નેશનલ | ૦૩ ઓક્ટોબર ૨૦૨૫: કોકા- કોલા ઈન્ડિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વર્ષની સૌથી બહુપ્રતિક્ષિત સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાંથી એક વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઈન્ડિયા 2025માં બેજોડ રોમાંચ લાવવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. આ વ્યૂહાત્મક જોડાણ તેમની 8 વર્ષની ભાગીદારી પર નિર્મિત હોઈ સ્પોર્ટસમાં મહિલાઓના કાજ પ્રત્યે અને એથ્લીટ્સની ભાવિ પેઢીને સશક્ત બનાવવાની તકો નિર્માણ કરવા માટે કંપનીની કટિબદ્ધતા પર ભાર આપે છે.
થમ્સ અપ XForce ઓફિશિયલ બેવરેજ પાર્ટનર અને બોડીઆર્મર લાઈટ ORSહાઈડ્રેશન પાર્ટનર તરીકે કોકા-કોલા ઈન્ડિયા ખેલાડીઓ અને ચાહકોને આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં રિફ્રેશ્ડ રાખશે. તેમના મજબૂત સ્પોર્ટસના વારસામાં મૂળિયાં ધરાવતી કોકા- કોલા ઈન્ડિયા ગૌહાટી, ઈન્દોર, વાયઝેગ અને નવી મુંબઈમાં સ્પર્ધાનું ભારત દ્વારા આયોજનની ઉજવણી કરશે, જેથી દરેક મેચ નક્કર જોશ, રોમાંચ અને એકત્રતાની ખાતરી રાખશે. કોકા-કોલા ઈન્ડિયા બેવરેજીસનો સંપૂર્ણ પોર્ટફોલિયો ઓફર કરીને દરેક માટે માણવા કશુંક હોય તેની ખાતરી રાખશે.
આઈસીસી સ્પર્ધા, ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ દરમિયાન ‘‘થમ્સ અપ ઉઠા, ઈન્ડિયા ઈન્ડિયા મચા,’’ #PalatDe, #TaanePalatDe, અને ‘‘ઉઠા થમ્સ અપ, જગા તૂફાન’’ જેવી કેમ્પેઈન થકી એથ્લીટ્સને સશક્ત બનાવવાના તેના વારસા પર નિર્મિત કેમ્પેઈન્સ સાથે થમ્સ અપે સ્પોર્ટના જોશની દીર્ઘ ઉજવણી કરી છે. હવે તેના નવીનતમ નો-શુગર બેવરેજ સાથે થમ્સ અપ XForce બ્રાન્ડ તે જ એટિટ્યુડ સાથે તેનો વારસો આગળ ધપાવે છે. કોકા-કોલાના સ્પોર્ટસ ડ્રિંગ બોડીઆર્મર લાઈટ ORSમાં પૂરક તે આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ખાતે એથ્લીટ્સ અને ચાહકો માટે આધુનિક હાઈડ્રેશન લાવવાની કટિબદ્ધતા પર ભાર આપે છે.
કોકા-કોલા ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ સનદીપ બજોરિયાએ જણાવ્યું હતું કે, “કોકા- કોલા ઈન્ડિયા અમારા રાષ્ટ્રવ્યાપી નેટવર્ક થકી ઉચ્ચ સ્તરે રિફ્રેશમેન્ટ ડિલિવરી કરવા માટે અજોડ રીતે સ્થાનબદ્ધ હોઈ ક્રિકેટની ઉજવણી કરાય તે દરેક ખૂણે પહોંચે છે. અમારે માટે આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ગ્રાહક જોડાણ મજબૂત બનાવાની અને અમારા ભાગીદારો અને રિટેઈલરો માટે દીર્ઘ મૂલ્ય નિર્માણ કરવાની તક છે. અમારો પોર્ટફોલિયો લાખ્ખો ચાહકો અને એથ્લીટ્સ પાસે લાવીને અમે ગ્રાઉન્ડ પર ગેમને સપોર્ટ કરવા સાથે એવો અવસર નિર્માણ કરી રહ્યા છીએ, જે ક્રિકેટને રાષ્ટ્રવ્યાપી સ્તરે આદાનપ્રદાન કરાતો અનુભવ બનાવે છે.’’
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયા ખાતે આઈએમએક્સ (ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ એક્સપીરિયન્સ) લીડ શાંતનુ ગંગાણેએ ઉમેર્યું હતું કે, “ભારતમાં વુમન્સ સ્પોર્ટસ ઈન્ફલેકશન પોઈન્ટ પર છે, જે નવા દર્શકોને આકર્ષિત કરી રહ્યું છે અને ભાવિ પેઢી જે રીતે ક્રિકેટ અનુભવે છે તેમાં નવો આકાર આપી રહ્યું છે. ભારતમાં કોકા-કોલામાં અમારી વ્યૂહરચના ગ્રાહકો સાથે ઊંડાણથી જોડાતા અનુભવો નિર્માણ કરીને આ સાંસ્કૃતિક પરિવર્તનનું હાર્દ બનવાનું છે. થમ્સ અપ XForce અને બોડીઆર્મર લાઈટ ORSપૂરક શક્તિઓ લાવે છે, જે બોલ્ડ ઓળખ અને હેરિટેજમાં મૂળિયાં ધરાવતું હોઈ અન્ય અત્યાધુનિક હાઈડ્રેશનમાં છે. એકત્ર મળીને તેઓ અમને ચાહકો સાથે ફક્ત દર્શક તરીકે નહીં પરંતુ સ્પોર્ટ, સંસ્કૃતિ અને બ્રાન્ડ્સનો મેળાવડો થાય તે આ વિશાળ ચળવળમાં સહભાગી તરીકે પણ અમને સહભાગી કરવા માટે અનુકૂળતા આપે છે.’’
ભારત આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025નું આયોજન કરવા માટે સુસજ્જ છે ત્યારે કોકા-કોલા ઈન્ડિયાએ પ્રેરિત અને એકત્ર કરતા સ્પોર્ટસના કાજના વારસા પર નિર્મિત છે. ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સથી ક્રિકેટના સૌથી મોટી મંચો સુધી કંપનીએ સતત સ્પોર્ટિંગ ઉત્કૃષ્ટતાની ઉજવણી કરી છે. આઈસીસી સાથે આ વિસ્તારિત ભાગીદારી થકી કોકા-કોલા ઈન્ડિયાએ દરેક સીમા, ખુશી અને ઉજવણી હેતુ સાથે સુમેળ સાધે તેની ખાતરી રાખીને ચાહકો માટે ઉચ્ચ સ્તરે નવું સીમાચિહન સ્થાપિત કરે છે.
