મુંબઈ | ૨૧મી મે ૨૦૨૬ | ક્લાસિક લેજેન્ડ્સે 23 મે થી 31 મે, 2026 દરમિયાન તેના અધિકૃત જાવા, યેઝદી અને BSA ડિલરશીપ નેટવર્કમાં સર્વિસ માટે દેશવ્યાપી પહેલ “લિજેન્ડ્સ કેર કેમ્પ” શરૂ કરવાની જાહેરાત કરી, જે ગ્રાહકોના સંતોષ અને આફ્ટર-સેલ્સ અનુભવ પર કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
આ સર્વિસ કેમ્પ ઘણા શહેરોમાં યોજાશે, જેમાં ગ્રાહકોને બાઈકની સંપૂર્ણ તપાસ સાથે સર્વિસ, સ્પેર પાર્ટ્સ, મજૂરી અને એક્સેસરીઝ પર ખાસ ફાયદા મળશે. આ પહેલ હેઠળ, ટ્રેન થયેલા ટેકનિશિયન મોટરસાઇકલના 72 પોઈન્ટ્સ પર વિગતવાર તપાસ કરશે, જેમાં એન્જિન, બ્રેક્સ, ક્લચ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, ટાયર, સસ્પેન્શન, બેટરી હેલ્થ અને વાહનની સમગ્ર સ્થિતિ જેવી મુખ્ય બાબતોની તપાસ કરવામાં આવશે, જેથી બાઈક ચલાવવામાં સુરક્ષિત રહે અને સારું પરફોર્મન્સ આપે.
આ કેમ્પ દરમિયાન અધિકૃત ડીલરશીપની મુલાકાત લેતા ગ્રાહકોને થોડા-થોડા સમયે સર્વિસ, સ્પેર પાર્ટ્સ અને ઓરિજિનલ એક્સેસરીઝ પર ખાસ ઓફર્સ મળવાની સાથે ખાસ ચોમાસા પહેલા બાઈકના મેઇન્ટેનન્સ અને તેને તૈયાર રાખવા માટે નિષ્ણાતો દ્વારા સલાહ પણ પ્રાપ્ત થશે.
આ પહેલ વિશે વાત કરતા ક્લાસિક લિજેન્ડ્સના નેશનલ બિઝનેસ ઓપરેશન્સ હેડ શ્રી જયપ્રદીપ વાસુદેવને જણાવ્યું હતું કે: “ક્લાસિક લેજેન્ડસમાં અમે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ અને સંતોષ મળે તે માટે પ્રતિબદ્ધ છીએ. ‘લિજેન્ડ્સ કેર કેમ્પ’ દ્વારા અમારો ધ્યેય રાઇડર્સને નિષ્ણાત સર્વિસ સપોર્ટ અને વાહનની યોગ્ય સંભાળ સુંશીચિટ કરવાનો છે, જેથી તેમની મોટરસાઇકલ એ શાનદાર પરફોર્મન્સ અને ભરોસો આપતી રહે જેના માટે અમારી બ્રાન્ડ્સ જાણીતી છે.”
ગ્રાહકો “લિજેન્ડ્સ કેર કેમ્પ” માં ભાગ લેવા માટે તેમની નજીકની અધિકૃત જાવા, યેઝદી અને BSA ડીલરશીપની મુલાકાત લઈ શકે છે અને પહેલના ભાગરૂપે ઓફર કરવામાં આવતા આકર્ષક નાણાકીય અને વિનિમય લાભોનો લાભ લઈ શકે છે.
== == ==
