કોગ્નિઝન્ટ નવી દિલ્હી મેરેથોન 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાશે
ભારત | 24મી ઓક્ટોબર 2025: કોગ્નિઝન્ટ (NASDAQ: CTSH) નવી દિલ્હી મેરેથોનના આગામી સંસ્કરણનું ટાઇટલ સ્પોન્સર હશે, જે ભારતના પ્રીમિયર AIMS-પ્રમાણિત રાષ્ટ્રીય મેરેથોન છે અને એશિયામાં સૌથી વિશ્વસનીય લાંબા-અંતરની દોડ સ્પર્ધાઓમાંથી એક છે, જે 22 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાવાની છે.
કોગ્નિઝન્ટ નવી દિલ્હી મેરેથોન વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ટેકનોલોજી અને પ્રોફેશનલ સર્વિસીસ કંપની અને દેશની સૌથી પ્રતિષ્ઠિત જન ભાગીદારી રમતગમત ઇવેન્ટ્સમાંથી એકની વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારીનું પ્રતિક છે.
2026 માં તેના અગિયારમા સંસ્કરણની ઉજવણી કરતી વખતે, મેરેથોન રાષ્ટ્રીય ગૌરવ અને ધીરજનું પ્રતીક બની ગઈ છે, જે નાગરિકો, એથ્લીટસ અને સંગઠનોને ફિટનેસ અને સમુદાયિક ભાવનાની સહિયારી ઉજવણીમાં એકજૂથ કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ઇવેન્ટે દરેક સંસ્કરણમાં ભારત અને વિદેશોમાંથી 30,000 થી વધુ દોડવીરોને આકર્ષિત કર્યા છે, જેમાં ઉચ્ચ કક્ષાના એથલીટસ, કોર્પોરેટ ટીમો, રનિંગ ગ્રૂપસ અને સંરક્ષણ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગ પર બોલતા કોગ્નિઝન્ટ ઇન્ડિયાના ગ્લોબલ ઓપરેશન્સના પ્રમુખ અને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ વારિયરે જણાવ્યું હતું કે: “અમે 2026 થી નવી દિલ્હી મેરેથોનના ટાઇટલ સ્પોન્સર બનવા માટે ઉત્સાહિત છીએ. કોગ્નિઝન્ટ વિવિધ અને સમાવિષ્ટ રમતોને સમર્થન આપે છે જે તેના કર્મચારીઓ, ગ્રાહકો અને અમારા દ્વારા સર્વિસ પૂરી પડાતા સમુદાયોની સાથે સુસંગત છે. મેરેથોન સીમાઓ અને સંસ્કૃતિઓથી ઉપર હોય છે અને અદમ્ય માનવીય ભાવનાની ઉજવણી કરે છે.”
વૈશ્વિક સ્તરે કોગ્નિઝન્ટનો સ્પોર્ટ્સ સ્પોન્સરશિપ પોર્ટફોલિયો ગોલ્ફ, રેસિંગ અને ક્રિકેટ સુધી ફેલાયેલ છે, જે સ્પોર્ટસ દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રેરણા અને ઉર્જા તથા સામાજિક ભલા માટે તેઓ દ્વારા પ્રસ્તુત અવસરનું પ્રતિનિધિત્વ કરે છે.
NEB સ્પોર્ટ્સના CMD નાગરાજ અડિગાએ ઉમેર્યું કે: “નવી દિલ્હી મેરેથોનના ટાઇટલ સ્પોન્સર તરીકે કોગ્નિઝન્ટનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. તેમની ભાગીદારી ઇવેન્ટમાં ખૂબ જ મજબૂતી અને વિશ્વસનીયતા ઉમેરે છે કારણ કે અમે ફિટનેસ અને સામાજિક જવાબદારીની સંસ્કૃતિને પ્રેરણા આપવાનું ચાલુ રાખીએ છીએ. સાથે મળીને અમે દોડવીરો અને જન સમુદાયને એક અસાધારણ અનુભવ પહોંચાડવા માટે આતુર છીએ.”
કોગ્નિઝન્ટ નવી દિલ્હી મેરેથોન 2026 માં મલ્ટીપલ રેસ કેટેગરીમાં સામેલ થશે – મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી અને 5 કિમી – જે તમામ વય જૂથો અને ફિટનેસ સ્તરોમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે. આ ઇવેન્ટ અનેક NGO અને સામાજિક પહેલોને ટેકો આપવાની પરંપરા પણ ચાલુ રાખશે, જે ફિનિશ લાઇનથી આગળ દોડવાની ભાવનાને વિસ્તૃત કરશે. AIMS (એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસીસ) સર્ટિફિકેશન ખાતરી કરે છે કે રેસ ચોકસાઈ, સલામતી અને સંગઠનના ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરે છે. આ રૂટ દિલ્હીના સૌથી ઐતિહાસિક અને વારસાગત સ્થળોને આવરી લે છે, જેમાં ઇન્ડિયા ગેટ, રાજપથ અને રાષ્ટ્રપતિ ભવનનો સમાવેશ થાય છે, જે દોડવીરોને રાજધાનીના હૃદયમાં વિશ્વ કક્ષાનો અનુભવ પ્રદાન કરે છે.
આ ઇવેન્ટને અગ્રણી ભાગીદારો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં ASICS સત્તાવાર સ્પોર્ટ્સ ગુડ્સ પાર્ટનર અને વોલિની રિકવરી પાર્ટનર છે, જે મેરેથોનના વિશ્વસ્તરીય ઇકોસિસ્ટમ અને દોડવીરના અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવે છે.
