સ્ટ્રેપઃ 350 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ્સ પર જીએસટીના દર ઘટાડીને 28%થી 18% કરવાથી જાવા યેઝદી મોટરસાઇકલ અને તેના લક્ષ્યાંકિત ગ્રાહકે વિશ્વના સૌથી મોટા દ્વીચક્રી વાહન બજારમાં સૌથી વધુ લાભ પ્રાપ્ત કર્યો છે
મુખ્ય હાઇલાઇટ્સઃ
- જાવા યેઝદી મોટરસાઇકલ્સ – સૌથી મોટા વિજેતાઃ 350 સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ્સ પર જીએસટી ઘટીને 18 ટકા કરવાની સાથે મહત્ત્વકાંક્ષી અને ખરા વારસા જાવા અને યેઝદી મોટરસાઇકલ્સ હવે પહેલા કરતા ઘણી સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ક્લાસિક લિજેન્ડ્સ ગર્વ સાથે ગ્રાહકોને ઘટાડેવા વેરાનો 100% લાભ આપી રહી છે.
- એન્જિન પ્લેટફોર્મ્સઃ જાવા યેઝદી મોટરસાઇકલ્સમાં 293 સીસી અને 334 સીસીના આલ્ફા2 લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે, જે 29પીએસ અને 30 એનએમ ટોર્કની સાથે પોતાના પ્રતિસ્પર્ધીઓથી વધુ સારું પ્રદર્શન કરે છે.
- માલિકીની ખાતરીઃ ભારતભરમાં 450થી વધુ વેચાણ અને સેવા ટચપોઇન્ટ્સ પર અજોડ માનસિક શાંતિ માટે ઉદ્યોગમાં અગ્રણી 4 વર્ષ/50,000 કિમીની વોરંટી અને સમગ્રલક્ષી જાળવણી યોજના દ્વારા સમર્થિત મોટરસાઇકલ્સ; જીએસટી 2.0 સુધારાથી જાવા યેઝદી પેટ્રોન્સ માટે માલિકીનો ખર્ચ પણ ઘટાડ્યો છે.
મુંબઈ | ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ક્લાસિક લિજેન્ડ્સ (સીએલ)એ જાવા યેઝદી મોટરસાઇકલ્સ હેઠળ પોતાના પ્રસિદ્ધ પરફોર્મન્સ ક્લાસિક્સની લાઇન માટે નવી કિંમતોની જાહેરાત કરી છે. તેમાંથી મોટા ભાગના એડ્વેન્ચર, રોડસ્ટર, બૉબરથી લઈને સ્ક્રેમ્બ્લર સુધી, હવે રૂ. 2 લાખથી નીચી કિંમતે ઉપલબ્ધ છે.
દાયકાઓ અગાઉ એક નીતિગત ફેરફારથી 2-સ્ટ્રોક મોટરસાઇકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કારણ કે તેને પર્યાવરણ માટે અયોગ્ય માનવામાં આવ્યું હતું, જેને લીધે ભારતમાં પોતાના સેગમેન્ટમાં તે સમયના બજારના અગ્રેસર જાવા અને યેઝદીની સફર રોકાઇ ગઈ હતી. આ મહિને, અન્ય એક પ્રગતિશીલ નીતિગત ફેરફારે તેમને ફરી કેન્દ્રનાં સ્થાને લાવ્યા છે. જીએસટી 2.0ની સાથે જાવા અને યેઝદીનો લોકોના લોકપ્રિય પરફોર્મન્સ ક્લાસિક્સ તરીકે પુનઃજન્મ થઈ રહ્યો છે, ફરી એક વખત ભારતના મોટરસાઇક્લિંગ સંસ્કૃત્તિમાં નેતૃત્ત્વ કરવા માટે તૈયાર છે. તમામ જાવા યેઝદી મોટરસાઇકલ્સ 293 સીસી અથવા 334 સીસી આલ્ફા2 લિક્વિડ કુલ્ડ એન્જિન ધરાવે છે, જેમાં આલ્ફા2 લિક્વિડ કુલ્ડ એન્જિન 29પીએસ અને 30 એનએમ ટોર્કની સાથે પોતાના પ્રતિસ્પર્ધીમાં વધુ સારું પ્રદર્શન કરે છે.
