Truth of Bharat
આઈપીઓઈન્ફ્રાસ્ટ્રક્ચરગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડનો આઈપીઓ 26 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે

● ટોટલ ઇશ્યુ સાઇઝ – પ્રત્યેક ₹10ના 52,25,600 ઇક્વિટી શેર સુધી

● આઈપીઓ સાઇઝ – ₹41.80 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર)

● પ્રાઇઝ બેન્ડ – ₹76 – ₹80 પ્રતિ શેર

● લોટ સાઇઝ – 1,600 ઇક્વિટી શેર

મુંબઈ | ૨૦ ઓગસ્ટ ૨૦૨૫: કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (કંપની, કરંટ ઇન્ફ્રા) એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન અને ઇપીસી સર્વિસ પ્રદાતા છે, જે સોલાર, ઇલેક્ટ્રિકલ, વોટર અને સિવિલ સેગમેન્ટમાં એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, તેણે મંગળવાર, 26 ઓગસ્ટ, 2025ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹41.80 કરોડ એકત્ર કરવાનું છે.

આ ઇશ્યુની સાઇઝ પ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય અને પ્રતિ શેર ₹76 – ₹80 પ્રતિના પ્રાઇઝ બેન્ડ સાથે 52,25,600 ઇક્વિટી શેર છે.

ઇક્વિટી શેરની ફાળવણી:- ક્યૂઆઈબી એન્કર પોર્શન – 14,52,800 ઇક્વિટી શેર સુધી. ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 9,69,600 ઇક્વિટી શેર સુધી. નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ- 7,29,600 ઇક્વિટી શેરથી ઓછા નહીં. ઇન્ડિવિડ્યૂઅલ ઇન્વેસ્ટર્સ – 17,05,600 ઇક્વિટી શેરથી ઓછા નહીં. એમ્પલોયી રિઝર્વેશન – 99,200 ઇક્વિટી શેર સુધી. માર્કેટ મેકર – 2,68,800 ઇક્વિટી શેર સુધી.

આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ અમારી સંપૂર્ણ માલિકીની પેટાકંપની, કરંટ ઇન્ફ્રા ધનબાદ સોલાર પ્રાઇવેટ લિમિટેડના ઇક્વિટીમાં રોકાણ માટે કરવામાં આવશે, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (ઈન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) આઈઆઈટી (આઈએસએમ), ધનબાદ, ઝારખંડ ખાતે RESCO મોડેલ હેઠળ 1800 કિલોવોટ સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એન્કર પોર્શન 25 ઓગસ્ટ, 2025ના રોજ ખુલશે અને 29 ઓગસ્ટ, 2025ના રોજ ઇશ્યુ બંધ થશે.

આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.

કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુનિલ સિંહ ગંગવારે જણાવ્યું, “અમારો આઈપીઓ કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડના વિકાસને વેગ આપવા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સેક્ટર્સમાં અમારી સ્થિતિને મજબૂત બનાવવા માટે એક નિર્ણાયક તક દર્શાવે છે. મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રોમાં 3 દાયકાના અનુભવ સાથે, મેં વ્યૂહાત્મક પહેલને આગળ ધપાવવા, મજબૂત ભાગીદારીઓનું બનાવવા અને અમારા સોલાર, ઇલેક્ટ્રિકલ, વોટર અને સિવિલ ઇપીસી પ્રોજેક્ટ્સમાં શ્રેષ્ઠતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ રકમ અમારી સંપૂર્ણ માલિકીની પેટાકંપનીના વિસ્તરણ માટે ભંડોળ પૂરૂં પાડશે અને અમારી કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ટેકો આપશે. 12 રાજ્યોમાં પૂરા પાડવામાં આવેલા પ્રોજેક્ટ્સ અને વૈવિધ્યસભર સર્વિસ પોર્ટફોલિયો સાથે, અમે અમારા પદચિહ્નને વિસ્તૃત કરવા અને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્ય માટે ટકાઉ, ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉકેલો પહોંચાડવા માટે સારી સ્થિતિમાં છીએ.”

હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી અશોક હોલાનીએ જણાવ્યું, “અમે કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડને તેની આઈપીઓ સફરમાં ટેકો આપવા બદલ ખુશ છીએ. મજબૂત ઓર્ડર બુક અને અનેક પ્રોજેક્ટ્સ અમલીકરણના ટ્રેક રેકોર્ડ સાથે, કંપની તેના વિકાસના આગામી તબક્કા માટે સારી રીતે તૈયાર છે. આ આઈપીઓ તેને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીનું વિસ્તરણ કરવા, કાર્યકારી મૂડીમાં સુધારો કરવા અને વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તકો મેળવવા સક્ષમ બનાવશે. અમે આગામી વર્ષોમાં કંપનીને નવી ઊંચાઈઓ સર કરતી જોવા માટે આતુર છીએ.”

Related posts

સિમ્બાયોસિસ એમબીએ એડમિશન હવે સ્નેપ ટેસ્ટ 2025 દ્વારા પ્રારંભ

truthofbharat

વટવા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક પામનાર પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાશે

truthofbharat

વિશ્વવિખ્યાત રામકથા વ્યાખ્યાતા મોરારી બાપુનાં ધર્મપત્ની પૂજ્ય શ્રી નર્મદા “બા” નિર્વાણ પામ્યા

truthofbharat