Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામ સુંદર છે એવુ એ જ બોલી શકે,જે હૃદયથી સુંદર છે.

સનાથ એ છે જે ખુદ રામને પ્રેમ કરે છે.
રામ સત્યના પ્રયોગ કરે છે,કૃષ્ણ પ્રેમનો પ્રયોગી અને મહાદેવ કરુણાના સાક્ષાત પ્રયોગી છે.
ખરેખર સનાથ એ છે જે પ્રભુ પાસે પ્રેમ માંગે.
શબ્દ આકાશના ફૂલ છે.
ઓશો જેવા બહુ ઓછા મહાપુરુષોએ શબ્દબ્રહ્મને નર્તન કરાવ્યું છે.
ગુરુ સમાન દુનિયામાં પ્રેમ કરનાર કોઈ નથી.
બધું જ છૂટી જાય છે પણ પૂજ્ય થવાનો સ્વાર્થ છૂટતો નથી.

સદીનાં મહાન દાર્શનિક ઓશોની ભૂમિ જબલપુરમાં ચાલી રહેલી રામકથામાં ઓશો દિક્ષિત સંન્યાસીઓની બહોળી હાજરી તથા અનેક સંતો-મહતો,મહાપુરૂષોની હાજરીમાં ચોથા દિવસની કથાના આરંભે ઓશોની પ્રબુધ્ધ ચેતનાને વંદન કરી અને કહ્યું કે રામચરિતમાનસના ઉત્તરકાંડમાં છેલ્લો છંદ લખાયેલો છે એ છંદમાં રામને સુંદર કહ્યા છે.રામ સુંદર છે એના ઉપર ઘણું જ બોલી શકાય એમ છે, પણ એ જ બોલી શકે જે હૃદયથી સુંદર છે.કારણ કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે.સાધકે સ્વયં પોતાના શરીરને સજાવવું પડતું હોય છે.રામ બેજાન નહી સુજાન છે.સમજદાર,વિવેકપૂર્ણ સ્વભાવ, સંવેદનશીલ છે.રામ કૃપાનો ખજાનો છે.રામ અનાથને પ્રેમ કરે છ,તો સનાથ પર પ્રેમ નથી કરતા?એવું કેમ? કારણ કે સનાથ એ છે જે ખુદ રામને પ્રેમ કરે છે. જનક સમૃદ્ધ છે તો એ રામને પ્રેમ કરે છે.વિદેહી છે, રાજર્ષિ છે અને માતા જાનકીનાં બાપ છે. પરામ્બાનો જનક છે જે રામ સાથે સંવાદ કરે છે ત્યારે ભગવાન રામ પાસે પ્રેમની માગણી કરે છે.જનક જ્ઞાની છે પણ પ્રેમ માંગે છે.એટલે ખરેખર સનાથ એ છે જે પ્રભુ પાસે પ્રેમ માંગે.અને જે અનાથ છે એને પ્રભુ પ્રેમ કરે છે.
આપણે દાળ-ભાત ખાઈએ છીએ ત્યારે સાચું શું છે? ભાત-દાળ કે દાળ-ભાત?શબ્દનું નર્તન છે,લીલા અને ક્રીડા છે.શબ્દ આકાશના ફૂલ છે.ઓશોની પાસે શબ્દોની લીલા ખૂબ જ હતી.ખૂબ ઓછા મહાપુરુષોએ શબ્દ બ્રહ્મને આ રીતે નર્તન કરાવ્યું છે. બુદ્ધપુરુષ પાસે બેસીને આપણે કઈ પ્રાર્થના કરવી જોઈએ?નમામી ભક્ત વત્સલમ… આ પ્રાર્થના કરવી જોઈએ.પણ હું તુલસીદાસજીની અનુમતિ લઈને થોડોક ફેરફાર કરું તો-નમામી શિષ્ય વત્સલમ કૃપાળુ શીલ કોમલમ… એવું ગાઈ શકું.
ગુરુ સમાન દુનિયામાં પ્રેમ કરનાર કોઈ નથી.દરેક સંબંધમાં સ્વાર્થ હોય છે.
સૂર નર મુની સબકી યહ રીતિ;
સ્વારથ લગી સબકી પ્રીતિ.
ઓશો એ કહી દીધું કે અંતે મને પણ ભૂલી જજો. પણ હું એ પક્ષમાં નથી કારણ કે બુદ્ધપુરુષ આપણો જીભ આપણો જીવ છે.બધું જ છૂટી જાય છે પણ પૂજ્ય થવાનો સ્વાર્થ છૂટતો નથી.જેને મુક્ત થવું છે એને બધું છોડવું છે.પણ જેણે ગુરુની સ્મૃતિ લઈને વારંવાર ધરતી ઉપર આવવું છે એને માટે ગુરુને ભૂલવાના નથી.
દાળ-ભાત વિશેષ સ્થિતિનું નામ છે.ભાત-દાળ એવું સારું લાગતું નથી.કારણ કે ચોખા જ્ઞાન છે અને દાળ ભક્તિ છે.પણ પહેલા રસ પીરસવામાં આવે અને ભાત રૂખા-સુકા હોય છે.તો આ મહારસમાં વેદાંતને રાખી દો પછી જુઓ જે આનંદ આવશે એ અલગ હશે.
રામ સત્યના પ્રયોગ કરે છે.કૃષ્ણ પ્રેમનો પ્રયોગી અને મહાદેવ કરુણાના સાક્ષાત પ્રયોગી છે.
વિશ્રામ શબ્દ ૩૧ વાર આવ્યો છે.જે રામના ૩૧ બાણ છે એની વિશેષ છણાવટ કરી અને ક્યાં-ક્યાં એ શબ્દ આવ્યા અને પરમ વિશ્રમ એ નિર્વાણ, સંબોધી છે.એકવાર પરમ વિશ્રામ શબ્દ આવ્યો છે. અમૃત ક્યાં છે?સ્ત્રીઓના હોઠ ઉપર,ચંદ્રમામાં, સમુદ્રમાં,પાતાળમાં સ્વર્ગમાં. છતાં પણ દરેક જગ્યાએ અમૃતનો ગુણ દેખાતો નથી સાચું અમૃત કથામૃત છે જે જીવંત રાખે છે.

============

Related posts

ફૂડ સર્વિસીસ માર્કેટ અસંગઠિત સેગમેન્ટની સરખામણીએ સંગઠિત સેગમેન્ટની 2x ગતિએ વૃદ્ધિ સાથે 2030 સુધીમાં US$ 125 બિલિયન કરતાં વધુનું થશે: કિર્ની સાથે ભાગીદારીમાં સ્વિગીની હાઉ ઇન્ડિયા ઇટ્સ 2025 આવૃત્તિ બહાર પડી

truthofbharat

B2B ગ્રાહકોને થશે મોટી બચત: એમેઝોન બિઝનેસ દ્વારા ‘ફાઇનાન્સિયલ યર એન્ડ સેલ’ની જાહેરાત

truthofbharat

મોરારી બાપુએ ક્રિકેટની ભાષામાં જીવનનો મંત્ર સમજાવ્યો

truthofbharat