“સરકારના સાહસિક અને સમયસર કરેલા જીએસટી સુધારા મોટા હિતમાં એક મોટો ફેરફાર લાવશે, જે 2-સ્ટ્રોકથી 4-સ્ટ્રોક એન્જિનમાં ઐતિહાસિક ફેરફારની યાદ અપાવે છે. ક્લાસિક લિજેન્ડ્સ જીએસટી તર્કસંગતતાનું સ્વાગત કરે છે, ખાસ કરીને 350 સીસીથી ઓછી ક્ષમતાના મોટરસાઇકલો પર 18 ટકાના ઘટાડેલા દરનું, જે અમારી 293 સીસી અને 334 સીસી જાવા અને યેઝદી પર્ફોર્મન્સ ક્લાસિક્સ મોટરસાઇકલ્સને આવરે છે,”એમ જાવા યેઝદી મોટરસાઇકલના સહ–સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જો કે આનાથી અમારી 652 સીસી બીએસએ ગોલ્ડ સ્ટાર જેવી વધુ સીસીની ક્ષમતા ધરાવતી મોટરસાઇકલ્સ પર વેરાનો બોજ વધશે, અમે તેને પ્રગતિશીલ કરવેરાની ઓળખ તરીકે સ્વીકારીએ છીએ. આ ફેરફારથી મિડ-સેગમેન્ટ બાઇક્સ વધુ રાઇડર સમુદાય માટે સુલભ બને છે – જે ભારતની મોટરસાઇકલની સંસ્કૃત્તિની જીત છે. મંદી અને વૈશ્વિક ટેરિફ યુદ્ધોની વચ્ચે અર્થતંત્રને ઊર્જા આપતી માગ માટે આપણા માનનીય નાણાં પ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ. દાયકાઓ અગાઉ, નીતિગત ફેરફારોને લીધે અમારી બ્રાન્ડ ફિક્કી પડી હતી; આજે, નીતિગત દૂરંદેશી તેમના સુપ્રસિદ્ધ કદને પુનઃસ્થાપિત કરવામાં સહાય કરી રહી છે. અમે અમારા ગ્રાહકોને જીએસટીનો 100% લાભ આપીશું. તહેવારોની મોસમની સાથે અમે એવા યુવા ભારતીયોને કહી રહ્યા છીએ જેઓ ખરી પ્રતિષ્ઠિત પરફોર્મન્સ મોટરસાઇકલના માલિક બનવાની મહત્ત્વકાંક્ષા રાખે છેઃ હવે તમારો સમય આવી ગયો છે.”
યુવા ભારતની એક પ્રતિષ્ઠિત ક્લાસિક મોટરસાઇકલની આકાંક્ષાને અગાઉથી ઘણી વધુ પ્રાપ્ત કરી શકાય એવી કિંમતો પર, જાવા યેઝદી મોટરસાઇકલ્સ પોતાના સેગમેન્ટમાં અજોડ ડિઝાઇન, વિશ્વ સ્તરની એન્જિનિયરિંગ અને ભારતીય માર્કો માટે અનુકૂલિત પ્રદર્શન ટેકનોલોજીની સાથે હાઇ-ફેશન રેટ્રો મશીનો પાછી લાવી રહી છે.
મનની શાંતિની ગેરંટીઃ ક્લાસિક લિજેન્ડ્સ પોતાના ગ્રાહકોને વેચાણ પછી પૂરજામાં જીએસટી 2.0ના તર્કસંગતનો સંપૂર્ણ લાભ પૂરો પાડશે, જેનાથી માલિકીના ખર્ચમાં ઘણો ઘટાડો થશે. ક્લાસિક લિજેન્ડ્સની તમામ મોટરસાઇકલ્સ ‘જાવા યેઝદી બીએસએ ઓનરશીપ એશ્યોરન્સ પ્રોગ્રામ’ દ્વારા સમર્થિત છે, જે આ સેગમેન્ટમાં ઉદ્યોગની પ્રથમ પહેલ છે.
સમગ્રલક્ષી કાર્યક્રમમાં 4 વર્ષ/50,000 કિલોમીટરની પ્રમાણભૂત વોરંટી, છ વર્ષ સુધીનાં વિસ્તૃત્ત કવરેજ વિકલ્પો, એક વર્ષની રોડસાઇડ સહાય, અને ઘણા બધા માલિકીના લાભ સામેલ છે, જે કંપનીનાં એન્જિનિયરિંગ ઉત્કૃષ્ઠતા અને મશીનોની લાંબા ગાળાની વિશ્વસનીયતાનાં આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આ એશ્યોરન્સ પ્રોગ્રામ સરળ પહોંચ અને જાળવણી માટે તેના તમામ સેલ્સ અને સર્વિસનાં નેટવર્ક ટચપોઇન્ટ્સ પર ઉપલબ્ધ છે, જેની સંખ્યા બે ગણી થઈને હવે 450થી વધુ થઈ છે.
નવી કિંમતો નીચે આપી છેઃ
જાવાઃ

યેઝદીઃ

