નવી દિલ્હી | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — મૂળ ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફીનું કોકા- કોલા દ્વારા ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી ટુરના ભાગરૂપે ભારતમાં આગમન થયું છે. આ સાથે ફિફા વર્લ્ડ કપ 2026™ પૂર્વે બાર વર્ષ પછી ભારતમાં પુનરાગમન કર્યું છે. ટ્રોફી ટુરની ખાસ ભાગીદારી તરીકે કોકા-કોલાએ દુનિયાના સૌથી પ્રતીકાત્મક રમતગમત પ્રતીકોને ભારતીય ચાહકોની નજીક લાવીને ફૂટબોલ સાથે દીર્ઘ સ્થાયી સહયોગ ચાલુ રાખ્યો છે.

ટુર ફિફા ચાર્ટર લેન્ડિંગ સાથે શરૂ થઈ છે, જે પછી મૂળ ફિફા વર્લ્ડ કપ™ ટ્રોફી તાજ મહલ હોટેલ, માન સિંહ રોડ, નવી દિલ્હી ખાતે વિધિસર રીતે રજૂ કરવામાં આવી હતી. આ સમયે યુવા બાબતો અને રમતગમતના સન્માનનીય કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, માજી બ્રાઝિલિયન વર્લ્ડ કપ વિજેતા ખેલાડી, ફિફા લીજેન્ડ ગિલ્બર્ટો ડિસિલ્વા, રમતગમત ઈતિહાસવિદ અને લેખક બોરિયા મજુમદાર અને કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ ગ્રીષ્મા સિંહ અને કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના જાહેર બાબતો, કમ્યુનિકેશન્સ અને સક્ષમતાના વાઈસ પ્રેસિડેન્ટ દેવયાની રાણા સહિત કોકા-કોલાના આગેવાનો હાજર હતાં.
આ અવસરે બોલતાં યુવા બાબતો અને રમતગમતના સન્માનનીય કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “સન્માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની દીર્ઘદ્રષ્ટા લીડરશિપ હેઠળ રમતગમત રાષ્ટ્રીય અગ્રતા તરીકે ઊભરી આવી છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે રમતગમત ખાસ કરીને આપણા યુવાનોમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ચારિત્ર્યને પોષવા માટે શક્તિશાળી સાધન છે. ફિફા વર્લ્ડ કપ ટ્રોફી ટુર ભારતને 2047 સુધી દુનિયાના ટોચના પાંચ રમતગમત રાષ્ટ્રમાં સ્થાન અપાવવાની અમારી આકાંક્ષા સાથે મજબૂત રીતે સુમેળ સાધે છે. ભારત 2047 સુધી વિકસિત ભારત બનવાના પ્રવાસે આગળ વધી રહ્યો છે ત્યારે રમતગમત રાષ્ટ્રનિર્માણ અને યુવા સશક્તિકરણનો મહત્ત્વપૂર્ણ પાયો બની રહેશે.’’
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથ-વેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ સંકેત રેએ જણાવ્યું હતું કે, “ભારતમાં રમતગમત વ્યાપક સહભાગ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વધતા વૈશ્વિક સહભાગ દ્વારા દાખલારૂપ તબક્કામાં પહોંચી છે. આ પ્રગતિ સક્ષમ સરકાર પ્રેરિત પહેલો દ્વારા અભિમુખ છે, જે દેશભરમાં પહોંચ, સુવિધાઓ અને સ્થાનિક સહભાગને મજબૂત બનાવે છે. અમારી ફિફા સાથે દીર્ઘ સ્થાયી ભાગીદારી અમને આવા સીમાચિહનરૂપ રમતગમત અવસરોને ભારતીય ગ્રાહકોની વધુ નજીક લાવવા માટે અભિમુખ બનાવે છે.’’
કોકા-કોલા દ્વારા ફિફા વર્લ્ડ કપ ટ્રોફી ટુર 50 વર્ષથી કોકા-કોલા અને ફિફાના જોડાણ સાથે વૈશ્વિક રમતગમતમાં દીર્ઘ સ્થાયી ભાગીદારીમાંથી એક પર નિર્માણ કરાઈ છે. તેના વૈશ્વિક પ્રવાસમાં ટ્રોફી 150 ટુર દિવસો ને 75 સ્ટોપમાં 30 ફિફા મેમ્બર એસોસિયેશન્સ (દેશો)ની મુલાકાત લઈને ચાહકોને ફૂટબોલના રોમાંચ અને જોડાણને અનુભવવાની અતુલનીય તક પ્રદાન કરશે.
મૂળ ફિફા વર્લ્ડ કપ ટ્રોફી 18 કેરેટના દ્રઢ સોનાથી બનેલી છે, જેનું વજન 6.175 કિગ્રા છે, જે તેમની ઉપર ગ્લોબને પકડતી બે માનવી હસ્તીઓના કમ્પોઝિશન તરીકે નિર્માણ કરાઈ છે. વર્તમાન ડિઝાઈન 1974ની છે.
ફિફા ટ્રોફી ટુર દેશભરમાં મોજૂદ ઊંડાં મૂળિયાં ધરાવતી ફૂટબોલ સંસ્કૃતિની ઉજવણી કરવા માટે વૈશ્વિક રમતગમત અવસરો પ્રત્યે કોકા-કોલાની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
તેના સમુદાય પ્રથમ અભિગમને સાર્થક કરતાં કોકા-કોલા ઈન્ડિયાએ ટ્રોફી ટુરમાં તેની #MaidaanSaaf પહેલને જોડી છે. સ્ટાફ્ફડ રિસાઈકલિંગ સ્ટેશન્સ, તાલીમબદ્ધ સ્વયંસેવકો અને સ્પષ્ટ ઓન-ગ્રાઉન્ડ માર્ગદર્શન સાથે આ પહેલ માળખાબદ્ધ રીતે કચરો ભેગો અને અલગ કરવાનું અભિમુખ બનાવીને વિશાળ જાહેર સમારંભમાં જવાબદાર કચરા વ્યવસ્થાપન વ્યવહારોને ટેકો આપે છે.
===♦♦♦♦===
