૃષ્ણની બે પ્રતિજ્ઞાઓ:એક સંભવામિ યુગે-યુગે અને બીજું હાથમાં હથિયાર નહીં લઉં. ભીષ્મની પણ બે પ્રતિજ્ઞા:કૃષ્ણના હાથે હથિયાર ઉપડાવીશ અને આજીવન કુંવારા રહીશ.ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે કૃષ્ણ પોતાની પ્રતિજ્ઞા જતી કરે છે.પ્રતિજ્ઞા પણ બૌદ્ધિક હોય ત્યારે નુકસાન કરે છે. કૃષ્ણએ શસ્ત્ર ન લીધું,ચક્ર લીધું.શસ્ત્ર સુંદર ન હોય પણ સુદર્શન સુંદર છે.બધા શસ્ત્રો હિંસાના પ્રતીકો છે જૈન પરંપરામાં સર્વ શ્રેષ્ઠ સૂત્ર અહિંસા છે.ગરુડ કહે છે:
પરમ ધરમ શ્રુતિ બિદિત અહિંસા;
પર નિંદા સમ અઘ ન ગરિસા
આટલા બધા ફાંટાઓ ધર્મ વિવિધ પરંપરાઓ છતાં આપણે એક કેમ નથી થતા?એકબીજાની કાપે એ ધર્મ જ ન હોય.દ્રૌપદી રાત્રે ભિષ્મને પ્રણામ કરવા જાય છે ને ભિષ્મનાં મુખમાંથી શબ્દ નીકળી જાય છે:અખંડ સૌભાગ્યવતી ભવ-જે પાળવા ભિષ્મ પોતાની પ્રતિજ્ઞા જતી કરે છે.આજે શંકરાચાર્ય જયંતિ પર સૌને વધાઇ અપાઇ.
રામ જે વેદ વિદિત છે,જે દશરથ નંદન,જે ઘટ-ઘટ વાસી એ એક કે જુદા?યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજ વચ્ચે સંવાદ થયો.
